પોતાના દાદાની જેમ જ હેંડસમ અને ગુડ લુકિંગ છે બોબી દેઓલનો મોટો પુત્ર, જુવો આર્યમાનની કેટલીક સુંદર તસવીરો

બોલિવુડ

બોલીવુડ સ્ટાર કિડ કેમેરા અને લાઈમ લાઈટથી કેટલા પણ દૂર કેમ ન રહે. પરંતુ પેપરાઝીની નજરોથી બચી શકતા નથી. સાથે જ તેમના સોશિયલ મીડિયા એકાઉંટ પર પણ બધાની નજર બનેલી હોય છે. આજે અમે તમને બોલિવૂડના સૌથી સફળ પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અભિનેતા ધર્મેન્દ્રએ સૌથી પહેલા ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની એક્ટિંગ અને લુકથી બધાને દિવાના બનાવ્યા. તેમના પછી તેમનો મોટો પુત્ર સની દેઓલે બોલીવુડમાં પગ મુક્યો હતો. સની દેઓલે સફળતાનું નવું સવ્રૂપ રચ્યું હતું.

સની દેઓલે પોતાની ઓળખ એક એંગ્રી યંગ મેન તરીકે બનાવી હતી. સની દેઓલે પોતાના સમયમાં એકથી એક ચઢિયતી જબરદસ્ત ફિલ્મ આપી હતી. તેમના ડાયલોગ અને બોલવાની રીત આજ સુધી લોકોના મનમાં વસેલી છે. સની દેઓલ એક પછી એક શ્રેષ્ઠ ફિલ્મો આપી રહ્યા હતા, ત્યારે તેમના નાના ભાઈ અને ધર્મેન્દ્રના નાના દીકરા બોબી દેઓલે પણ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. બોબીએ એકશન અને લવર બોય બંનેની ઈમેજ બનાવી.

ત્યાર પછી તાજેતરમાં થોડા વર્ષો પહેલા ધર્મેન્દ્રની ત્રીજી પેઢીએ પણ બોલીવુડમાં પગ મુક્યો છે. ધર્મેન્દ્રનો પૌત્ર અને સની દેઓલનો મોટો પુત્ર કરણ દેઓલ બોલીવુડમાં પ્રવેશ કરી ચુક્યો છે. બીજી બાજુ બોબી દેઓલનો મોટો પુત્ર જે ફિલ્મોથી દૂર છે પરંતુ છતા પણ ચાહકોની વચ્ચે છવાયેલો રહે છે. આજે અમે તમને બોબીના મોટા પુત્ર આર્યમાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બોબીનો લાડલો આજે 20 વર્ષનો થઈ ગયો છે અને હાલમાં તે બોલિવૂડથી ખૂબ દૂર છે. પરંતુ આ સ્ટાર કિડનો લુક અને સ્ટાઇલ પર આજથી જ લાખો લોકો ફિદા છે.

ધર્મેન્દ્રના પૌત્ર આર્યમાનની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ખૂબ સારી છે. તેમાં સૌથી સારી વાત એ છે કે તેના ચાહકો પણ તેના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. આર્યમાનને જોઇને ચાહકો ઘણીવાર કહે છે કે જ્યારે પણ તે સિનેમામાં પ્રવેશ કરશે ત્યારે મોટા સ્ટાર્સને પણ તે ટક્કર આપશે. આર્યમાનના પિતા અભિનેતા બોબી દેઓલ અવારનવાર તેમના પુત્ર સાથેની તસ્વીરો શેર કરતા રહે છે. તેમની આ તસવીરો ચાહકોને પણ ખૂબ પસંદ આવે છે. આર્યમાનની તસવીર જોઈને સોશ્યલ મીડિયા પર યુઝર્સે તેના લુકની સરખામણી દાદા ધર્મેન્દ્ર સાથે કરી તો કોઈએ ટોમ ક્રુઝની. સાથે જ ચાહકો સતત આર્યમાનના લુકની પ્રસંશા કરી રહ્યા છે.

આર્યમન લાઇમલાઇટથી ખુબ દૂર રહે છે. પરંતુ આ સ્ટાર કિડ લૂકમાં તેના પિતા અને દાદાથી ઘણો આગળ છે. જ્યારે તમે ધર્મેન્દ્ર સાથેની તેની કેટલીક તસવીરો જોશો, ત્યારે તમને ખબર પડી જશે કે તે તેના દાદા જેવો દેખાય છે. જણાવી દઈએ કે આ સ્ટાર કિડને 17 વર્ષની ઉંમરે જ ફિલ્મોની ઓફર મળી હતી. પરંતુ તેણે તેનો અભ્યાસ પૂરો કરવા માટે તે ઓફરને નકારી હતી. જણાવી દઈએ કે આર્યમાનની આ તસવીરો પર માત્ર બોબીના ચાહકોએ જ નહિં પરંતુ સેલેબ્સે પણ કમેંટ કરી છે. સેલેબ્સે માત્ર તેને બર્થ ડેની શુભેચ્છા જ ન આપી પરંતુ તેના લુકની પણ ખૂબ પ્રસંશા કરી. અર્યમાનનો જન્મ 16 જૂન 2001 ના રોજ થયો હતો, તે ક્રિકેટનો ખૂબ શોખીન છે.