જ્યારે બોની કપૂરને શ્રી દેવીએ બનાવ્યો ભાઈ, બાંધી હતી રાખડી, પછી તેની સાથે જ કરી લીધા લગ્ન, જાણો તેનું કારણ

બોલિવુડ

હિન્દી સિનેમાના સ્ટાર્સ ઘણીવાર તેમની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે પોતાના લગ્ન અને અફેયર્સને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા બોલિવૂડ કલાકારો પરણિત હોવા છતાં પણ બીજી અભિનેત્રી સાથે લગ્ન કરવા માટે ચર્ચિત રહ્યા છે. તેમાં પહેલાના જમાનાના દિગ્ગઝ અભિનેતા મિથુન ચક્રવર્તીનું નામ પણ શામેલ છે.

મિથુન દા તરીકે ઓળખાતા મિથુન ચક્રવર્તીએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન મિથુન ચક્રવર્તીએ વર્ષ 1979 માં અભિનેત્રી યોગિતા બાલી સાથે કર્યા હતા. મિથુન છતા પણ હિંદી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી દિગ્ગઝ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી ને પોતાનું દિલ આપી બેઠા હતા.

એવું કહેવામાં આવે છે કે વર્ષ 1984 માં એક ફિલ્મ આવી હતી ‘જાગ ઉઠા ઈન્સાન’. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી એક બીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને બંને એક બીજાને પોતાનું દિલ આપી બેઠા હતા. ટૂંક સમયમાં જ બંને વચ્ચેનો પ્રેમ વધવા લાગ્યો. મિથુને વર્ષ 1985 માં ગુપ્ત રીતે શ્રીદેવી સાથે લગ્ન કર્યા. જોકે પછી મિથુનને લાગવા લાગ્યું હતું કે શ્રીદેવીની નિકટતા ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે વધવા લાગી છે. આવી સ્થિતિમાં શ્રીદેવીએ મિથુન પ્રત્યેનો પ્રેમ સાબિત કરવા બોની કપૂરને રાખડી બાંધી હતી. આ અંગે ખુલાસો બોની કપૂરની પહેલી પત્ની મૌના શૌરી દ્વારા કરવામાં આવ્યો હતો.

મિથુન ચક્રવર્તી પરણીત હોવાને કારણે મિથુનને શ્રીદેવીએ કહ્યું હતું કે તે તેની પહેલી પત્ની યોગિતા બાલીને છુટાછેડા આપે. જો કે, જ્યારે યોગિતા બાલીને આ સમાચાર મળ્યા, ત્યારે તેણે મિથુનને છોડવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. આટલું જ નહીં, આશ્ચર્યજનક વાત એ છે કે પોતાના એક ઇન્ટરવ્યુમાં યોગિતાએ કહ્યું હતું કે, મિથુન તેની બીજી પત્ની શ્રીદેવીને તેના ઘરે લાવે, ત્યારે પણ તે મિથુન સાથે જ રહેશે. જોકે મિથુનના બીજા લગ્નનો ખુલાસો થવા પર યોગિતા બાલીએ આત્મહત્યા કરવા માટે પણ પગલું ભર્યું હતું.

પરણિત બોની પણ શ્રીદેવીને દિલ આપી બેઠા: બીજી તરફ ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ શ્રીદેવીને પસંદ કરવા લાગ્યા હતા. મિથુન ચક્રવર્તી અને બોની કપૂર વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. આવી સ્થિતિમાં બોનીએ મિથુનને આ વિશે કંઈ કહ્યું નહીં. જો કે મિથુનને શક થયો હતો કે બોની અને શ્રીદેવી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જોકે શ્રીદેવીએ મિથુન સામે પોતાનો પ્રેમ સાબિત કર્યો અને બોની કપૂર સાથે રાખડી બાંધી હતી.

જણાવી દઇએ કે, મિથુનની જેમ બોની કપૂર પણ પરણિત હતા. બોની કપૂરના પહેલા લગ્ન મોના શૌરી સાથે થયા હતાં. જો કે તેમણે છતા પણ શ્રીદેવી સાથ નિકટતા વધારી લીધી. ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માટે શ્રીદેવીએ 10 લાખ રૂપિયા માંગ્યા હતા, તો બોનીએ તેમને 11 લાખ રૂપિયા ફી આપી હતી. બોનીએ મોનાને પણ કહી દીધું હતું કે તે શ્રીદેવી ને પ્રેમ કરવા લાગ્યા છે.

સમાપ્ત થઈ ગયો મિથુન-શ્રેદેવીનો સંબંધ: બીજી બાજુ મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીનો ગંભીર સંબંધ સમાપ્ત થઈ ગયો. વર્ષ 1988 માં, મિથુન અને શ્રીદેવીનો સંબંધ સમાપ્ત થઈ ગયો. મિથુનને તેની પહેલી પત્ની યોગિતા બાલી છોડવા ઈચ્છતી ન હતી અને શ્રી દેવીને જ્યારે આ વાતનો અહેસાસ થયો કે મિથુન અને યોગિતા અલગ થવા ઈચ્છતા નથી તો આવી સ્થિતિમાં શ્રીદેવીએ મિથુન ચક્રવર્તી થી અંતર બનાવી લીધું.

શ્રીદેવીએ બોની સાથે લીધા સાત ફેરા: મિથુન ચક્રવર્તીથી અલગ થયા પછી શ્રીદેવી અને બોની કપૂર વચ્ચેની નિકટતા વધવા લાગી. શ્રીદેવીને તો બોની પહેલાથી જ પસંદ કરતા હતા જ્યારે હવે શ્રીદેવી પણ બોની કપૂરને પોતાનું દિલ આપી બેઠી. ધીમે-ધીમે બંનેનો પ્રેમ વધવા લાગ્યો અને બોની કપૂરે શ્રીદેવી સાથે સંબંધ જોડવા માટે પોતાની પત્ની શૌરીને પણ છુટાછેડા આપ્યા. વર્ષ 1996 માં શ્રેદેવી અને બોની કપૂર એ સાત ફેર લઈને ઘર વસાવી લીધું.