આ 7 બોલીવુડ સ્ટાર્સનું અંગ્રેજી છે ખૂબ જ વીક, આજે પણ નથી કરી શકતા યોગ્ય રીતે વાત, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જે લોકોનું અંગ્રેજી નબળું હોય છે તેમની અંદર કોન્ફિડંસ લેવલ પણ ઓછું હોય છે. જ્યારે કોઇ ફટાફટ અંગ્રેજી બોલનાર વ્યક્તિ સામે આવી જાય છે તો તેમની બોલતી બંધ થઈ જાય છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઠીકઠાક અંગ્રેજી આવડતી હોય છે, પરંતુ જ્યારે બોલવાની વાત આવે છે, ત્યારે તેમની પણ બોલતી બંધ થઈ જાય છે. તેની અંદર કોન્ફિડંસના અભાવને કારણે, તેમને અંગ્રેજી આવડતું હોવા છતા પણ તે બોલી શકતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે આવું માત્ર સામાન્ય વ્યક્તિની સાથે જ નહિં પરંતુ મોટા-મોટા સેલેબ્સની સાથે પણ થાય છે.

તમે જોયું જ હશે કે ક્રિકેટ ટૂર્નામેન્ટના ઘણા ખેલાડીઓ હિન્દીમાં વાત કરે છે જ્યારે કેટલાક અંગ્રેજી ભાષા સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. આવા જ કંઈક હાલ બોલિવૂડના પ્રખ્યત સ્ટાર્સના છે. ભલે આ સ્ટાર્સનું અંગ્રેજી નબળું છે, પરંતુ આજે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. આજની પોસ્ટમાં અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સનો પરિચય કરવા જઈ રહ્યા છીએ, જેમનું અંગ્રેજી નબળું છે અને જેઓ અંગ્રેજી બોલવાથી દૂર રહે છે.

કંગના રનૌત: જણાવી દઈએ કે કંગના ભલે બોલીવુડની ક્વીન હોય પરંતુ તેનું અંગ્રેજી થોડું નબળું છે. હાલમાં તો તેનું અંગ્રેજી ઠીક ઠાક થઈ ગયું છે પરંતુ જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનો હાથ અંગ્રેજીમાં બિલકુલ ટાઈટ હતો. આ વાતને લઈને એક વખત કરણ જોહરે પોતાના શોમાં તેમની મજાક પણ ઉડાવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકી: નવાઝુદ્દીન બોલિવૂડના સુપરસ્ટાર છે. આજે તેનું નામ દિગ્ગજ કલાકારોમાં શામેલ છે. જણાવી દઈએ કે બોલીવુડમાં આવતા પહેલા નવાઝની આર્થિક સ્થિતિ નબળી હતી. આર્થિક તંગીને કારણે તેમનો અભ્યાસ યોગ્ય રીતે થઈ શક્યો નહીં, જેના કારણે તેમનું અંગ્રેજી પણ નબળું છે.

કપિલ શર્મા: કપિલ શર્મા આજે કોમેડીના ક્ષેત્રમાં એક મોટું નામ છે. આજે તેમનું ઉઠવું-બેસવું મોટા-મોટા સ્ટાર્સ સાથે છે. તાજેતરમાં કપિલની પત્ની ગિન્નીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. કપિલનો પણ અંગ્રેજીમાં હાથ નબળો છે અને તેની તે પોતે પણ મજાક બનાવે છે.

ગોવિંદા: ગોવિંદા બોલિવૂડનો કોમેડી કિંગ નંબર વન છે. તેમનું નામ 90 ના દાયકાના શ્રેષ્ઠ કલાકારોમાં શામેલ છે. ગોવિંદાને તેની ફિલ્મી કારકિર્દીમાં 12 ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ ગોવિંદા હિન્દીમાં વાત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે.

અક્ષય કુમાર: અક્ષય કુમાર બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકના ફેવરિટ છે. એક વર્ષમાં તેની ઘણી ફિલ્મો આવે છે જે કરોડોની કમાણી કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષય જેવા સુપરસ્ટારને પણ અંગ્રેજી ભાષાથી ડર લાગે છે. તે ઘણીવાર હિન્દીમાં વાતચીત કરતા જોવા મળે છે.

હેમા માલિની: આ લિસ્ટમાં આગળનું નામ બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનું છે. જ્યારે હેમા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે હિંદીની જેમ તેમની અંગ્રેજી પણ ડામાડોલ હતી. જોકે આજે પણ હાલ કંઈક આવા જ છે પરંતુ હવે તે પહેલા સારી થઈ ગઈ છે.

ધર્મેન્દ્ર: ધર્મેન્દ્ર તેના સમયમાં બોલિવૂડના સુપરસ્ટાર હતા. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો હી-મેન તરીકે ઓળખે છે. ધર્મેન્દ્ર એક પંજાબી પરિવારમાંથી આવે છે અને તે માત્ર હિન્દી અને પંજાબીમાં જ બોલવાનું પસંદ કરે છે. જો કે ધર્મેન્દ્ર અંગ્રેજી બોલે છે પરંતુ ખૂબજ ફ્કૂઅંટ નથી.