વ્ય્સનથી ખૂબ જ દૂર છે અક્ષય કુમારથી લઈને આમીર ખાન સુધીના બોલિવૂડના આ સ્ટાર્સ, દારૂને તો હાથ પણ નથી લગાવતા

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હાલમાં ડ્રગ્સની જાળમાં ફસાયેલી જોવા મળી રહી છે. ખરેખર સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યાના કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી, અને તે પછી હવે બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે. આ લિસ્ટમાં કેટલાક મોટા નામ જેમ કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર પણ શામેલ છે. એક તરફ જ્યાં ઘણા બોલિવૂડ સુપરસ્ટાર ડ્રગ્સના કેસમાં ફસાયેલા જોવા મળે છે, તો પછી કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે ડ્રગ્સથી દૂર રહે છે. આ સ્ટાર્સ તેમની ડિસિપ્લિન લાઈફસ્ટાઇલ માટે જાણીતા છે, તો ચાલો જાણીએ તે સ્ટાર્સ વિશે.

સુનીલ શેટ્ટી: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક્શન સુપરસ્ટાર સુનીલ શેટ્ટી છેલ્લા 3-4 દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે માત્ર તેની એક્ટિંગમાં જ નહીં પરંતુ તેના વ્યવસાયમાં પણ ખૂબ સફળ છે. ભલે હવે સુનીલ શેટ્ટી 59 વર્ષના થઈ ચુક્યા છે, પરંતુ તે તેની ફિટનેસ અને સ્વાસ્થ્યને લઈને ખૂબ જાગૃત છે. ખાસ વાત એ છે કે સુનીલ વિશે ક્યારેય કોઈ એવા સમાચાર આવ્યા નથી કે તેમણે ડ્રગનું સેવન કર્યું છે.

અક્ષય કુમાર: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ખેલાડી એટલે કે અક્ષય કુમાર તેની ડિસિપ્લિન લાઇફને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેને ફિલ્મોમાં સ્ટંટ સીન કરવાનો શોખ છે, વ્યસનનો નહિં. જણાવી દઈએ કે અક્ષય કુમાર તેની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સ્ટ્રીક્ટ રહે છે અને તેની ફિટનેસ તેનો પુરાવો છે. એવું કહેવામાં આવે છે કે અક્ષય કુમાર રાત્રે 10 વાગ્યે સૂઈ જાય છે અને સૂર્યોદય પહેલાં ઉઠે છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર અને વ્યસનનો દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, તેઓ ફિલ્મી પાર્ટીઓથી દૂર રહેવું યોગ્ય માને છે.

જ્હોન અબ્રાહમ: જ્હોન અબ્રાહમ ઘણીવાર તેની આકર્ષક પર્સનાલિટીને કારણે હેડલાઇન્સ બનાવે છે, તેને મોંઘી-મોંઘી કારનો શોખ જરૂર છે, પણ વ્યસનનો બિલકુલ નહિં. જ્હોન પણ વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે અને ફિલ્મ પાર્ટીઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. જ્હોન હંમેશાં આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય, તે ડ્રગ્સથી દૂર રહેવા માટે પણ જાણીતા છે.

સની દેઓલ: સની દેઓલ પણ ફિલ્મી પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળે છે, જોકે તે વાત બધાને ખબર છે કે તેના પિતા ધર્મેન્દ્ર દારૂને કેટલો પ્રેમ કરે છે. પરંતુ સની દેઓલ આ બધી ચીજોથી દૂર રહે છે, સની સિગારેટથી પણ દૂર રહે છે.

અમિતાભ બચ્ચન: સદીના મહાનાયક તરીકે જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન વિશે એવો દાવો કરવામાં આવે છે કે તેણે ક્યારેય દારૂને સ્પર્શ પણ કર્યો નથી અને ક્યારેય સિગારેટને પણ હાથ લગાવ્યો નથી. જો કે કેટલીક ફિલ્મી મેગ્જીનમાં દારૂ પીવાની આદતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ વાત નિશ્ચિત છે કે તેણે ક્યારેય ડ્રગ્સને હાથ લગાવ્યો નથી.

આમિર ખાન: સામાય રીતે આમિર ખાન ફિલ્મ પાર્ટીઓનું આયોજન કરે છે, પરંતુ તેણે ક્યારેય ડ્રગ્સને હાથ લગાવ્યો નથી. પરંતુ આમિર વિશે એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તે દારૂ અને સિગારેટનું સેવન કરે છે.

Leave a Reply

Your email address will not be published.