મોટા ઘરમા થયા છે બોલીવુડના આ 6 અભિનેતાના લગ્ન, જાણો તેમાં ક્યા કયા અભિનેતા છે શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમના લગ્ન ફિલ્મી દુનિયાના જાણીતા અને પ્રખ્યાત પરિવારોમાં થયા છે. બોલિવૂડના ઘણા જાણીતા અભિનેતાના સસરા અથવા તો તેમની નજીકના લોકો પણ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. આજે આ લેખમાં અમે તમને એવા અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ બોલિવૂડ સાથે સંબંધ ધરાવતા પરિવારના જમાઈ છે.

ધનુષ: દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ધનુષ એક મોટું નામ છે. બીજી તરફ રજનીકાંત દક્ષિણમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ધનુષ અને રજનીકાંત વચ્ચે સસરા-જમાઈનો સંબંધ છે. જણાવી દઈએ કે સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી એશ્વર્યાના લગ્ન ધનુષ સાથે થયા છે. ધનુષ અને એશ્વર્યાએ વર્ષ 2004 માં સાત ફેરા લીધાં હતાં. તેમના સસરાની જેમ ધનુષની પણ ખૂબ મોટી ફેન ફોલોવિંગ છે.

કૃણાલ ખેમુ: અભિનેતા કુણાલ ખેમુ 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યા હતા. તે મોટા થયા પછી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. વર્ષ 2015 માં કુણાલ ખેમુએ અભિનેત્રી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, સોહા અલી ખાન પટૌડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2009 માં આવેલી ફિલ્મ ‘ઢૂંઢતે રહ જાઓગે’ના શૂટિંગ દરમિયાન સોહા અને કૃણાલ વચ્ચેના પ્રેમ સંબંધની શરૂઆત થઈ હતી.

અક્ષય કુમાર: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે વર્ષ 2001 માં લગ્ન કર્યા હતા. અક્ષય કુમાર હિંદી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના જમાઈ છે. આજે અક્ષય અને ટ્વિંકલ બે બાળકો પુત્ર આરવ અને પુત્રી નિતારાના માતાપિતા છે.

અજય દેવગન: દિગ્ગઝ અભિનેતા અજય દેવગન એક જાણીતા પરિવારના જમાઈ પણ છે. અજય અને કાજોલનાં લગ્ન વર્ષ 1999 માં થયાં હતાં. જણાવી દઈએ કે કાજોલનો આખો પરિવાર ફિલ્મી દુનિયા સાથે સંબંધ ધરાવે છે. અજયની માતા તનુજા ગયા જમાનાની અભિનેત્રી છે, જ્યારે તેના પિતા સોમુ મુખર્જી ડિરેક્ટર હતા.

આયુષ શર્મા: અભિનેતા આયુષ શર્મા ફિલ્મ ‘લવાયાત્રી’ થી ચર્ચામાં આવ્યા હતા. આયુષ શર્મા બોલિવૂડના જાણીતા ખાન પરિવારનો જમાઈ છે. આયુષે 30 નવેમ્બર, 2014 ના રોજ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાનની પુત્રી અને અભિનેતા સલમાન ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે આયુષ અને અર્પિતા એક પુત્રના માતાપિતા છે.

કૃણાલ કપૂર: કુણાલ કપૂર બચ્ચન પરિવારના જમાઈ છે. અભિનેતા કૃણાલ કપૂરે 2015 માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભ બચ્ચનની પુત્રી નૈના સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે કૃણાલ કપૂર ફિલ્મ ‘રંગ દે બસંતી’ થી ચર્ચામાં આવી હતી.

શરમન જોશી: સુપ્રસિદ્ધ ખલનાયક પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા ચોપરાએ અભિનેતા શરમન જોશી સાથે લગ્ન કર્યાં છે. શરમન જોશી અને પ્રેરણાએ વર્ષ 2000 માં સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે, શરમન જોશીએ ‘ગોલમાલ’ અને બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ જેવી સફળ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવ્યો છે. તે પોતાની કોમેડીથી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે.