સુંદરતા અને હોટનેસમાં અભિનેત્રીઓ કરતા આગળ છે આ સિંગર્સ, સ્ટાઈલ પણ છે સૌથી યૂનિક, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલીવુડ ફિલ્મોમાં એકથી એક ચઢિયાતી અભિનેત્રી જોવા મળે છે. તેમની સુંદરતા જોઈને દરેક તેમના દિવાના થઈ જાય છે. ફિલ્મો હોય કે પછી આઈટમ સોંગ હોય આ અભિનેત્રીઓ દરેક જગ્યાએ પોતાના જલવા ફેલાવતી જોવા મળે છે. પરંતુ એક સુદરતા અન્ય હોય છે કે પડદા પાછળ હોય છે. જેને દરેક જોઈ શકતા નથી. આપણે વાત કરી રહ્યા છીએ બોલિવૂડ સિંગર્સની. એવી સિંગર્સ જે સ્ટાઈલ અને ગ્લેમરમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે.

નેહા કક્કર: નેહા કક્કર આજકાલ કોઈપણ અભિનેત્રી કરતા વધુ પ્રખ્યાત છે. તેને દેશના દરેક બાળકો પણ ઓળખે છે. જેટલો સુંદર તેનો અવાજ છે, તેટલી જ સુંદર તે પોતે પણ છે. નેહા કક્કર સિંગિંગ ઉપરાંત પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. નેહા જ દેશમાં હાઈ વેસ્ટ જિંસ સાથે ક્રોપ ટોપની ફેશન લાવી છે. તેને તેની સુંદરતા માટે પણ પસંદ કરવામાં આવે છે.

શાલ્મલી ખોલગડે: શાલ્મલી ખોલગડે આ નામ ખૂબ ઓછા લોકો જાણતા હશે. આ સિંગરે ઇશ્કઝાદેના ગીત ‘મેં પરેશાન’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમને આ ગીત માટે એક એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. શાલ્મલી ખોલગડે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર માટે પણ જાણીતી છે.

અદિતિસિંહ શર્મા: અદિતિ સિંહ શર્મા અત્યાર સુધીની ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ બતાવી ચુકી છે. બોલિવૂડમાં અદિતિ સિંહ શર્માને પહેલો બ્રેક અનુરાગ કશ્યપની ફિલ્મ દેવડીથી મળ્યો હતો. આ સિંગર બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગીત ગાઈ ચુકી છે.

કનિકા કપૂર: બેબી ડોલ, ચિટ્ટિયા કલાઈયાં ગીતથી પ્રખ્યાત પંજાબી સિંગર કનિકા કપૂર પણ લૂકમાં ખૂબ જ સુંદર છે. સુંદર ચેહરા પર વાદળી આંખો જોઈને દરેક તેમના દીવાના થઈ જાય છે. કનિકાને ફિલ્મ ફેયર એવોર્ડ થી પણ સમ્માનિત કરવામાં આવી છે.

શ્વેતા પંડિત: શાસ્ત્રીય ગાયક પદ્મ વિભૂષણથી સમ્માનિત પંડિત જસરાજની ભત્રીજી સિંફર શ્વેતા પંડિત પણ ખૂબ જ એટ્રેક્ટિવ છે. તેમણે બોલિવૂડ ફિલ્મો માટે ઘણા ગીતો આપ્યા છે. શ્વેતા ભાગ ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

અનુષ્કા મનચંદા: અનુષ્કા મનચંદા હંમેશા તેની બોલ્ડ સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. તેની સેક્સી ટોડ ફિગર અને ફેશન સ્ટેટમેન્ટને કારણે તે બોલીવુડની તમામ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેણે લાઇફ ઇઝ એ ગેમ (તીન પટ્ટી), મીટ જાયે ગમ (દમ મારો દમ), અલ્લા દુહાઈ હૈ (રેસ), બેઝુબાન ફિર સે (એબીસીડી 2), મનમા ઈમોશન જાગે (દિલવાલે) જેવા ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

નીતિ મોહન: નીતિ મોહન પણ બોલિવૂડની ઉભરતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના ગીત ‘ઇશ્ક વાલા લવ’ થી કરી હતી. આ ગીત તે વર્ષના સૌથી મોટા હિટ તરીકે ઉભરી આવ્યું હતું. નીતિ મોહન પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે. તે તેની યૂનિક સ્ટાઇલ અને ફેશન માટે જાણીતી છે.

મોનાલી ઠાકુર: મોનાલી ઠાકુરનો અવાજ ખૂબ જ મધુર છે. મોનાલી ઈન્ડિયન આઇડોલ 2 માં જોવા મળી હતી. આ શોમાંથી બહાર નીકળ્યા પછી પણ અનુ કપૂરે તેને ફિલ્મ જાને-એ-મન માં ગાવાની તક આપી હતી. ત્યાર પછી તેણે પ્રીતમ સાથે રેસના બે ગીત ગાયાં હતા. મોનાલી ઠાકુર પણ સુંદરતાની બબાત કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે ખૂબ સ્ટાઇલિશ છે.