કંઈક આવી છે ‘મહાભારત’ બનાવનાર બીઆર ચોપરાની સ્ટોરી, પહેલી જ ફિલ્મ રહી ફ્લોપ, પરંતુ પછી…..

મનોરંજન

ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’, તેના કલાકારો અને રામાયણના નિર્દેશક રામાનંદ સાગરને લઈનેઅવારનવાર ચર્ચા થતી રહે છે, જોકે આજે આપણે વાત કરશું 80ના દાયકાની એક અન્ય ઐતિહાસિક સિરિયલ ‘મહાભારત’નું નિર્માણ કરનાર બલદેવ રાજ ચોપરા એટલે કે બીઆર ચોપરા વિશે.

બલદેવ રાજ ચોપરા દેશ અને દુનિયામાં બીઆર ચોપરાના નામથી ઓળખાય છે. જો બીઆર ચોપરા આજે જીવિત હોત, તો તેઓ તેમનો 108મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. આજે (22 એપ્રિલ) તેમની 108મી જન્મજયંતિ છે. બીઆર ચોપરાનો જન્મ 22 એપ્રિલ 1914ના રોજ પંજાબના રાહોનમાં થયો હતો.

બીઆર ચોપરાને ‘મહાભારત’થી મોટી અને ખાસ ઓળખ મળી. તેમણે આ ઐતિહાસિક સિરિયલનું નિર્માણ કર્યું હતું અને તેમના પુત્રએ તેનું નિર્દેશન કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીના શરૂઆત સમયમાં ફિલ્મ અફસાના નું નિર્માણ કરીને લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ વર્ષ 1951માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વીણા, અજીત કુમાર, પ્રાણ વગેરે એ કામ કર્યું હતું.

બીઆર ચોપરાએ પોતાનો અભ્યાસ લાહોર યુનિવર્સિટીમાંથી કર્યો હતો. લાહોર યુનિવર્સિટીમાંથી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. આગળ જઈને તે માસિક મેગેઝિન સિને હેરાલ્ડ સાથે જોડાઈને કામ કરવા લાગ્યા. વર્ષ 1947માં જ્યારે ભારતના ભાગલા થયા ત્યારે તેઓ મુંબઈ આવ્યા અને અહીં આવીને ફિલ્મી દુનિયામાં કામ કરવા લાગ્યા.

મુંબઈ આવ્યા ત્યારે બીઆર ચોપરા ફિલ્મ નિર્માતા બની ગયા. તેમણે ફિલ્મ ‘કરવટ’ નું નિર્માણ કર્યું હતું પરંતુ તેમની વર્ષ 1948માં આવેલી આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તેમણે ફિલ્મ ‘અફસાના’ બનાવી અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમની આ ફિલ્મ સફળ રહી હતી. તે દર્શકોએ પસંદ કરી હતી.

નિર્માતા બન્યા પછી, બીઆરએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું. પોતાના પ્રોડક્શન હાઉસ બીઆર ફિલ્મ્સ હેઠળ બીઆર ચોપરાએ પહેલી ફિલ્મ ‘નયા દૌર’ બનાવી હતી. આ ફિલ્મ વર્ષ 1955માં રિલીઝ થઈ હતી. બીઆરના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો દિવંગત અભિનેતા દિલીપ કુમાર અને અભિનેત્રી વૈજંતિમાલાએ કામ કર્યું હતું.

આગળ વજઈને, બીઆરએ ગુમરાહ, સાધના, હમરાજ, કાનૂન, પતિ પત્ની ઔર વો, નિકાહ, બાબુલ, કર્મ, એક રાસ્તા જેવી સુપરહિટ ફિલ્મો બનાવી અને ફિલ્મી દુનિયા પર છવાઈ ગયા. સાથે જ ‘મહાભારત’ નું નિર્માણ કરીને તે એક અલગ જ તબક્કા પર પહોંચી ગયા હતા. આજે પણ તેમને મહાભારતના પ્રોડ્યૂસર તરીકે ઓળખવામાં આવે છે.