પિતા-ભાઈ ની જેમ સફળ ન થવા પર છલક્યું બોબી દેઓલનું દર્દ, કહ્યું બધા કહેતા હતા કે….

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલને પોતાના પિતા ધર્મેન્દ્ર અને મોટા ભાઈ સની દેઓલની જેમ લોકપ્રિયતા અને સફળતા મળી શકી નથી. આ વાતનો બોબીને અફસોસ પણ થાય છે અને તેના પર તેનું દર્દ પણ છલકે છે. અભિનેતાએ એક વખત સફળતા ન મળવા પર વાત કરી હતી.

વર્ષ 1995માં હિન્દી સિનેમામાં સની દેઓલે ડેબ્યૂ કર્યું હતું. ત્યાં સુધીમાં તેના મોટા ભાઈ સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની સારી ઓળખ બનાવી ચુક્યા હતા અને તેના પિતા ધર્મેન્દ્ર તે સમયે સુપરસ્ટાર હતા. ધર્મેન્દ્ર ત્યાં સુધીમાં હિન્દી સિનેમામાં 35 વર્ષ પૂરા કરી ચૂક્યા હતા. બોબી દેઓલ પાસે પણ ચાહકોને એવી આશા હતી કે તે પણ તેના પિતા અને ભાઈની જેમ નામ કમાશે, જોકે આવું બની શક્યું નહીં.

બોબી પોતાના પિતા અને ભાઈની જેમ લોકોના દિલ પર પોતાની છાપ છોડી શક્યો નહિં. જોકે બોબીએ ફિલ્મી દુનિયામાં કામ કરવાનું બંધ કર્યું નથી. વચ્ચે જરૂર તે થોડા સમય સુધી ફિલ્મી દુનિયાથી દૂર રહ્યા હતા, જોકે તેમણે કમબેક કર્યું હતું. અત્યારે પણ બોબી ફિલ્મો અને વેબ સિરીઝમાં એક્ટિવ છે.

બોબી દેઓલ સ્ટારકિડ્સમાં હંમેશાથી ચર્ચામાં રહ્યા છે. જ્યારે પણ ફિલ્મોમાં સ્ટારકિડ્સ ડેબ્યૂ કરે છે, ત્યારે તેમની ખૂબ ચર્ચા થાય છે અને તેમની પાસે દર્શકોને ખૂબ આશાઓ પણ હોય છે, જોકે દરેક સફળ થઈ શકતા નથી. આવું જ કંઈક બોબી દેઓલ સાથે પણ થયું છે.

બોબીના લુકની પણ તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી. આ વાત બોબીએ પોતે પણ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે મારા વિશે લોકો કહેતા હતા કે તે ખૂબ જ સુંદર દેખાય છે અને સુપરસ્ટાર બનશે પરંતુ આવું થયું નહીં. અભિનેતાએ પોતે પોતાના એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન બોબીને પૂછવામાં આવ્યું હતું કે, ‘તેમના પુત્રના લુકની ચારેય તરફ ચર્ચા છે તો તેના વિશે તે શું વિચારે છે’. તો બોબીએ કહ્યું, ‘જુઓ જ્યારે હું આવ્યો હતો ત્યારે બધા એ જ કહેતા હતા કે આ ખૂબ જ સુંદર છે, તે સુપરસ્ટાર બનશે. બરાબર છે. હું વાસ્તવિકતા જાણું છું. ભલે તમે ગમે તેટલા સુંદર કે કદરૂપા છો, જો લોકો તમને જોવા ઈચ્છે છે, તો જોશે. ભવિષ્ય કોઈ જોઈ શકતું નથી.’

બોબીએ આગળ કહ્યું કે, ‘ચોક્કસપણે આ તેનો પ્લસ પોઈન્ટ છે. મને તેના પર ગર્વ છે પરંતુ કોઈની કોઈ ગેરંટી નથી ઈન્ડસ્ટ્રીમાં. હું ઈચ્છું છું કે મારા બાળકો ભણે. મારો પુત્ર બિઝનેસ મેનેજમેન્ટ કરી રહ્યો છે. હું ઇચ્છું છું કે તે પોતાનો અભ્યાસ પૂરો કરે અને પોતાની સમજણ વધારે જેથી જો તે ક્યારેય આ કારકિર્દીમાં આવ્યો પણ અને વાત ન બની શકે તો કંઈક અન્ય પણ કરી શકે જીવનમાં. યુવાનો માટે ખૂબ જ જરૂરી છે કે અભિનેતા બનતા પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરે. હું તેનું ઉદાહરણ છું. હું ખરાબ સમયમાંથી પસાર થયો છું. એક સ્ટારનો પુત્ર હોવા છતાં પણ…. કારણ કે આ સરળ નથી.’

પહેલી જ ફિલ્મ માટે મળ્યો ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ: બોબીની ફિલ્મી કારકિર્દીની ખૂબ જ સારી રીતે થઈ હતી. તેમને પહેલી જ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ મેલ ડેબ્યુ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પહેલી ફિલ્મ ‘બરસાત’ હતી જે વર્ષ 1995માં રિલીઝ થઈ હતી. તેમની સફળ ફિલ્મોમાં ‘સોલ્જર’, ‘ગુપ્ત’, ‘ઔર પ્યાર હો ગયા’, ‘હમરાજ’ ​​જેવી ફિલ્મો શામેલ છે. જોકે બોબી મોટા સ્ટાર બની શક્યા નથી.

બોબીએ મોટા પડદા પર ફિલ્મ ‘રેસ 3’થી કમબેક કર્યું હતું જે ફ્લોપ રહી હતી. પછી બોબી ઓટીટી તરફ વળ્યા. તેની વેબ સિરીઝ ‘આશ્રમ’ની ખૂબ પ્રસંશા થઈ હતી. દર્શકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ બોબીની વેબ સિરીઝ ‘લવ હોસ્ટેલ’ રિલીઝ થઈ છે. તેને મિશ્ર રિસ્પોંસ મળી રહ્યો છે.