બોલીવુડની આ સૌથી સુંદર અભિનેત્રી સાથે થવાના હતા અભિનેતા સંજય દત્તના લગ્ન, પરંતુ…

બોલિવુડ

ફિલ્મ ‘એક દુજે કે લિયે’ આ ફિલ્મ 1981 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો એક સુંદર હિરોઇન રતિ અગ્નિહોત્રીએ. તેમાં તેની સાથે કમલ હાસન હતો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તે સમયે આ ફિલ્મના બધા ગીત પણ સુપરહિટ થયા હતા. આ ફિલ્મ પછી રતિ પાસે એક પછી એક ફિલ્મોની લાઈન લાગી હતી. જોત જોતામાં રતિ અગ્નિહોત્રી 80 ના દાયકામાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી બની હતી.

રતિ અગ્નિહોત્રીનો જન્મ મુંબઇમાં રહેતા એક પંજાબી પરિવારમાં થયો હતો. તે અહીં થોડા દિવસો રહી શકી અને તેના પિતાનું ટ્રાંસફર ચેન્નાઈ શહેરમાં થઈ ગયું હતું. તેથી, તેમણે આ શહેરમાં અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેણે તેમની શાળામાં ઘણા સ્ટેજ શોમાં ભાગ લીધો હતો. આવી જ રીતે એક વખત સાઉથની ડિરેક્ટર ભારતી રાજાની નજર રતિ પર પડી ગઈ. રતિની એક્ટિંગ અને સુંદરતા જોઈને તેણે રતિને તેની ફિલ્મમાં લઈ લીધી.

રતિને જ્યારે પહેલીવાર એક્ટિંગ કરવાની તક મળી ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ હતી. તેમની પહેલી ફિલ્મ વઠીયા પુરગુલ 1979 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી રતિએ ખૂબ પ્રસિદ્ધિ મેળવી અને 3 વર્ષમાં 32 તેલુગુ ફિલ્મોમાં એક્ટિંગ કરી. ત્યાર પછી જ તેણે હિન્દી ફિલ્મોમાં પગલું ભર્યું અને અહીં પણ સફળતા મેળવી.

અભિનેત્રી રતિને એક દુજે કે લિયે ફિલ્મ ઉપરાંત કુલી, બોક્સર, કરિશ્મા કુદરત કા, મેરા ફૈસલા, જૉન જાની જનાર્દન, એક સે ભલે દો, તવાયફ, દિલ તુઝકો દીયા, દાદાગીરી, યાદેં, ચૂપકે સે, કાંટે, સોચા ન થા, લક, બિન બુલાએ બારાતી, પહચાન, જીમ્મી, શાદી કે સાઈડ ઈફેક્ટ્સ, સિંઘ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. આજે આ અભિનેત્રી રતિ તેની બહેન અનિતા અગ્નિહોત્રી સાથે લાઈમલાઈટથી દૂર પોલેન્ડમાં રહે છે. પરંતુ તે હંમેશાં તેની ફિલ્મો અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહી હતી.

રતિ અગ્નિહોત્રીના સંજય દત્ત સાથેના પ્રેમસંબંધની ચર્ચા થઈ હતી. સંજય અને રતિએ એક સાથે મેરા ફૈસલા, જૉની આઈ લવ યુ અને મેં આવારા હૂ જેવી ફિલ્મોમાં સાથે રોમાંસ કર્યો હતો. તે દરમિયાન બંનેના અફેયરને લઈને બજારમાં ઘણા સમાચાર છપાયા હતા. સંજયે એક વખત પોતાના ઇન્ટરવ્યુમાં રતિ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ આ અભિનેત્રીએ પણ સ્વીકાર્યું હતું કે તે સંજય દત્તને પ્રેમ કરે છે અને આટલું જ નહીં સંજય તેની જિંદગીનો પહેલો પ્રેમ છે.

જણાવી દઈએ કે આ બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે તેમની વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પરંતુ તે સમયે સંજયના જીવનમાં રતિ કરતાં વધારે કોઈ મહત્વપૂર્ણ હતું તો તે હતી તેમની ડ્રગ્સની ટેવ. સંજય ડ્રગ્સમાં ડૂબી રહ્યો હતો અને બીજી તરફ રતિ તેનાથી દૂર થઈ રહી હતી. સંજય દત્ત પછી રતિનું નામ બિઝનેસમેન અને આર્કિટેક્ટ અનિલ વિરમાની સાથે જોડાયું હતું. તેણે 1985 માં તેની સાથે લગ્ન કર્યા. 2015 માં રતિએ પણ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા.