ગાર્ડનના ખૂબ જ શોખીન છે બોલીવુડના આ 4 સ્ટાર્સ, પોતાના ઘરમાં જ બનાવ્યું છે સુંદર ગાર્ડન, જુવો તેની તસવીરો

બોલિવુડ

દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં વીકએન્ડ લોકડાઉન તો કેટલીક જગ્યા પર સંપૂર્ણ લોકડાઉન લાગાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે કોરોનાની બીજી લહેરના જીવલેણ પરિણામને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર તેમના ઘરોમાં વધુ સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન સ્ટાર ઘરે અનેક પ્રકારના કામ કરીને પોતાને વ્યસ્ત રાખી રહ્યા છે. કેટલાક સેલેબ્સ ઘરે વર્કઆઉટ કરતા જોવા મળે છે તો કેટલાક સ્ટાર એવા પણ છે જે ગાર્ડનની સજાવટ કરતા જોવા મળે છે. આજે, અમે તમને કેટલાક એવા સ્ટાર વિશે જણાવીશું જેમને ગાર્ડનિંગ ખૂબ પસંદ છે અને તેઓ પોતાનો ફ્રી સમય ગાર્ડનમાં પસાર કરવાનું પસંદ કરે છે.

સલમાન ખાન: બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની વાત કરીએ તો સલમાન તેના પનવેલ ફાર્મહાઉસમાં ખાસ સમય પસાર કરે છે. ગયા વર્ષના લોકડાઉન દરમિયાન સલમાન ખાને આ ફાર્મહાઉસમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કર્યો હતો. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં સલમાન ખાન ખેતી કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે સલમાન ખાનના આ ફાર્મહાઉસમાં ગાર્ડન ઉપરાંત સ્વીમીંગ પૂલ અને જીમ પણ છે.

અક્ષય કુમાર: ખેલાડી અક્ષય કુમાર વિશે વાત કરીએ તો અક્ષય પણ ઘણી વખત તેની પત્ની ટ્વિંકલ અને બાળકો સાથે ઘરના ગાર્ડનમાં સારો સમય પસાર કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે અક્ષય કુમારના જુહુમાં આવેલા ઘરમાં એક મોટું ગાર્ડન છે. ટ્વિંકલ ખન્ના ઘણીવાર સોશ્યલ મીડિયા પર તેના ગાર્ડનની તસવીરો શેર કરતી જોવા મળે છે. તે જ સમયે, અક્ષય કુમારને તેના ગાર્ડનમાં ફૂલ-છોડ સાથે પણ ખૂબ લગાવ છે.

સૈફ અલી ખાન: બોલિવૂડના નાના નવાબના ગુરુગ્રામમાં આવેલું પટૌડી પેલેસ વારનવાર હેડલાઇન્સમાં રહે છે કેમ કે સૈફ અલી ખાન જ્યારે પણ તેના પરિવાર સાથે પટૌડી જાય છે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જણાવી દઈએ કે પટૌડી પેલેસમાં સ્વિમિંગ પુલથી લઈને લક્ઝરી ગાર્ડન અને લોન એરિયા પણ છે. જણાવી દઈએ કે પટૌડી પરિવારની ઘણી તસવીરોમાં આ ગાર્ડન જોવા મળે છે. સૈફ અને કરીનાના લાડલા તૈમૂર અલી ખાન પણ ઘણી વખત મસ્તી કરતા જોવા મળે છે. પટૌડી આવીને તૈમુર અલી ખાન પોતાના પિતા સાથે ઘણી વખત પિતા સાથે ખેતરોમાં જોવા મળે છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રા: ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી વિશે વાત કરીએ તો, તમે ઘણીવાર એક્ટ્રેસને તેનો ફિટનેસ વીડિયો શેર કરતા જોઇ હશે. શિલ્પા શેટ્ટી મોટાભાગે તેના ગાર્ડનમાંથી ફિટનેસ વીડિયો શૂટ કરે છે. તે જ સમયે અભિનેત્રીના ગાર્ડનમાં વિશાળ મહાત્મા બુદ્ધની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. શિલ્પાએ તેના ગાર્ડનમાં છોડ ઉપરાંત વિવિધ પ્રકારની શાકભાજી પણ ઉગાડી છે. જેમાં ફુદીનો, રિંગણ, મરચા સહિત તમામ પ્રકારની શાકભાજી શામેલ છે. જણાવી દઈએ કે શિલ્પા પોતાનો ફ્રી ટાઇમ ગાર્ડનમાં પસાર કરવાનું પસંદ કરે છે.