અભિનેત્રી નીલમના પ્રેમમાં પાગલ હતા બોબી દેઓલ, પરંતુ આ કારણે ન થઈ શક્યા બંનેના લગ્ન

બોલિવુડ

લાંબા વાળ, ક્યૂટ સ્માઈલ અને ઉંચુ કદ, અભિનેતા ધર્મેન્દ્રના નાના પુત્ર બોબી દેઓલ એ જ્યારે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે તે છવાઈ ગયા હતા. તેમની ફિલ્મ બરસાતએ તો છોકરીઓને તેની ફેન બનાવી દીધી હતી. તેના વાદળી ચશ્માની છોકરાઓ ખૂબ કોપી કરતા હતા. એક સમયે, બોબી ટ્રેન્ડ સેટર હતો.

પછી અચાનક તેની કારકિર્દીનો ગ્રાફ નીચે આવવા લાગ્યો. એક સમય તો એવો આવ્યો કે તે ફિલ્મી પડદા પરથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા. ઘણા વર્ષો પછી તેમણે કમબેક કર્યું છે. તેમની આશ્રમ વેબસીરીઝે ધૂમ મચાવી દીધી છે. શું તમે જાણો છો કે તે અભિનેત્રી નીલમના પ્રેમમાં પાગલ હતા. જાણો પછી બંનેના લગ્ન શા માટે ન થઈ શક્યા.

દમદાર કમબેકની ખૂબ થઈ રહી છે પ્રશંસા: બોબી દેઓલે પોતાની પહેલી જ ફિલ્મથી સુપરસ્ટારનો દરજ્જો મેળવ્યો હતો. તેમની બરસાત, બાદલથી લઈને બિચ્છુ સુધી ઘણી ફિલ્મો હિટ રહી હતી. બોબીને જોઈને લાગતું હતું કે તે આગામી સુપરસ્ટાર બનવા જઈ રહ્યા છે. પછી અચાનક તેમની કારકિર્દી પર બ્રેક લાગી ગયો હતો. તેમને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું.

ધીમે ધીમે તે બોલિવૂડથી દૂર ચાલ્યા ગયા. સમાચાર આવ્યા કે પોતાની નિષ્ફળતાના દિવસોમાં તે દારૂ પી રહ્યા હતા. તે ખૂબ જ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. જો કે, તેમણે ફરી એકવાર વેબ સિરીઝ આશ્રમ દ્વારા લોકોની પ્રસંશા લૂંટવાનું શરૂ કર્યું. તેમની દમદાર એક્ટિંગ જોઈને લોકો તેના દિવાના બની ગયા છે.

નીલમને કરતા હતા પાગલની જેમ પ્રેમ: બોબી દેઓલ જ્યારે ફિલ્મી દુનિયાના ઉભરતા સ્ટાર હતા, તે સમયે તેનું દિલ પણ એક અભિનેત્રી માટે ધડકવા લાગ્યું હતું. તે, તે જમાનાની ખૂબ જ સુંદર અભિનેત્રી નીલમ હતી. બોબી દેઓલ નીલમને ખૂબ પ્રેમ કરતા હતા. તે તેના પ્રેમમાં પાગલ બની ગયા હતા. બોબી નીલમને પોતાની લાઈફ પાર્ટનર બનાવવા ઈચ્છતા હતા.

એવું નથી કે માત્ર બોબી જ નીલમને પ્રેમ કરતા હતા. પરંતુ અભિનેત્રી નીલમને પણ બોબી દેઓલ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજા સાથે સમય પસાર કરતા હતા. તેમનું અફેર આખા બોલિવૂડમાં ખૂબ ચર્ચામાં રહેતું હતું. તેમની મુલાકાત પણ સામાન્ય બની ગઈ હતી. જોકે, બંનેના લગ્ન થઈ શક્યા નહિં.

જાણો શા માટે ન થઈ શક્યા બંનેના લગ્ન: હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બોબી અને નીલમ જ્યારે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા તો પછી બંને લગ્ન શા માટે ન કરી શક્યા. તેનું કારણ તેના પિતા ધર્મેન્દ્ર હતા. બોબી પોતાના પિતાની કોઈ વાત ટાળતા નથી. જ્યારે બોબીએ પોતાના પિતાને કહ્યું કે તે નીલમ સાથે લગ્ન કરવા ઈચ્છે છે, ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી.

ધર્મેન્દ્રને પસંદ ન હતું કે તેમના પુત્રો કોઈ ફિલ્મી અભિનેત્રી સાથે લગ્ન કરે. આ કારણસર, તેમણે નીલમ સાથે બોબીના લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે પિતાએ ના પાડી તો બોબીએ પણ નીલમ સાથે લગ્ન કરવાની જીદ છોડી દીધી. ત્યાર પછી તેમણે નીલમથી અંતર બનાવવાનૂં શરૂ કરી દીધું. પછી 5 વર્ષ લાંબો બંનેનો સંબંધ સમાપ્ત થઈ ગયો.