સાઝિદ ખાન સાથે તૂટી સગાઈ, કુશાલ ટંડન સાથે થયો બ્રેકઅપ, પછી આટલા વર્ષ નાના છોકરા સાથે ગોહર ખાને કર્યા લગ્ન

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રીઓની જેમ નાના પડદાની અભિનેત્રીઓ પણ સુંદરતા અને એક્ટિંગની બાબતમાં ખૂબ આગળ છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતાથી ઘણી ટીવી અભિનેત્રીઓએ ઘર-ઘરમાંરે એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. ટીવી અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાં ગૌહર ખાન પણ પોતાનું સ્થાન ધરાવે છે.

ગૌહર ખાન નાના પડદાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. અભિનેત્રી અને મોડલ ગૌહર ખાન આજે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહી છે. 23 ઓગસ્ટ 1983 ના રોજ પુણે (મહારાષ્ટ્ર) માં તેનો જન્મ થયો હતો. નાના પડદાની સાથે તેણે બોલિવૂડમાં પણ સારી કમાણી કરી છે. સાથે જ મોડેલિંગની દુનિયામાં તેને વધુ લોકપ્રિયતા મળી છે.

ગૌહર ખાન એક બોલ્ડ અને બિંદાસ અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર કોઈપણ મુદ્દા પર ખુલીને પોતાની વાત વ્યક્ત કરે છે. ટીવી સિરિયલો અને મોડેલિંગ ઉપરાંત તે કેટલાક મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કરી ચુકી છે, જોકે તેને તેનાથી કઈ ખાસ સફળતા મળી નથી. સાથે જ મોડેલિંગમાં તેણે મનીષ મલ્હોત્રા, નીતા લુલ્લા, રીતુ કુમાર જેવા મોટા ડિઝાઇનર માટે રેમ્પ વોક કર્યું.

જણાવી દઈએ કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ગૌહર ખાને વર્ષ 2009 માં પગ મૂક્યો હતો. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં થઈ હતી. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ રોકેટ સિંહ: ધ સેલ્સમેન રિલીઝ થઈ હતી. જોકે તે મોટી અભિનેત્રી ન બની શકી. તેમના ચાહકો
ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ અને ઇશાકઝાદેમાં ઝાલ્લા વલ્લા, છોકરા જવાનમાં તેના અદભૂત ડાન્સ મૂવ્સને યાદ કરે છે.

બિગ બોસમાં પણ જોવા મળી: ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસ માનવામાં આવે છે. ગૌહર ખાન પણ આ શોનો ભાગ રહી ચૂકી છે. જણાવી દઈએ કે તેણે બિગ બોસની 7 મી સીઝનમાં ભાગ લીધો હતો. ઘણી વખત સલમાન ખાને શોમાં તેને ઠપકો પણ આપ્યો હતો. તેને શોની સૌથી ગ્લેમરસ સ્પર્ધક કહેવાની સાથે જ સૌથી નખરાળી સ્પર્ધક પણ કહેવામાં આવી.

કુશાલ ટંડનને આપી બેઠી દિલ: ગૌહર ખાને અભિનેતા કુશલ ટંડન સાથે તેના સંબંધને લઈને ખૂબ હેડલાઇન્સ બનાવી હતી. જણાવી દઈએ કે બિગ બોસ 7 નો ભાગ કુશલ પણ હતો અને આ સમય દરમિયાન બંને વચ્ચે ઘરની અંદર નિકટતા વધી ગઈ હતી. સાથે ઘરની બહાર પણ બંનેનો સંબંધ ચર્ચમાં રહ્યો હતો. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા અને બંને એક સાથે ખૂબ ખુશ પણ હતા, જો કે પછી આ સંબંધનો અંત આવ્યો.

સિંગિંગ શોમાં વ્યક્તિએ મારી થપ્પડ: ગૌહર ખાન તેના એક વિવાદને લઈને પણ ચર્ચામાં રહી ચુકી છે. જ્યારે તે એક સિંગિંગ શો હોસ્ટ કરી રહી હતી ત્યારે તેને એક વ્યક્તિએ જોરદાર થપ્પડ મારી હતી અને તેનું કહેવું હતું કે મુસ્લિમ હોવાથી ગૌહરે આટલા ટૂંકા કપડાં પહેરવા ન જોઈએ. સઆથે જ ગૌહરે આ બાબત પર એક પ્રેસ કોનફરંસમાં કહ્યું હતું કે આવા વ્યક્તિને જવા દેવા જોઈએ નહીં, તે છોકરીઓ માટે ખતરો છે.

સાજીદ ખાન સાથે તૂટી સગાઈ: ખૂબ ઓછા લોકો જાણે છે કે ગૌહર ખાને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સાજિદ ખાન સાથે સગાઈ કરી હતી. વર્ષ 2002 માં ગૌહરે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2003 માં તેમણે સાજિદ સાથે સગાઈ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બંનેની સગાઈ તૂટી ગઈ.

12 વર્ષ નાના ઝૈદ દરબાર સાથે કર્યા લગ્ન: ગૌહર ખાન તેના લગ્નને લઈને પણ ચર્ચામાં હતી. સાજીદ ખાન સાથે સંબંધ તોડ્યા બાદ અને કુશલ ટંડન સાથે બ્રેકઅપ થયા પછી તેમણે ઝૈદ દરબાર સાથે નિકટતા વધારી હતી. જણાવી દઈએ કે ઝૈદ કોરિયોગ્રાફર છે. ઝૈદ અને ગૌહરના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા. નોંધપાત્ર વાત એ છે કે ગૌહર તેના પતિ ઝૈદથી લગભગ 12 વર્ષ મોટી છે. જોકે બંનેની જોડી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.