કોઈ હતુ શેફ તો કોઈ કોલસાની ખાણમાં કરતા હતા કામ, જાણો બોલીવુડ પર રાજ કરતા પહેલા આ 5 સુપર સ્ટાર શું કામ કરતા હતા

બોલિવુડ

આજે વાત હિન્દી સિનેમાના 5 એવા સ્ટાર્સ વિશે કરીએ જેમણે જમીનથી આસમાન સુધીની સફર કરી છે. એક સમયે આ સ્ટાર એક સામાન્ય જીવન જીવતા હતા. કામ માટે ઘર-ઘર ભટકતા હતા. ફિલ્મોમાં આવતા પહેલા અલગ-અલગ કામ કર્યું પરંતુ પછી ફિલ્મી દુનિયામાં પોતાના ટેલેંટ અને એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું અને ખૂબ જ જલ્દી દેશ અને દુનિયામાં ખૂબ જપ્રખ્યાત થઈ ગયા. તેમના સંઘર્ષની સ્ટોરી અને જીવન દરેક માટે પ્રેરણારૂપ છે. તો ચાલો પાંચ એવા દિગ્ગજ ફિલ્મ સ્ટાર્સ વિશે જાણીએ.

અમિતાભ બચ્ચન: ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચનને ભલા કોણ નથી ઓળખતું. અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમાના સૌથી મોટા, સૌથી સફળ, સૌથી લોકપ્રિય અને શ્રેષ્ઠ કલાકાર માનવામાં આવે છે. ‘સદીના મહાનાયક’ ઉપરાંત અમિતાભ બિગ બી, બોલિવૂડના એંગ્રી યંગ મેન, શહેનશા જેવા નામોથી પણ ખાસ ઓળખ ધરાવે છે.

બિગ બી ફિલ્મોમાં આવતા પહેલા કોલકાતામાં કોલસાની ખાણમાં કામ કરતા હતા. એક સમયે તેમને ફિલ્મ માટે પોતાના મોટા અવાજ અને ઉંચી હાઈટના કારણે રિજેક્ટ કરવામાં આવતા હતા. તેમણે પોતાના દિવસ સમુદ્ર કિનારે બેંચ પર સૂઈને પણ પસાર કર્યા છે

અક્ષય કુમાર: અક્ષય કુમારને બોલિવૂડના સુપરસ્ટાર કહેવામાં આવે છે પરંતુ તેની પાછળ તેમનો મોટો સંઘર્ષ રહ્યો છે. બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર બેંગકોંગમાં શેફ રહી ચૂક્યા છે. તેમણે બેંગકોં, સિંગાપોર અને ભારતમાં કપડાં વેચવાનું કામ પણ કર્યું અને કોલકાતામાં ટ્રાવેલ એજન્સીમાં પણ કામ કર્યું. અક્ષય કોઈ પણ ગોડફાધર વગર ફિલ્મી દુનિયામાં પોતાને સાબિત કરવામાં સફળ રહ્યા છે.

માધુરી દીક્ષિત: માધુરી દીક્ષિતની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓમાં થાય છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં પગ મૂકનાર માધુરીને લગભગ પાંચ વર્ષ સુધી સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. શરૂઆતમાં મોટા-મોટા કલાકારો માધુરી સાથે કામ કરવા ઈચ્છતા ન હતા. સાથે ફિલ્મ મેકર્સ માત્ર તેને ડાંસથી જજ કરતા હતા.

મનોજ બાજપેયી: મનોજ બાજપેયીની એક્ટિંગ દરેક પસંદ કરે છે. મનોજે એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. મનોજ બાજપેયી ફિલ્મોમાં કામ કરતા પહેલા થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરી ચુક્યા છે. પછી તે ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યા હતા.

મુંબઈમાં શરૂઆતના સમયમાં મનોજને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને સાચી અને મોટી ઓળખ ફિલ્મ ‘સત્યા’થી મળી હતી. તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1994માં આવેલી ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’થી થઈ હતી.

શાહરૂખ ખાન: શાહરૂખ ખાને પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી. તે સિરિયલ ‘ફૌજી’માં કામ કરી ચુક્યા છે. ત્યાર પછી તેમણે વર્ષ 1992માં ઋષિ કપૂર અને દિવ્યા ભારતીની ફિલ્મ ‘દીવાના’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું. શાહરૂખ દેશ અને દુનિયામાં લોકપ્રિય છે.

શાહરૂખ ખાન હિન્દી સિનેમાની સાથે જ દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાંથી એક છે. શાહરૂખે પોતાના મિત્રોને પહેલેથી જ કહી દીધું હતું કે એક દિવસ હું મુંબઈ શહેર પર રાજ કરીશ. શાહરૂખ પણ ઘણી વખત સ્ટેશન પર સૂઈ ચૂક્યા છે. પરંતુ સંઘર્ષ અને મહેનતે તેમને ખૂબ જ સફળ બનાવ્યા છે.