53 વર્ષના થયેલા ધર્મેંદ્રના પુત્ર બોબી દેઓલ, આ 6 ચર્ચિત હસ્તીઓ સાથે શેર કરે છે પોતાનો જન્મદિવસ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોબી દેઓલ પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર છે. તેમણે ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. તે પોતાનું પાત્ર પૂરા દિલથી નિભાવે છે, આ કારણે તેમની એક્ટિંગની પણ ખૂબ પ્રસંશા કરવામાં આવે છે. બોબી દેઓલનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ઘરે થયો હતો. બોબી દેઓલ 53 વર્ષના થઈ ગયા છે.

બોબી દેઓલ બાળ કલાકાર તરીકે પહેલી વખત ફિલ્મ ‘ધર્મવીર’માં જોવા મળ્યા હતા. સાથે જ મુખ્ય અભિનેતા તરીકે તેમની પહેલી ફિલ્મ “બરસાત” હતી, જે 1995 માં રિલીઝ થઈ હતી. બોબી દેઓલની ફિલ્મ “બરસાત” માટે ફિલ્મફેયરનો બેસ્ટ મેલ એવોર્ડનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.

બોબી દેઓલની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચળાવ આવ્યા પરંતુ તેમણે દરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કર્યો અને તે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે. બોબી દેઓલના પરિવારના સભ્યો ફિલ્મોમાં મોટું નામ રહ્યા છે. જો આપણે બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલની વાત કરીએ તો તે ફિલ્મી દુનિયાથી દૂર છે, તે પોતાનો બિઝનેસ સંભાળે છે.

બોબી દેઓલે પોતાની ફિલ્મી કારકિર્દીમાં બરસાત, સોલ્જર, બાદલ, બિચ્છુ અને અજનબી જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. બોબી દેઓલને ‘હમરાજ’ ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તે પ્રખ્યાત હસ્તીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની સાથે બોબી દેઓલ પોતાનો જન્મદિવસ શેર કરે છે.

શ્રેયસ તલપડે: શ્રેયસ તલપડે ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીના એવા અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મોમાં જોવા મળે છે. શ્રેયસ તલપડે એ પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના દમ પર દર્શકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી છે. શ્રેયસ તલપડેનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ થયો હતો.

અજીત ખાન: ગયા જમાનાની ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર અજિત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત નામોમાંથી એક છે. અલબત્ત તમે પ્રખ્યાત અભિનેતા અજીતને લૉયનના નામથી વધુ જાણતા હશો. એક જમાનામાં ફિલ્મોમાં ડોનથી લઈને દરેક ખોટા કામ કરવા માટે પ્રખ્યાત હતા લૉયન. અજીત ખાનનો જન્મ 27 જાન્યુઆરી 1922ના રોજ થયો હતો.

વિક્રમ ભટ્ટ: ભારતીય નિર્દેશક વિક્રમ ભટ્ટને કોણ નથી ઓળખતું. તે કોઈ ઓળાખના મોહતાજ નથી. વિક્રમ ભટ્ટનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ મુંબઈમાં થયો હતો.

કોનરાડ સંગમા: કોનરાડ સંગમાનું નામ તમે દરેક લોકોએ ન્યૂઝ ચેનલો અને સમાચારોમાં જરૂર સાંભળ્યું હશે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1977ના રોજ થયો હતો.

સમીર દત્તાણી: સમીર દત્તાણી એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. સમીર દત્તાણીએ હિન્દી ઉપરાંત કન્નડ અને તમિલ સિનેમામાં પણ કામ કર્યું છે. તેમણે પોતાની હિંદી ફિલ્મી કારકિર્દીની શરૂઆત રાજશ્રી પ્રોડક્શનથી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ મધુર ભંડારકરની કોર્પોરેટ હતી અને તે વિક્રમ ભટ્ટ એ લાઈફ મે કભી કભી અને સાથે જ પ્યાર મે ટ્વિસ્ટ જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે. આટલું જ નહીં પરંતુ તે મુખબિર જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. સમીર દત્તાણીનો જન્મ 27 જાન્યુઆરી 1982ના રોજ થયો હતો.

સાયોની ઘોષ: તૃણમૂલ કોંગ્રેસ યુવા અધ્યક્ષ સાયોની ઘોષનો જન્મ 27 જાન્યુઆરી 1993ના રોજ થયો હતો.