બોલિવૂડના આ હિટ અને ફ્લોપ ભાઈઓની સંપત્તિમાં છે ખૂબ અંતર, તેમની સંપત્તિ વિશે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડમાં એવી ઘણી ભાઈઓની જોડી છે જે લોકો માટે એક ઉદાહરણ છે, પરંતુ આ ભાઈઓની જોડીમાં માત્ર એક જ તફાવત છે. જ્યાં એક ભાઈ સફળતાના શિખરો સુધી પહોંચી ગયો છે તો બીજો ભાઈ સફળતા મેળવવા માટે માત્ર સંઘર્ષ કરતો રહ્યો. આજે અમે તમને બોલિવૂડના કેટલાક એવા ભાઈઓની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એકબીજાના ભાઈ છે પરંતુ તેમની સંપત્તિમાં ખૂબ જ અંતર છે.

અનુપમ ખેર અને રાજુ ખેર: અનુપમ ખેરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સફળ અભિનેતા માનવામાં આવે છે. અનુપમ ખેરે પોતાની ફિલ્મી કારકિર્દીમાં અત્યાર સુધીમાં 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રાજુ ખેર જે અનુપમ ખેરના નાના ભાઈ છે તેમણે અત્યાર સુધીમાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમને અનુપમ ખેર જેવી સફળતા મળી નથી. અનુપમ ખેરની કુલ સંપત્તિ 7 મિલિયન ડોલર( 500 કરોડ રૂપિયા) છે. જ્યારે તેમના નાના ભાઈ રાજુ ખેરની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર (35 કરોડ રૂપિયા) છે.

આમિર ખાન અને ફૈઝલ ખાન: આમિર ખાન અને ફૈઝલ ખાન સગા ભાઈ છે. આમિર ખાન અને ફૈઝલ ખાને એકસાથે ફિલ્મ ‘મેલા’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. ફૈઝલ ​​ખાન પોતાના મોટા ભાઈ આમિર ખાનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થઈ શક્યા નથી. આમિર ખાનની કુલ સંપત્તિ 180 મિલિયન ડોલર (1291 કરોડ રૂપિયા) છે. જ્યારે ફૈઝલ ખાનની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર (21 કરોડ રૂપિયા) છે.

અજય દેવગણ અને અનિલ દેવગણ: અજય દેવગણને બોલિવૂડના સુપરસ્ટાર માનવામાં આવે છે, પરંતુ તેમના ભાઈ અનિલ દેવગણનું નામ ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું હશે. તમને જણાવી દઈએ કે અનિલ દેવગણ એક ફિલ્મ ડાયરેક્ટર છે. જેમણે અત્યાર સુધીમાં ‘બ્લેકમેલ’, ‘રાજુ ચાચા’ અને ‘હાલ-એ-દિલ’ જેવી ફિલ્મોને ડાયરેક્ટ કરી છે. આ તમામ ફિલ્મો બોલિવૂડ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મો પછી અનિલ દેવગણે કોઈ પણ ફિલ્મને ડાયરેક્ટ કરી નથી. અજય દેવગણની કુલ સંપત્તિ 287 કરોડ રૂપિયા છે અને અનિલ દેવગણની કુલ સંપત્તિ લગભગ 1 મિલિયન ડોલર (7 કરોડ રૂપિયા) છે.

અનિલ કપૂર અને સંજય કપૂર: અનિલ કપૂર અને સંજય કપૂરની જોડી પણ બોલિવૂડમાં હિટ અને ફ્લોપ જોડી માનવામાં આવે છે. અનિલ કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સફળ અભિનેતા છે. જ્યારે સંજય કપૂર બોલિવૂડમાં કોઈ ખાસ ઓળખ મેળવી શક્યા નથી. અનિલ કપૂરની કુલ સંપત્તિ 126 કરોડ છે. સંજય કપૂરની કુલ સંપત્તિ 10 મિલિયન ડોલર (70 કરોડ રૂપિયા) છે.

સલમાન ખાન અને સોહેલ ખાન: સલમાન ખાનને બોલિવૂડના એક સફળ અભિનેતા માનવામાં આવે છે. સલમાન ખાનને બે નાના ભાઈઓ છે. જેમના નામ સોહેલ ખાન અને અરબાઝ ખાન છે. જેમાંથી અરબાઝ ખાન એક સફળ ડિરેક્ટર-પ્રોડ્યુસર છે. જ્યારે સોહેલ ખાનને એક્ટિંગ અને ડિરેક્શન બંનેમાં સફળતા નથી મળી. સલમાન ખાનની કુલ સંપત્તિ 310 મિલિયન ડોલર (2224 કરોડ રૂપિયા) છે. જ્યારે સોહેલ ખાનની કુલ સંપત્તિ 35 કરોડ રૂપિયા છે.