‘તારક મેહતા…’ શોમાં પોપટલાલની બુલબુલ કરે છે આ કામ, ગ્લેમરસમાં આપે છે બબિતાજીને પણ ટક્કર જુવો તેની સુંદર તસવીરો

મનોરંજન

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના ફેવરિટ શોમાંથી એક છે. છેલ્લા ઘણા સમયથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે. તેની સ્ટોરી અને રમુજી ટ્વિસ્ટ ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. જણાવી દઈએ કે આ સિરિયલે તેના કલાકારોને નામ અને પૈસા બંને આપ્યા છે. આટલું જ નહીં આ સીરિયલમાં ઘણા એવા કલાકારો છે જે છેલ્લા 12 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલા છે. આવી જ એક અભિનેત્રી છે ખુશ્બુ તાવડે. ખુશ્બુ તાવડેને તારક મેહતા ની બુલબુલના નામથી ઓળખવામાં આવે છે. ચાલો આજે તમને જણાવીએ ખુશ્બૂ વિશે.

ખુશ્બુ તાવડે એક સુપરહિટ મરાઠી અભિનેત્રી છે. ખુશ્બુ મૂળ રૂપે મુંબઈની છે. મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં ખુશ્બુનો જન્મ અને ઉછેર થયો હતો.

ખુશ્બૂ તાવડેએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બુલબુલનું પાત્ર નિભાવ્યું છે. તે સમય દરમિયાન બુલબુલ અને પોપટલાલની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

ખુશ્બુ 2008 થી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી છે. ખુશ્બુ તાવડેએ ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. ખુશ્બુને વાંચવા-લખવાનો ખૂબ શોખ છે. ઘણીવાર તે બુક વાંચતા પોતાની તસવીર પોસ્ટ કરે છે.

ખુશ્બુની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે મરાઠી અભિનેતા સંગ્રામ સાલ્વી સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2018 માં લવ મેરેજ કર્યા હતા. છેલ્લે માહિતી માટે જણાવી દઈએ કે ખુશ્બુએ મહારાષ્ટ્ર ટાઈમ્સ શ્રાવણ ક્વીન 2009 માં પણ ભાગ લીધો હતો. ખુશ્બુ તાવડેએ તુ ભેટશી નવ્યાને, પારિજાત (સામ ટીવી), પ્યાર કી યે એક કહાની (સ્ટાર વન) અને તેરે લિયે (ટીવી સીરીઝ) (સ્ટાર પ્લસ) માં એક્ટિંગ કરી હતી.