દીપક ચાહરના લગ્નમાં ભાઈ રાહુલ ચાહરના જલવા, પત્ની ઈશાની સાથે લીધી એંટ્રી, જુવો તેની આ વાયરલ તસવીરો

રમત-ગમત

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ખેલાડી દીપક ચાહરે તાજેતરમાં જ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 31 મેના રોજ આગરાના ફતેહાબાદ રોડ પર આવેલા જેપી પેલેસમાં લગ્ન કર્યા, જેમાં તેમના પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. ચાહકોને એવી આશા હતી કે દીપક ચાહરના લગ્નમાં ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ પણ શામેલ થશે, જોકે કોઈ જોવા મળ્યું ન હતું.

પરંતુ દીપક ચાહરના પિતરાઈ ભાઈ અને આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા ક્રિકેટર રાહુલ ચાહર શામેલ થયા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રાહુલ પોતાની પત્ની ઈશાની સાથે લગ્નમાં જોવા મળ્યા હતા અને તેણે લગ્ન સાથે જોડાયેલી તમામ વિધિઓમાં પણ ભાગ લીધો હતો. ચાલો જોઈએ દીપક ચાહરના લગ્નની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો.

ભાઈના લગ્નમાં રહ્યા રાહુલ ચાહરના જલવા: જણાવી દઈએ કે, દીપક ચાહરની વરમાળા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપક ઘોડી પર બેસીને તેના લગ્ન માટે જઈ રહ્યા છે. આ ઉપરાંત એક વીડિયોમાં દીપક અને જયા એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા છે.

દીપકે સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન સાથે જોડાયેલી એક તસવીર પણ શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “જ્યારે અમે પહેલી વખત મળ્યા હતા, ત્યારે મને લાગ્યું હતું કે તમે મારા માટે જ બનેલા છો. અમે દરેક પળને જીવી છે અને હવે અમે હંમેશા સાથે રહીશું. હું વચન આપું છું કે હું તમને ખુશ રાખીશ. આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે.” સાથે જ રાહુલ તેના ભાઈ દીપકની મહેંદી, હલ્દી અને ડાન્સ સહિતની તમામ વિધિઓમાં શામેલ થયા હતા. રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં પણ લખ્યું કે, “ભાઈ આજે હું તમારા માટે ખૂબ જ ખુશ છું.”

વાત કરીએ દીપક અને જયાની લવસ્ટોરીની તો આ બંનેની પહેલી મુલાકાત દીપકની બહેન માલતી ચાહર દ્વારા થઈ હતી. દીપકના ફેમિલી ફ્રેન્ડના કહેવા મુજબ માલતી એ જ જયા અને દીપકની પહેલી મુલાકાત કરાવી હતી અને ત્યારપછી બંને વચ્ચે વાતચીત થઈ અને ધીરે ધીરે આ બંનેનો પ્રેમ શરૂ થયો. નોંધપાત્ર છે કે ત્યાર પછી દીપક ચાહરે જયાને લોકોથી ભરેલા સ્ટેડિયમમાં રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યો હતો.

જણાવી દઈએ કે, જયા ભારદ્વાજ બિગ બોસમાં જોવા મળેલા પ્રખ્યાત સ્પર્ધક સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જણાવી દઈએ કે સિદ્ધાર્થ એમટીવી સ્પ્લિટ્સવિલા સીઝન 2ના વિજેતા પણ રહી ચૂક્યા છે. જ્યારે દીપક ચાહર અને જયાની સગાઈ થઈ હતી ત્યારે સિદ્ધાર્થે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા. જયા દિલ્હીના બારહખંભાની રહેવાસી છે. તેણે MBA કર્યું છે અને દિલ્હીમાં એક ટેલિકોમ કંપનીમાં ડિજિટલ કન્ટેન્ટ હેડ તરીકે કામ કરે છે.

આવું રહ્યું રાહુલ અને દીપક ચાહરનું પ્રદર્શન: સાથે જ વાત જો રાહુલ ચાહરની કરીએ તો તે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરી ચુક્યા છે. તે તાજેતરમાં IPLની 15મી સિઝનમાં પંજાબ કિંગ્સ માટે રમતા જોવા મળ્યા હતા. નોંધપાત્ર છે કે આ પહેલા રાહુલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ભાગ હતા, પરંતુ વર્ષ 2022માં તેણે પંજાબ માટે કુલ 13 મેચ રમી હતી.

સાથે જ દીપક ચાહર ટીમ ઈન્ડિયાના ઉભરતા ખેલાડી છે, જેણે બાંગ્લાદેશ સામે 7 રનમાં છ વિકેટ લઈને જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો હતો. જણાવી દઈએ કે, દીપક ચાહરને ICC દ્વારા T20 મેચ ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દીપકનું પૂરું નામ દીપક લોકેન્દ્ર સિંહ ચાહર છે, જેની ઓળખ એક ઓલરાઉન્ડર તરીકે છે.