બોલીવુડના વિલન રંઝીત ની પુત્રી છે બલાની સુંદર, તેને જોતા જ લોકો થઈ જાય છે મદહોશ, જુવો તમે પણ તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડની ફિલ્મોમાં આપણે અત્યાર સુધીમાં એકથી એક ચઢિયાતા સ્ટાર જોયા છે. તેમની એક્ટિંગ જોઇ છે. આ સુપરસ્ટાર્સના આધારે જ ફિલ્મો ચાલે છે. ફિલ્મની આખી સ્ટોરીમાં હીરોને જ કેન્દ્રિત કરવામાં આવે છે. પરંતુ આપણે આ બધામાં એક વાત ભૂલી જઇએ છીએ. હીરોને હીરો કોણ બનાવે છે? હીરો પોતે કે ફિલ્મના ડાયરેક્ટર. અથવા તેમાંથી કોઈ નહિં. આ બધા કરતા વધારે મહત્ત્વપૂર્ણ હોય છે ફિલ્મમાં રહેલી વિલનની ભૂમિકા. જરા વિચારો કે જો ફિલ્મમાં વિલન નહિં હોય તો હીરો નું શું કામ હશે.

બોલિવૂડમાં આપણે એકથી એક ચઢિયાતા વિલન જોયા છે. આ વિલનમાંથી એક વિલન એવો પણ હતો જેના નામથી સેટ પર અભિનેત્રીઓ પણ ડરી જતી હતી. આપણે વાત કરી રહ્યા છીએ વિલન રંઝીત વિશે. એક સમય એવો પણ હતો જ્યારે લોકો રંજિતનું નામ સાંભળીને જ ડરી જતા હતા. પરંતુ રંજિત તેની રિયલ લાઈફમાં ખૂબ જ ફની અને લવિંગ વ્યક્તિ છે. રણજિત એટલે કે ગોપાલ બેદી ફિલ્મોમાં જે પ્રકારનું પાત્ર નિભાવતા હતા રિયલ લાઈફમાં તે તેટલા જ અલગ છે.

રંજિતની રિયલ લૈઐફ ખૂબ જ સરળ રહી છે અને તે એક પરફેક્ટ ફેમિલી મેન છે. રંજિતની એક પુત્રી છે, જે લાઇમલાઇટ અને ફિલ્મ જગતથી ઘણી દૂર રહે છે, પરંતુ તે એક અભિનેત્રી કરતા ઓછી દેખાતી નથી. આજે અમે તમને આ અભિનેતાની પુત્રી દિવ્યાંકા બેદી વિશે જણાવી રહ્યા છીએ.

દિવ્યાંકા તેના પરિવારની ખૂબ નજીક છે અને તેના પિતા અને માતા સાથે ઘણો સમય પસાર કરે છે. બોલિવૂડથી દૂર રહેતી રંજિતની પુત્રી દિવ્યાંકા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેતા રંજીત સોશ્યલ મીડિયા પર પણ પોતાની પુત્રી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે. આ સાથે દિવ્યાંકા પણ તેના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો તેના ચાહકો સાથે શેર કરે છે.

ફેશન ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે દિવ્યાંકા: રંજિતની પુત્રી બોલિવૂડથી દૂર રહીને પણ બોલીવુડ સાથે સંબંધ રાખે છે. દિવ્યાંકા બેદી ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે. આ તો જગ જાહેર છે જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ત્યાં ફેશન અને જ્યાં ફેશન ત્યાં બોલિવુડ આવી સથિતિમાં દિવ્યાંકા ઘણા સેલેબ્સ સાથે કામ કરતી રહે છે.

દિવ્યાંકા જ્વેલરી ડિઝાઇન પણ કરે છે: દિવ્યાંકા બેદી ફેશન ડિઝાઇનિંગની સાથે જ્વેલરી ડિઝાઇન પણ કરે છે. દિવ્યાંગના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની જ્વેલરી ડિઝાઇનિંગની તસવીરો જોઇ શકાય છે. જેમાં તે એક મોડેલ પર પોતાની ફેન્સી બીડ જ્વેલરી સેટ કરતી જોવા મળી રહી છે. આ સાથે દિવ્યાંકા બેદી એક ફિટનેસ ફ્રીક પણ છે. દિવ્યાંકાના પિતા રણજિતે થોડા દિવસો પહેલા પુત્રીનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો. દિવ્યાંકા પોતે પણ પોતાની જીમની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. દિવ્યાંકા યોગ પણ કરે છે.

રંજિતની પુત્રી દિવ્યાંકા બેદીનું નિકનેમ પણ ખૂબ જ સુંદર છે. દિવ્યાંકાનું નિકનેમ ગીગી છે. દિવ્યાંકાએ સોશિયલ મીડિયા પર પોતાનું નિકનેમ બધા સાથે શેર કર્યું છે.