આ છે બોલીવુડના 6 સૌથી મોંઘા છુટાછેડા, આ સુપરસ્ટારને તેની પત્નીને આપવા પડ્યા હતા 400 કરોડ રૂપિયા

બોલિવુડ

ફિલ્મોની દુનિયામાં સંબંધો બનવા અને તૂટી જવા એ સામાન્ય વાત છે. કોઈના દિલના તાર કોની સાથે ક્યારે જોડાય છે અને ક્યારે તૂટી જાય છે તે વિશે કંઈ કહેવું ખૂબ મુશ્કેલ છે. બોલિવૂડમાં ઘણી કપલના સંબંધો ખૂબ ખાસ અને ચર્ચામાં રહ્યા છે. બીજી બાજુ બોલિવૂડમાં કેટલાક છૂટાછેડા એવા રહ્યા છે, જેમણે ખૂબ મોટી હેડલાઇન્સ બનાવી છે. આજે અમે તમને હિન્દી સિનેમાના 6 સૌથી મોંઘા છુટાછેડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે આ અલગ થઈ ત્યારે ઘણા સ્ટાર્સને ખૂબ મોટી રકમ ચુકવવી પડી હતી.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર: 90 ના દાયકામાં પોતાની એક્ટિંગથી અપાર સફળતા મેળવનાર કરિશ્મા કપૂરના લગ્ન પહેલા અભિષેક બચ્ચન સાથે થવાના હતા. બંનેની સગાઈ થઈ ચુકી હતી, પરંતુ કેટલાક કારણોસર સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર પછી કરિશ્માના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે ઘણી વખત મતભેદ જોવા મળ્યા અને છેવટે 2003 માં થયેલા લગ્ન વર્ષ 2016 માં 13 વર્ષ પછી સમાપ્ત થયા. બંને બે બાળકો સમાયરા અને કિયાનના માતાપિતા બન્યા હતા. છૂટાછેડા પછી કરિશ્માને બાળકોની કસ્ટડી મળી હતી. છૂટાછેડા પછી સંજયના પિતાનો મુંબઈ વાળો ફ્લેટ કરિશ્માના નામે કરવામાં આવ્યો હતો. ઉપરાંત સંજયે તેના બે બાળકોના નામે 14 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા, જેનું વ્યાજ દર મહિને 10 લાખ રૂપિયા કરિશ્માને જ મળે છે.

રિતિક રોશન અને સુઝૈન ખાન: રિતિક રોશન અને સુઝૈન ખાનના છૂટાછેડા હિન્દી સિનેમાના સૌથી મોંઘા છૂટાછેડા છે. જણાવી દઈએ કે છૂટાછેડા પછી સુઝૈને એલિમની તરીકે 400 કરોડ રૂપિયાની માંગ કરી હતી, જોકે મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, રિતિક તરફથી સુઝૈનને 380 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રિતિક રોશન અને સુઝૈન ખાનના લગ્ન વર્ષ 2000 માં થયા હતા. બંનેનો સંબંધ 14 વર્ષ પછી 2014 માં છૂટાછેડા સાથે સમાપ્ત થયો હતો. બંને બે પુત્રોના માતા-પિતા છે. જો કે છૂટાછેડા પછી પણ બંને મોટા ભાગે તેમના પુત્રો સાથે ઘણીવાર સાથે જોવા મળે છે.

ફરહાન અખ્તર અને અધુના ભબાની: અભિનેતા ફરહાન ખાન હાલમાં શિબાની દાંડેકર સાથે રિલેશનશિપમાં છે, પરંતુ તે પહેલા તે અધુના ભબાની સાથે લગ્ન કરી ચુક્યા હતા. ફરહાન અખ્તર અને અધુના ભબાનીએ વર્ષ 2000 માં લગ્ન કર્યાં હતાં, જ્યારે વર્ષ 2017 માં બંનેનાં છૂટાછેડા થયાં હતાં. છૂટાછેડા પછી ફરહાનને પોતાનો બાંદ્રા વાળો બંગલો ‘વિપાસના’ અધુનાના નામે ક્રવો પડ્યો હતો. છૂટાછેડા પછી બાળકોની કસ્ટડી પણ અધુનાને મળી હતી. અધુનાના નામે બંગલો કરવા ઉપરાંત ફરહાનને બાળકોના ભવિષ્યની સુરક્ષા માટે પણ રોકાણ કરવું પડ્યું હતું.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ: સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા સમાચારોમાં હતા. આજે પણ બંનેના સંબંધોની ખૂબ ચર્ચા થાય છે. 1991 માં અમૃતાએ પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. આ સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો નહિં અને વર્ષ 2004 માં બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછીના એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, મારે અમૃતાને 5 કરોડ આપવાના છે, તેમાંથી 2.5 કરોડ હું તેમને આપી ચુક્યો છું. આ ઉપરાંત મારે દર મહિને 1 લાખ રૂપિયા મારા પુત્ર માટે આપવાના છે, જ્યાં સુધી તે 18 વર્ષનો ન થાય. હું શાહરૂખ ખાન નથી, મારી પાસે આટલા પૈસા પણ નથી. મેં અમૃતાને વચન આપ્યું છે કે બાકીના પૈસા પણ ચુકવી આપીશ.”

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા: અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો સંબંધ લગ્નના 18 વર્ષ પછી સમાપ્ત થયો હતો. છૂટાછેડા પછી મલાઇકાએ અરબાઝ પાસેથી ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી, બદલામાં અરબાઝે 15 કરોડની રકમ ચૂકવી હતી. છૂટાછેડા પછી પુત્ર અરહાનની કસ્ટડી પણ મલાઈકા અરોરાને મળી હતી.

સંજય દત્ત અને રિયા પિલ્લઇ: સુપરસ્ટાર સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા, જ્યારે 2008 માં બંનેના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી સંજયે રિયાને સી-ફેસિંગ લક્ઝરી એપાર્ટમેન્ટ અને લક્ઝરી કાર આપી હતી. રિયા પછી સંજય દત્તે માનતા દત્ત સાથે સાત ફેરા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.