હોલિવુડથી લઈને બોલીવુડ સુધીના આ 5 સ્ટાર્સ પબ્લિક સામે ખાઈ ચુક્યા છે જોરદાર થપ્પડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ હોય કે પછી હોલીવુડ સ્ટાર્સ, વિવાદ સાથે તેમનો જુનો સંબંધ છે. કલાકારો વચ્ચે કેટ ફાઈટ કોઈ નવી વાત નથી, પરંતુ કેટલીકવાર સ્ટાર્સની કેટલીક એવી ક્ષણો કેમેરામાં કેદ થઈ જાય છે, જેને તેઓ ફરી ક્યારેય યાદ કરવા ઈચ્છતા નથી. ઓસ્કરના સ્ટેજ પર અભિનેતા વિલ સ્મિથે આજે ક્રિસ રોકને થપ્પડ મારી હતી. અને આવા જ કિસ્સા બોલીવુડમાં પણ ઘણી વખત થઈ ચુક્યા છે પરંતુ તેના કારણો અલગ-અલગ રહ્યા છે. ચાલો જાણીએ ક્યા સેલિબ્રિટી સાથે ક્યારે શું થયું હતું. આ સેલિબ્રિટીઓમાં ઈશા દેઓલ, અમૃતા રાવ, કરીના કપૂર, બિપાશા બાસુ જેવી ઘણી હસ્તીઓ શામેલ છે

ઓસ્કર 2022 ના સ્ટેઝ પર પહેલા ક્યારેય નથી થયું આવું: ઓસ્કર 2022ના સ્ટેઝ પર આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. અભિનેતા વિલ સ્મિથને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે સ્ટેજ પર જઈને પ્રઝેંટર ક્રિસ રોકને થપ્પડ મારી દીધી. વિલ સ્મિથને ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ અભિનેતાનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે, પરંતુ આ પહેલા હોસ્ટ ક્રિસ રોક સાથે કોઈ વાત પર લડાઈ થઈ હતી. ખરેખર હોસ્ટ ક્રિસ સ્ટેજ પર વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથના વાળ પર કમેંટ કરી રહ્યા હતા અને તે આ સાંભળીને તેમને ગુસ્સો આવી ગયો. ક્રિસે જેડાની ટાલ તરફ ઈશારો કરતા કહ્યું કે ફિલ્મ G.I. Jane માં તેમને ટાલના કારણે કાસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે જેડા એ ફિલ્મ માટે પોતાના વાળ કપાવ્યા ન હતા. જણાવી દઈએ કે તે એલોપેસીયાની સમસ્યાનો સામનો કરી રહી છે, જેના કારણે માથા પરથી વાળ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. એટલા માટે તેણે પોતાના વાળ કાપી નાખ્યા છે. બસ વિલને આ વાત પસંદ ન આવી અને તેણે તેને જોરથી થપ્પડ મારી.

ગૌહર ખાન પર થયો હતો હુમલો: વર્ષ 2014માં ગૌહર ખાન એક ઈવેન્ટમાં પરફોર્મ કરી રહી હતી. ગૌહર મુંબઈના ગોરેગાંવ, ફિલ્મ સિટીમાં એક રિયાલિટી શોનું શૂટિંગ કરી રહી હતી, જ્યાં એક છોકરાએ તેને થપ્પડ મારી દીધી હતી. ગૌહર સાથે બનેલી આ ઘટના પછી તે વીડિયોમાં રડતા જોવા મળી હતી. છોકરાએ થપ્પડ મારતા કહ્યું હતું કે મુસ્લિમ થઈને તે આટલા ટૂંકા કપડાં પહેરે છે. ગૌહર પર આ હુમલો ત્યારે થયો જ્યારે શોનો બ્રેક ચાલી રહ્યો હતો.

ઈશા દેઓલ એ અમૃતાને મારી હતી થપ્પડ: ઈશા દેઓલ અને અમૃતા રાવ વચ્ચે લડાઈ એક સમયે મારપીટ સુધી પહોંચી ગઈ હતી. ઈશા દેઓલે ફિલ્મના સેટ પર અમૃતાને થપ્પડ મારી હતી. વર્ષ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યારે મોહન’નું શૂટિંગ ચાલી રહ્યું હતું અને કહેવાય છે કે સેટ પર અમૃતાએ ઈશા દેઓલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, ત્યાર પછી તેણે તેને થપ્પડ મારી હતી.

કરીના અને બિપાસાનો કિસ્સો: આવી જ થપ્પડનો એક કિસ્સો કરીના કપૂર અને બિપાશા બાસુ વચ્ચે પણ બની ચુક્યો છે. કરીના કપૂર ખાન અને બિપાશા બાસુ ફિલ્મ અજનબીમાં એકસાથે જોવા મળી હતી અને આ દરમિયાન બંને વચ્ચે લડાઈના કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ કરીનાના ડિઝાઇનરે તેને જાણ કર્યા વગર બિપાશાની મદદ કરી અને ગુસ્સામાં બેબોએ અભિનેત્રીને કાલી બિલ્લી તો કહ્યું જ સાથે જ થપ્પડ પણ મારી. બિપાશાએ ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે તે કરીના સાથે ક્યારેય કામ નહીં કરે.

કરણ સિંહ ગ્રોવર: બિપાશાના પતિ કરણ સિંહ ગ્રોવરને તેની પૂર્વ પત્ની જેનિફર વિંગેટે ટીવી શોના સેટ પર થપ્પડ મારી હતી. કહેવાય છે કે જેનિફરને કરણના અફેર વિશે જાણ થઈ હતી અને તેણે ટીવી સેટ પર ક્રૂની સામે તેને થપ્પડ મારી દીધી. પછી તે હંમેશા માટે અલગ થઈ ગયા.