બોલીવુડના આ જીજું-સાળીના સંબંધ વિશે જાણીને થઈ જશો તમે આશ્ચર્યચક્તિ, જાણો શું છે વાસ્તવિક્તા

બોલિવુડ

બોલિવૂડના ઘણા કલાકારો મિત્રતા ઉપરાંત એક ખાસ સંબંધ પણ શેર કરે છે. કોઈ કોઇના જીજું છે તો કોઈ કોઈની સાળી છે. જોકે આ સંબંધ માત્ર નામનો છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી જીજું-સાળીની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ એકબીજા સાથે મજબૂત બોન્ડ શેર કરે છે. કોઈ જિજું-સાળીના સંબંધથી ઉપર એક મિત્રતાનો સંબંધ પણ શેર કરે છે. તો ચાલો જાણીએ તે જોડી વિશે.

કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન: વર્ષ 2012 માં અભિનેતા સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના કપૂર કરિશ્માની નાની બહેન છે. ઘણી વાર સૈફ તેની સાળી સાથે જોવા મળે છે. બંને જીજું-સાળી વચ્ચે એક ખાસ અને સ્ટ્રોંગ બોન્ડ છે. આ બંનેએ સાથે ફિલ્મોમાં કામ પણ કર્યું છે અને જીજું-સાળી ઉપરાંત તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ પણ છે.

રિંકી ખન્ના અને અક્ષય કુમાર: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2001 માં સાત ફેરા લીધા હતા. ટ્વિંકલની એક નાની બહેન પણ છે જેનું નામ રિન્કી ખન્ના છે. રિંકી કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે, જોકે તેની ફિલ્મી કારકીર્દિ ફ્લોપ રહી છે. ટ્વિંકલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, અક્ષય અને રિંકી એન સ્ટ્રોંગ બોન્ડ શેર કરે છે.

શમિતા શેટ્ટી અને રાજ કુંદ્રા: બોલિવૂડની ફિટ અને હિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 માં પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા શેટ્ટીની એક નાની બહેન પણ છે જેનું નામ શમિતા શેટ્ટી છે. શમિતાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ તે તેની મોટી બહેનની જેમ સફળ થઈ શકી નથી. આ જીજું-સાળી વચ્ચે પણ ખૂબ જ સારો બોન્ડિંગ છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી તસવીરો છે જેમાં બંને વચ્ચેના બોન્ડિંગને સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

તનિષા મુખર્જી અને અજય દેવગણ: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણે પ્રખ્યાત અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 1999 માં સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે, કાજોલની એક નાની બહેન પણ છે જેનું નામ તનિષા મુખર્જી છે. તનિષા અને અજય વચ્ચે પણ ખાસ બોન્ડિંગ છે. તે બોલિવૂડની એક પ્રખ્યાત જીજું-સાળીની જોડી પણ છે.

પરિણીતી ચોપડા અને નિક જોનાસ: બોલિવૂડથી લઈને હોલીવુડની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018 માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યાં હતાં. બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપડા પ્રિયંકાની કઝિન સિસ્ટર છે. એવું કહેવામાં આવે છે કે તે બંને વચ્ચે મિત્રતાનો સંબંધ છે.