માતા શ્વેતા તિવારીથી પણ વધારે બોલ્ડ અને ગ્લેમરસ છે પુત્રી પલક, જુવો તેમની સૌથી હોટ તસવીરો

બોલિવુડ

શ્વેતા તિવારી ટીવી જગતમાં એક જાણીતું નામ છે. ‘કસૌટી જિંદગી કી’ માં પ્રેરણા તરીકે ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી શ્વેતા 40 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે. શ્વેતાની 21 વર્ષની એક પુત્રી પણ છે જેનું નામ પલક તિવારી છે. પલક લુકમાં પોતાની માતા શ્વેતા જેવી જ ખૂબ જ સુંદર છે, અથવા પછી એમ કહીએ કે માતા કરતાં પણ વધુ સુંદર છે. ખાસ કરીને ગ્લેમરની બાબતમાં તે માતાથી ઘણી વધુ આગળ છે.

પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેણે બ્લેક ડ્રેસમાં પોતાની એક હોટ તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું જસ્ટ અ બ્રિટની લવર. તેમની આ તસવીર પર ચાહકોએ ખૂબ પ્રેમ લૂટાવ્યો હતો. કોઈએ લખ્યું ‘યૂ આર બિયોન્ડ ધ બ્યૂટી.’ તો કોઈએ કહ્યું ‘સુંદર કહેવું તમારા માટે પૂરતું નથી.’

પલક તિવારીને તેની માતાની જેમ ‘કસૌટી જિંદગી કી 2’માં મુખ્ય ભૂમિકાની પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ઓફર નકારી દીધી હતી. કદાચ તેનો મુખ્ય ઉદ્દેશ બોલિવૂડ છે. તે ટૂંક સમયમાં વિવેક ઓબેરોય સાથે ફિલ્મ ‘રોઝી: ધ સેફરન ચેપ્ટર’ થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ એક હોરર અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.

આ પહેલા સમાચાર હતા કે પલક સની દેઓલના પુત્ર કરણની પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ થી બોલિવૂડમાં પ્રવેશ કરશે, પરંતુ આવું બની શક્યું નહીં. પછી તે પણ ચર્ચા થઈ કે તે ફિલ્મ ‘ક્વીકી’થી ડેબ્યૂ કરી શકે છે. તેમાં તેની સાથે ‘તારે જમીન પર’ ફેમ દર્શિલ સફારી છે. જોકે કેટલાક કારણોસર આ પણ ન થયું.

પલકનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું છે. તેનું એક કારણ તેની માતા શ્વેતા તિવારીના છૂટાછેડા રહ્યું છે. શ્વેતા એ સૌથી પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાનું કારણ શ્વેતા પર રાજાએ કરેલી ઘરેલુ હિંસા હતી. પછી શ્વેતાએ પુત્રી પલકનો એકલા હાથે ઉછેર કર્યો. તેમના જીવનનું ખાલીપન દૂર કરવા અભિનવ કોહલીની એન્ટ્રી થઈ. શ્વેતા અને અભિનવે બીજા લગ્ન કર્યા.

કહેવાય છે કે તે પુત્રી પલક જ હતી જેણે માતાને બીજા લગ્ન માટે તૈયાર કરી હતી. પરંતુ શ્વેતાનું પણ એવું દુર્ભાગ્ય રહ્યું કે તેનો બીજો પતિ પણ વ્યર્થ નીકળ્યો. આવી સ્થિતિમાં તે અભિનવ કોહલીથી પણ અલગ થઈ ગઈ. એક ઈન્ટરવ્યૂમાં શ્વેતાએ એમ પણ કહ્યું હતું કે તેના જીવનથી સૌથી વધુ સમસ્યા પુત્રી પલકને થઈ. તે તેને બાળપણમાં વધુ સમય આપી શકી નહિં.

ઘણા લોકો પલકની તુલના તેની માતા શ્વેતા તિવારી સાથે પણ કરે છે. તેના પર પલકે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું જાણું છું કે લોકો મારી તુલના ઘણીવાર મારી માતા સાથે કરે છે. પરંતુ હું આ વાતથી ખુશ છું કે મારી માતા મારા કરતા અબજો ગણી વધુ સારી છે. હું ફક્ત શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.