આ ચાર ચીજો શનિવારે ખરીદવાથી શનિદેવ થાય છે નારાજ, ભૂલથી પણ ન ખરીદો શનિવારે આ ચાર ચીજો

ધાર્મિક

શનિ મહારાજના આશીર્વાદ મેળવવા માટે ભક્તો શનિવારે તેમની પૂજા-અર્ચના કરે છે. જ્યારે કોઈ છાયા પાત્રનું દાન કરે છે, ત્યારે કોઈ પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવે છે. સાચી ભક્તિથી કરેલા આ કાર્યોથી શનિદેવ ચોક્કસ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે. પરંતુ કેટલાક એવા કાર્યો પણ છે જે શનિવારે ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે આમ કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે. ચાલો જાણીએ શનિવારે શું ન કરવું જોઈએ …..

શનિવારે કોઈએ લોખંડની વસ્તુઓ ખરીદવી જોઈએ નહિં. શનિવારે લોખંડની કોઈ પણ ચીજ ખરીદવાથી શનિદેવ ગુસ્સે થાય છે. આ દિવસે લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિવાર સિવાય તમે કોઈપણ દિવસે લોખંડની ચીજો ખરીદી શકો છો.

શનિવારે મીઠું પણ ખરીદવું જોઈએ નહિં. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવાના બોજામાં વધારો થાય છે. જો તમે દેવાથી બચવા અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માંગતા હો, તો આ દિવસે મીઠું બિલકુલ ખરીદશો નહીં.

શનિવારે કાળા તલ ક્યારેય પણ ખરીદવા જોઈએ નહિ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કામમાં અવરોધ આવે છે. શનિ દોષને દૂર કરવા માટે, શનિવારે કાળા તલનું દાન કરવાનો અને પીપળના ઝાડ પર ચઢાવવાનો નિયમ છે.

શનિવારે કાળા પગરખાં ખરીદવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા પગરખાં પહેરનારને નિષ્ફળતા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે નિષ્ફળતાથી બચવા માંગો છો અને સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય, તો આ દિવસે કાળા પગરખાં ભૂલથી પણ ખરીદશો  નહીં.

જો તમારી સાવરણી બગડી ગઈ હોય, તો પછી શનિવારે નવી સાવરણી ખરીદી શકો છો. શનિવારે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે સરસવનું તેલ દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય શનિવારે કાળા રંગના કપડા પહેરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે.

Leave a Reply

Your email address will not be published.