આ છે ભગવાન શિવનું અનોખું મંદિર જ્યાં તેમને ચળાવવામાં આવે છે સાવરણી, જાણો શું છે તેનું કારણ

ધાર્મિક

પાતાલેશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર એક અનોખું મંદિર છે કારણ કે આ મંદિરમાં લોકો ભગવાન શિવને સાવરણી ચળાવે છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં બહજોઇમાં આવેલા આ મંદિરમાં સાવન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. સદત્બદી ગામમાં આવેલા પાતાલેશ્વર મંદિર સાથે એક પૌરાણીક કથા પણ જોડાયેલી છે અને એવું કહેવામાં આવે છે કે આ મંદિર 150 વર્ષ જુનુ છે.

આ રીતે કરવામાં આવે છે પૂજા: આ મંદિરમાં આવતા લોકો પહેલા શિવલિંગને જળ ચળાવે છે. ત્યાર પછી તેમને દૂધ, બિલિપત્ર, ભાંગ, ધતુરો ચળાવે છે. ત્યાર પછી શિવલિંગ પર સીક સાથે એક સાવરણી પણ ચળાવવામાં આવે છે. જ્યારે શ્રાવણ મહિના દરમિયાન લોકો હરિદ્વારથી ગંગા જળ લાવીને ગંગા જળ શિવલિંગ પર ચળાવે છે અને પછી ભગવાનને સાવરણી અર્પણ કરે છે.

આ કારણોસર ચળાવે છે સાવરણી: શિવલિંગ પર સાવરણી ચળાવવા સાથે એક માન્યતા જોડાયેલી છે અને આ મંદિરના પંડિતો મુજબ શિવલિંગની પાસે સાવરણી ચળાવવાથી ઘણી બીમારીઓ તરત જ દૂર થઈ જાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવને સાવરણી ચળાવવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. સોમવારે આ મંદિરમાં લાંબી લાઈન હોય છે અને દૂર-દૂરથી લોકો આવીને ભગવાન શિવને સાવરણી ચળાવે છે. અહીં આવનારા ભક્તોનું માનવું છે કે જો સાચા મનથી શિવલિંગ પર એક સાવરણી ચળાવવામાં આવે તો ચામડીના રોગો સહિત અનેક બીમારીઓ તરત જ દૂર થઈ જાય છે. લગભગ 150 વર્ષ જૂનાં આ મંદિરમાં ભગવાન શિવની કોઈ મૂર્તિ નથી અને આ મંદિરમાં ફક્ત એક જ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે.

પાતાલેશ્વર શિવ મંદિર સાથે જોડાયેલી કથા: પાતાલેશ્વર શિવ મંદિર સાથે જોડાયેલી દંતકથા મુજબ એક શેઠ હતો. આ શેઠ પાસે પૈસાની બિલકુલ કમી ન હતી. પરંતુ આ શેઠ ચામડીની બીમારીથી પીડિત હતો. આ શેઠને તેના ચામડીના રોગ માટે ઘણી સારવાર કરાવી. પરંતુ છતા પણ આ રોગ દૂર થયો નહિં. આ શેઠ એક વખત તેની સારવાર કરાવવા માટે ડૉક્ટર પાસે જતો હતો, રસ્તામાં શેઠને તરસ લાગી. આ શેઠને આશ્રમ દેખાયો અને આ શેઠ આશ્રમમાં પાણી પીવા ચાલ્યો ગયો. આ શેઠે આશ્રમમાં રાખેલી સાવરણીને અચાનક સ્પર્શ કર્યો હતો અને આ સાવરણીને સ્પર્શ કરતાની સાથે જ, શેઠનો રોગ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. ચામડીના રોગથી છૂટકારો મેળવ્યા પછી, આ શેઠ ખૂબ ખુશ થઈ ગયા અને આ શેઠે આશ્રમના સંતને ઘણા પૈસા અને સોના આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ સંતે શેઠ પાસેથી પૈસા લેવાની ના પાડી અને શેઠને આ સ્થળે મંદિર બનાવવાનું કહ્યું. ત્યાર પછી વેપારીએ સંતના કહેવા પર આ જગ્યા પર એક મંદિર બનાવ્યું અને આ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરી. આ મંદિર ‘પતાલેશ્વર મંદિર’ તરીકે પ્રખ્યાત થયું.