માતાના ખોળામાં જોવા મળી રહેલું આ નાનું બાળક આજે બની ચુક્યો છે બોલીવુડનો નંબર 1 હીરો, જાણો કોણ છે તે

બોલિવુડ

ફિલ્મી દુનિયામાં જેના નસીબનો સિક્કો ચાલે છે તે સૌથી મોટા સ્ટાર બની જાય છે. કેટલાક એવા જ સુપર સ્ટાર્સ ફિલ્મી દુનિયામાં છે જે નસીબની સાથે જ પોતાની મેહનતના આધારે પણ નામ કમાઈ ચુક્યા છે. તેમાંથી જ એક સ્ટાર્સ છે આ બાળક જે પોતાની માતાના ખોળામાં બેઠેલું છે. આ બાળક બોલીવુડનો સૌથી મોટો હીરો બની ચુક્યો છે જેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. બની શકે છે કે તમે પણ આ બાળકના ફેન છો, શું તમે સમજી શકો છો કે અમે કયા સુપરસ્ટારની વાત કરી રહ્યા છીએ, ચાલો આ રહસ્ય ખોલીએ.

આ છે તે સુપર સ્ટાર: બોલિવૂડના જે સુપરસ્ટારની તેની માતા સાથે આ તસવીર છે તે કોઈ અન્ય નહીં પરંતુ સલમાન ખાન છે. હા, બોલિવૂડના નંબર વન હીરો સલમાન ખાન આ તસવીરમાં પોતાની માતા સલમા ખાન સાથે બેઠેલા છે. સલમાન ખાનનું સ્ટારડમ એવું છે કે તેને પોતાની ફિલ્મમાં લેવા માટે ડાયરેક્ટરોની લાઈન લાગે છે. ફિલ્મમાં તેની હાજરી સફળતાની ગેરંટી માનવામાં આવે છે. આ કારણથી જ તેને બોલિવૂડના સૌથી મોટા સ્ટાર કહેવામાં આવે છે. તેના ચાહકો અન્ય હીરો કરતા ઘણા વધુ છે.

ઈંદોરમાં થયો હતો 56 વર્ષના સલમાનનો જન્મ: સલમાન ખાન આ સમયે 56 વર્ષના છે અને તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં થયો હતો. તેમનું પૂરું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. આ નામ ખૂબ ઓછા લોકો જાણતા હશે કારણ કે દુનિયા તેને સલમાનના નામથી જ ઓળખે છે. તેમનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો.

સલમાન ખાન અત્યારે કુંવારા છે પરંતુ તેમના ઘણા અફેર રહી ચુક્યા છે. તેમના નામ સાથે કેટરીના કૈફ, સોમી અલીથી લઈને સંગીતા બિજલાની સુધીના નામ જોડાઈ ચુક્યા છે. સાથે જ સૌથી ગંભીર અફેર તેમનું એશ્વર્યા રાય સાથે હતું.

આ ફિલ્મથી શરૂ કરી કારકિર્દી: સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાર દાયકા થવા જઈ રહ્યા છે. તેમણે વર્ષ 1988માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મનું નામ ‘બીવી હો તો ઐસી’ હતું. આ ફિલ્મ પછી સલમાન ખાનને જેણે ઓળખ અપાવી તે ફિલ્મ હતી ‘મૈંને પ્યાર કિયા’. આ ફિલ્મ પછી સલમાન ખાનની ગણતરી ઉભરતા સ્ટાર્સમાં થવા લાગી. સલમાને પણ આ ફિલ્મ પછી પાછળ વળીને નથી જોયું અને સાજન, હમ આપકે હૈ કૌન, હમ સાથ-સાથ હૈ થી લઈને બીવી નંબર વન જેવી હિટ ફિલ્મો આપીને નંબર વન સુપરસ્ટાર તરીકે પોતાનું નામ બનાવ્યું હતું. દબંગ હોય કે ટાઇગર, તેણે તમામ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવ્યો.

પિતા લેખક અને બંને ભાઈઓ પણ બોલિવૂડમાં: સલમાનના પરિવારની વાત કરીએ તો તેના પિતા સલીમ ખાન પ્રખ્યાત લેખક છે. સાથે જ તેમના ભાઈઓ અરબાઝ અને સોહેલ ખાન છે. આ બંને પણ એક્ટિંગ કરે છે અને ફિલ્મોમાં સલમાન ખાન સાથે જોવા મળી ચુક્યા છે. સલમાન ખાન પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ચુક્યા છે. કાળા હરણના શિકારની બાબત હોય કે પછી હિટ એન્ડ રન કેસ, સલમાન ઘણી વખત મુશ્કેલીમાં ફસાઈ ચુક્યા છે.