ફિલ્મો જોવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ હવે સિંગલ સ્ક્રીન થિયેટરો ઘટી ગયા છે અને મલ્ટિપ્લેક્સ વધુ ખુલી ગયા છે. આ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવી એ મિડલ ક્લાસ લોકોના ખિસ્સા પર ભારે પડે છે. જો તે પોતાના આખા પરિવાર સાથે ફિલ્મ જોવા જાય તો બે-ત્રણ હજાર રૂપિયા ખર્ચ થવા એ સામાન્ય વાત છે.
પરંતુ જો અમે તમને કહીએ કે તમે મલ્ટિપ્લેક્સમાં માત્ર 75 રૂપિયા આપીને ફિલ્મ જોઈ શકો છો? હવે તમે કહેશો કે કોઈ જૂની અથવા બોરિંગ ફિલ્મ હશે. પરંતુ નહિં, તમે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માત્ર 75 રૂપિયામાં જોઈ શકો છો. તો ચાલો જાણીએ આ કેવી રીતે શક્ય છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તે એક મોટા બજેટની ફિલ્મ જે ત્રણ પાર્ટમાં બની છે. ફિલ્મનો પહેલો ભાગ ‘શિવા’ આ અઠવાડિયે રિલીઝ થઈ રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ચુક્યું છે. તેને મોટાભાગના લોકો પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. પરંતુ તેમને ડર છે કે ફિલ્મનું બજેટ હાઈ હોવાને કારણે તેની ટિકિટની કિંમત પણ વધુ હશે. પરંતુ અમે તમને 75 રૂપિયામાં આ ફિલ્મ જોવાની ટ્રિક જણાવી રહ્યા છીએ.
આ રીતે જુઓ 75 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર: જો તમે માત્ર 75 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર ફિલ્મનો આનંદ લેવા ઈચ્છો છો તો તમારે આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે જોવી પડશે. ખરેખર આ દિવસ રાષ્ટ્રીય સિનેમા દિવસ છે. આવી સ્થિતિમાં, મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (MAI) અને દેશભરના સિનેમા હોલ આ દિવસે દર્શકોને માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોવાની સુવર્ણ તક આપી રહ્યા છે. દેશના લગભગ 4000 થિયેટરોની ચેન આ તક આપી રહી છે.
કોરોના મહામારીમાં સિનેમા બિઝનેસને ખૂબ જ અસર થઈ હતી. આવી સ્થિતિમાં 16 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ પર કોરોના મહામારી પછી સફળતાપૂર્વક સિનેમાઘર ખુલવાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. તેથી, આ ઓફર દ્વારા થિયેટર દર્શકોનો આભાર માની રહ્યા છે. આ તે સિનેમાપ્રેમીઓ માટે એક આમંત્રણ છે જેમણે મહામારી પછી હજુ થિયેટરોનું મોં જોયું નથી.
અમેરિકા-બ્રિટન માં પણ ઓછી થઈ ટિકિટની કિંમત: જણાવી દઈએ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પણ ફિલ્મની ટિકિટના રેટ ઓછા જોવા મળી રહ્યા છે. બ્રિટનમાં રાષ્ટ્રીય સિનેમા દિવસ 3 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તો આજે જ તમારા પૂરા પરિવાર સાથે 75 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ જોવાનો પ્લાન બનાવો.
ફિલ્મ વિશે વધુ વિગતવાર જણાવીએ તો, ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ આ ફિલ્મ પર વર્ષ 2012 માં જ કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે દસ વર્ષની મહેનત પછી આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તેમને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન જેવા સ્ટાર્સ પણ છે.