હનુમાનજીના ચરણોમાં નમન કરતી વખતે બોલો આ મંત્ર, દરેક સમસ્યાઓ થઈ જશે છૂમંતર

ધાર્મિક

હનુમાનજીના આશીર્વાદ દરેક વ્યક્તિ મેળવવા ઇચ્છે છે. કારણ સ્પષ્ટ છે કે જે વ્યક્તિના માથા પર બજરંગબલીનો હાથ રહે છે, તેનું કોઈ કંઈ પણ બગાડી શકતું નથી. ભગવાન હનુમાન એક ખૂબ જ શક્તિશાળી દેવ છે. તેને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તે લોકો માટે મંગલમયી અને નસીબ ચમકાવનારા દેવ છે. આ જ કારણ છે કે દરેક હનુમાન ભક્તિમાં તલ્લીન રહે છે. ખાસ કરીને શનિવાર અથવા મંગળવારે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. પૂજા તો દરેક વ્યક્તિ કરે છે, પરંતુ જો તમારે તમારી સમસ્યાઓ તરફ હનુમાનજીનું ધ્યાન ખેચવું હોય તો તમારે કેટલાક વિશેષ મંત્રનો જાપ પણ કરવો જોઇએ.

આજે અમે તમને જે મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ, તમારે તેમનો જાપ મંગળવાર કે શનિવારે કરવો જોઈએ. સવારે સ્નાન કર્યા પછી હનુમાનજીની પૂજા સમાપ્ત થયા પછી આ મંત્રના જાપ કરો. તે મહત્વનું છે કે આ મંત્રનો જાપ કરતી વખતે તમે પ્રભુ બજરંગબલીના ચરણોમાં નમન કરતા રહો. આ રીતે તમે તેમને સંપૂર્ણ આદર સાથે વિનંતી કરશો. તો પછી ચાલો જાણીએ તે મંત્રો વિશે.

દરેક મનોકામના પૂર્ણ કરવા માટે: જો તમારી કોઈ પણ એવી મનોકામના છે કે જેને તમે જલદીથી પૂર્ણ કરવા ઇચ્છો છો, તો હનુમાનજીના ચરણોમાં નમન કરીને આ મંત્રનો 7 વાર જાપ કરો – મહાબલાય વીરા ચિરંજીવીન ઉદતે. હરિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે. તમારા બગડેલા કામ સુધારવામાં અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આ એક ખાસ મંત્ર છે.

દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે: જો તમારા પર અથવા તમારા ઘર પર ભૂત પ્રેતની ખરાબ નજર છે, અથવા કોઈ ખરાબ નજરને કારણે તમારા કાર્યોમાં અવરોધો આવી રહ્યા છે, તો તમારે આ વિશેષ મંત્રનો જાપ 13 વાર કરવો જોઈએ – હનુમન્નંઝની સુનો વાયુપુત્ર મહાબલ અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે. આ મંત્રથી ખરાબ નજર તમારું કંઈ પણ બગાડી નહિં શકે.

નોકરી અથવા ધંધા માટે: જો તમને નોકરી મળી રહી નથી, અથવા ધંધામાં ખોટ આવી રહી છે, અથવા નોકરીમાં પ્રમોશન ઇચ્છો છો, તો તમારે આ મંત્રના સતત 11 મંગળવાર સુધી જાપ કરવા જોઈએ – ૐ પિંગાક્ષાય નમઃ આ મંત્રના જાપ તમે 11 મંગળવાર સુધી કરો. તેનથી નોકરી અને ધંધામાં તમારું નસીબ ચમકશે.

પ્રોપર્ટી માટે: જો તમારી કોઈ પ્રોપર્ટી વેચાઈ રહી નથી અથવા કોઈ ખાસ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છો છો અથવા પ્રોપર્ટી સાથે જોડાયેલી કોઈ પણ બાબત હોય તો આ મંત્રનો જાપ 11 વાર સતત 7 મંગળવાર સુધી કરો. આ મંત્ર છે – ૐ મારકાય નમઃ આ મંત્ર તમારી પ્રોપર્ટી સાથે જોડાયેલી બધી બાબતોનું સમાધાન કરશે.

માન-સન્માન માટે: જો તમે ઇચ્છો છો કે સમાજમાં તમારું ખૂબ નામ હોય, પ્રતિષ્ઠા હોય અને લોકો તમને પસંદ કરે તો આ મંત્રનો જાપ ત્રણ મહિનામાં આવનારા બધા મંગળવારે 7 વાર કરો – ૐ વ્યાપકાય નમઃ

Leave a Reply

Your email address will not be published.