બોલીવુડની આ 8 અભિનેત્રીઓના બાળકો પસંદ નથી કરતા તેમની માતાની ફિલ્મો જોવી, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની એક ઝલક જોવા માટે ચાહકો કોઈપણ હદ સુધી જાય છે. કેટલાક તેમની ફેવરિટ અભિનેત્રીની ફિલ્મ વારંવાર જુવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમના બાળકો તેમની ફિલ્મો જોવાનું પસંદ કરતા નથી. આજે અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જૂહી ચાવલા: 90 ના દાયકાની સુંદર અભિનેત્રી જૂહી ચાવલાનો પુત્ર, તેની માતાની ફિલ્મો જોતો નથી. જુહીએ એકવાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી ફિલ્મોમાં રોમેન્ટિક સીન હોવાને કારણે મારા પુત્રને મારી ફિલ્મો જોવાનું પસંદ નથી. તે મને રોમાંસ કરતા જોઈને અસ્વસ્થતા અનુભવે છે.

કાજોલ: કાજોલે તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ તેમના બાળકો મમ્મીની એક પણ ફિલ્મ જોવી પસંદ કરતા નથી. તેનાં કારણોનો ઉલ્લેખ કરતાં કાજોલે કહ્યું હતું કે મારું ફિલ્મોમાં ખૂબ રડવું મારા બાળકોને પસંદ નથી.

માધુરી દીક્ષિત: બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના કરોડો ચાહકો છે, પરંતુ તેના બાળકો તેમની માતાની ફિલ્મો ખૂબ ઓછી જુવે ​​છે. માધુરી કહે છે કે જ્યારે પણ બાળકોને મારી ફિલ્મોમાં કોઈ ચીજ પસંદ આવતી નથી, ત્યારે તેઓ બેધડક બોલી દે છે. તેઓ ખુલીને મારી ફિલ્મોમાં ખામીઓ શોધે છે.

કરિશ્મા કપૂર: 90 ના દાયકમાં દરેક દિલની ધડકન રહી ચુકેલી કરિશ્મા કપૂરની ફિલ્મો તેના બાળકોને જોવી પસંદ નથી. પરંતુ તે તેમની માસી કરીના કપૂરના ચાહકો છે અને તેની ફિલ્મો વધુ જુવે છે.

ટ્વિંકલ ખન્ના: એક સમયે ટ્વિંકલ ખન્ના પણ બોલીવુડ ફિલ્મોની જાન હતી. પરંતુ તેનો પુત્ર આરવ તેની માતાની ફિલ્મોની ખૂબ મજાક ઉડાવે છે. ખાસ કરીને મમ્મીના કિસિંગ સીન પર તે તેમને ખૂબ જ ચીડવે છે. આ વાત ટ્વિંકલે પોતે જ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

નીતુ કપૂર: ઋષિ કપૂરની પત્ની નીતુ પણ એક સમયે હિટ ફિલ્મો આપતી હતી. રણબીર તેની માતાની ફિલ્મો જોતો નથી. તેનું કારણ એ છે કે તે નીતુની ફિલ્મો જોવામાં ખૂબ જ શરમ અનુભવે છે. હવે આ શરમ તેને કઈ વાત પર આવે છે તે તેમણે આજ સુધી જણાવ્યું નથી.

નરગિસ દત્ત: પહેલાના જમાનાની હિટ અભિનેત્રી અને સુનિલ દત્તની પત્ની નરગિસ દત્તની ફિલ્મી કારકિર્દી પણ લાજવાબ રહી છે. પરંતુ સંજયે તેની માતાની ફિલ્મો જોઈ ન હતી. તેનું કારણ તે હતું કે તે તેની માતાને બીજા કોઈ પણ અભિનેતા સાથે રોમાંસ કરતા જોઈ શકતો ન હતો.

1 thought on “બોલીવુડની આ 8 અભિનેત્રીઓના બાળકો પસંદ નથી કરતા તેમની માતાની ફિલ્મો જોવી, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Leave a Reply

Your email address will not be published.