કાંસ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રીઓએ ફેલાવ્યા જલવા, દરેક લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેમની આ સુંદર તસવીરો

બોલિવુડ

ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડ સહિત દુનિયાભરના સ્ટાર્સ ભાગ લે છે. સાથે જ આ વખતે પણ બોલિવૂડની અભિનેત્રીઓ કાન્સમાં રેડ કાર્પેટ પર જાદુ બતાવશે. તેમાં દીપિકા પાદુકોણથી લઈને એશ્વર્યા રાય, પૂજા હેગડે અને હિના ખાન શામેલ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે બીટાઉન અભિનેત્રીઓ શ્રેષ્ઠ લુકમાં જોવા મળે છે. પરંતુ કાન્સના રેડ કાર્પેટ પર બોલિવૂડની આ અભિનેત્રીઓએ સાડી પહેરીને પણ પોતાનો સ્ટાઈલિશ લુક બતાવ્યો.

એશ્વર્યા રાય: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાયની સુંદરતા આખી દુનિયા જુવે છે. સાથે જ તેની ફેશન ચોઈસ પણ આ રેડ કાર્પેટ પર જોવા મળે છે. જેને દરેક જોતા જ રહી જાય છે. પરંતુ કાંસના રેડ કાર્પેટ પર પહેલી વખત શામેલ થવા માટે એશ્વર્યા રાય એ પીળા રંગની સાડી પસંદ કરી હતી. જેને ડિઝાઈનર નીતા લુલાએ ડિઝાઈન કરી હતી.

આ સાથે તે ગ્રીન સાડીમાં પણ રેડ કાર્પેટ પર પહોંચી ચુકી છે. જ્યારે ગોલ્ડન કલરની સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલી સાડીમાં એશ્વર્યા દરેક વખતે હેડલાઈન્સ બનાવવામાં સફળ રહી હતી.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણે પણ પહેલી વખત કાન્સના રેડ કાર્પેટ પર ચાલવા માટે છ મીટર લાંબી સાડી પસંદ કરી હતી. ક્રીમ અને ગોલ્ડન કલરની સાડીમાં દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર 2010માં શામેલ થઈ હતી.

સોનમ કપૂર: બોલિવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂરે કાન્સના રેડ કાર્પેટ પર સાડીને સૌથી અલગ અને સ્ટાઇલિશ રીતે પહેરી હતી. જેમાં તેના નથ વાળો લુક તો દરેકને યાદ હશે. જેમાં તે ગોલ્ડ અને વ્હાઈટ કલરની અનામિકા ખન્ના સાડીમાં તૈયાર થઈ હતી. જેને સોનમ કપૂરે જેકેટ અને નથ સાથે પેયર કરી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ બ્લુ સ્કલ્પચર સાડી પહેરીને તૈયાર થઈ હતી. જેને તેણે સાઇડ બન સાથે પેયર કરી હતી.

કંગના રનૌત: કંગના રનૌત બે વર્ષ સુધી કાન્સમાં ઈંડિયાને રિપ્રેઝંટ કરતા જોવા મળી હતી. અને બંને વર્ષે કંગના એ પોતાના લુકમાં ઈંડિયન ટચને જોડ્યો હતો. સબ્યસાચી મુખર્જીની બ્લેક હેન્ડ કટ સિકુઈન સાડીમાં કંગના તૈયાર થઈ હતી. જેને તેણે સંપૂર્ણ રીતે રેટ્રો લુક આપ્યો હતો. જેમાં વિન્ટેજ લુકની હેરસ્ટાઈલની સાથે જ ચોકલ નેકલેસ અને પોટલી બેગ શામેલ હતું. સાથે જ કંગના રનૌતે વર્ષ 2019માં ગોલ્ડન કાંજીવરમ સાડી સાથે રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. જેને તેણીએ ફાલ્ગુની શેન પીકોકના ગોલ્ડન કોર્સેટ અને વાઈન રેડ કલર ગ્લોવ્સ સાથે પેયર કરી હતી.

વિદ્યા બાલન: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બરમાં શામેલ થઈ ચુકેલી વિદ્યાએ દર વખતે સાડી પહેરીને રેડ કાર્પેટ પર હાજરી આપી છે. જેમાં તેનો એલિગેંટ લુક દરેકને યાદ હશે. વ્હાઇટ અને ગોલ્ડ કલરની સાડીને બ્લેક બ્લાઉઝ સાથે વિદ્યાએ મેચ કરી હતી. જેમાં તેનો રીગલ લુક જોવા મળ્યો હતો.

ડાયના પેન્ટી: અભિનેત્રી ડાયના પેન્ટી પણ વર્ષ 2019માં કાન્સમાં શામેલ થઈ ચુકી છે. જેમાં તેણે પર્લ વ્હાઇટ કલરની સાડી ગાઉનને પસંદ કરી હતી. જેને તેણે પર્લ નેકલેસ સાથે જ બોલ્ડ રેડ લિપસ્ટિક સાથે મેચ કરી હતી.