વિરાટથી પણ વધુ બોડીગાર્ડ સોનૂ કરે છે અનુષ્કા શર્માની ચિંતા અને રક્ષા, બદલામાં મળે છે આટલા કરોડ રૂપિયા

બોલિવુડ

હિન્દી સિનેમા અને ક્રિકેટની ખૂબ જ ફેવરિટ અને પ્રખ્યાત જોડી એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને કોણ નથી ઓળખતું. સિનેમા અને રમત જગતની આ જોડીના દરેક દીવાના છે. બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ નામ કમાવ્યું છે. બંનેની ફેન ફોલોઇંગ પણ ખૂબ મોટી છે અને ભારતની સાથે આ કપલને વિદેશી ચાહકોનો પણ ઘણો પ્રેમ મળે છે.

જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કડક સુરક્ષા હેઠળ ચાલે છે. અનુષ્કા સાથે તો એક વ્યક્તિ પડછાયાની જેમ ચાલે છે અને તે અભિનેત્રીની તેના પતિ વિરાટ કોહલી કરતા પણ વધારે ચિંતા અને સુરક્ષા કરે છે.

ખરેખર તે વ્યક્તિ અનુષ્કા શર્માનો બોડીગાર્ડ સોનુ છે. એક લાંબા સમયથી સોનુ અનુષ્કા શર્મા સાથે જોડાયેલો છે અને તે અનુષ્કાને સુરક્ષા પૂરી પાડે છે. ચાલો આજે અમે તમને અનુષ્કાના બોડીગાર્ડ અને તેને મળતી મોટી સેલેરી વિશે જણાવીએ.

ભલે અનુષ્કા શર્માનો બોડીગાર્ડ સોનુ અન્ય કોઈ સેલેબ્સના બોડીગાર્ડ જેટલો પ્રખ્યાત નથી, પરંતુ તેમનો પગાર મોટી કંપનીઓના સીઈઓ કરતા ઓછો નથી. અનુષ્કા શર્મા સાથે ઘણીવાર પડછાયાની જેમ જોવા મળતો સોનૂ કરોડોમાં સેલેરી ચાર્જ કરે છે. જણાવી દઈએ કે, મોટા મોટા સેલેબ્સ પોતાની રક્ષા માટે પોતાના પર્સનલ બોડીગાર્ડને દિલ ખોલીને પૈસા આપે છે. આ લિસ્ટમાં અનુષ્કા શર્માનું નામ પણ શામેલ છે.

મળતી માહિતી મુજબ અનુષ્કાના બોડીગાર્ડનું પૂરું નામ પ્રકાશસિંહ છે, પરંતુ અભિનેત્રી પ્રેમથી પોતાના બોડીગાર્ડને સોનુ કહે છે. અનુષ્કા જ્યારે પણ ક્યાંય જાય ત્યારે સોનુ પણ તેની સાથે રહે છે અને તેઓ અનુષ્કાને એક શ્રેષ્ઠ સુરક્ષા આપે છે. તે હંમેશાં ગ્રે કલરના સફારી સૂટમાં અનુષ્કાની પાછળ ઉભા જોવા મળે છે. સોનુ અનુષ્કાને ભીડ વગેરેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે.

મળતી માહિતી મુજબ જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન પણ થયા ન હતા, ત્યારથી સોનુ અનુષ્કા શર્માના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે. બદલામાં તેને અભિનેત્રી મહિને લાખો રૂપિયા આપે છે અને એક વર્ષમાં તેનો પગાર કરોડો રૂપિયાથી વધી જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સોનુનો એક મહિનાનો પગાર 10 લાખ રૂપિયા છે, જ્યારે એક વર્ષમાં તેની આવક 1.2 કરોડ રૂપિયા છે. આટલી મોટી રકમ મોટી મોટી કંપનીઓમાં ઉંચા પદ પર બેઠેલા લોકોને પણ નસીબ નથી હોતી.

સોનૂ ના અનુષ્કા શર્માની સાથે જ વિરાટ કોહલી સાથે પણ ખૂબ સારો સંબંધ છે. જોકે સોનુ અનુષ્કાનો બોડીગાર્ડ છે, પરંતુ તેનું મહત્વ વિરાટ અને અનુષ્કા માટે તેના કરતા ઘણું વધારે છે. વિરાટ અને અનુષ્કા સોનુને તેમના પરિવારનો એક ભાગ માને છે.