બોલીવુડની આ અભિનેત્રીઓના ડિંપલ પર ફિદા છે કરોડો દિલ, નંબર 3 ના ડિંપલ છે સૌથી સુંદર

બોલિવુડ

તેરે ચહેરે સે નજર નહીં હટતી નજારે હમ ક્યાં દેખેં, હા આ ગીત આપણા બોલીવુડ ઈંડસ્ટ્રીની અભિનેત્રીઓ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. બોલીવુડ ઈંડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતી સુંદર અભિતેત્રીઓ છે, જે પોતાની સુંદરતા અને ક્યુટનેસથી લાખો દિલો પર રાજ કરે છે. જો કે છોકરાઓને સુંદર છોકરીઓ પસંદ હોય છે, પરંતુ જો તેમની ક્યુટનેસનું રહસ્ય તેમના ગાલ પરના ડિંપલ હોય તો પછી શું કહેવું. છોકરીઓની ક્યુટનેસ પર ચાર ચાંદ લગાવે છે તેમના ગાલ પરના ડિંપલ્સ. તો આજે અમે તમને આ પોસ્ટમાં બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના ડિંપલે તેમની સુંદરતામાં વધારો કર્યો છે.

પ્રીતિ ઝીંટા: એક સમય હતો જ્યારે પ્રીતિ ઝીંટાને બોલીવુડની ડિંપલ ગર્લનો ખિતાબ મળ્યો હતો. જો કે પ્રીતિ ઝીંટા ખૂબ સુંદર હતી, પરંતુ તેના ગાલ પરના ડિંપલ્સે તેને એક ક્યુટનેસ અને એક ઈનોસન્ટ લુક આપ્યો હતો. જણાવી દઈએ કે કરોડો લોકો પ્રીતિ ઝીંટાની સ્માઈલ પર ફીદા થઈ જતાં હતા. જો કે હવે પ્રીતિ ઝીંટા ફિલ્મોથી અંતર બનાવી ચૂકી છે, પરંતુ છતાં પણ આજે પણ લાખો લોકો ફીદા છે.

દીપિકા પાદુકોણ: ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યું કરનારી દીપિકા પાદુકોણ આજના સમયમાં બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી છે. તેણે પોતાની સુંદરતા અને એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. અહીં સુધી રણવીર સિંહ પણ તેની આ સુંદરતાના દિવાના થઈ ગયા હતા. દીપિકાના ગાલ પર પડતા ડિંપલ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.


આલિયા ભટ્ટ: ખૂબ જ નાની ઉંમરે બોલીવુડમાં ડેબ્યું કર્યું અને પોતાની ઓળખ બનાવી લીધી. તેની જોરદાર એક્ટિંગથી આલિયાએ સાબિત કરી દીધું કે તેને જે સ્થાન પ્રાપ્ત થયું છે તે સ્ટાર કિડ હોવાને કારણે નથી થયું પરંતુ તેની પાછળ એક્ટિંગ અને સખત મહેનત છે. આલિયાએ તેની કારકિર્દીમાં ઘણા શ્રેષ્ઠ પાત્રો નિભાવ્યાં છે. એક ચુલબુલી છોકરીથી લઈને સિરિયલ પાત્રને પણ આલિયાએ ખૂબ સારી રીતે નિભાવ્યું છે. જણાવી દઈએ કે આલિયા તેની એક્ટિંગની સાથે તેની ક્યૂટ સ્માઈલ માટે પણ જાણીતી છે. તેના ચહેરાના ડિંપલ તેની સ્માઈલમાં ચાર ચાંદ લગાવે છે.

બિપાસા બાસુ: બોલીવુડની બંગાળી બાલા જે તેની હોટ અને બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. જણાવી દઈએ કે બિપાશા બાસુએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે જેટલી હોટ અને બોલ્ડ છે, તેના ચહેરા પરના ડિંપલ્સ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.