80 અને 90ના દાયકામાં આ વિલને બોલિવૂડમાં મચાવ્યો હતો ખૂબ ખૌફ, જાણો આજે ક્યાં થઈ ગયા છે ગુમ

બોલિવુડ

જો તમે ફિલ્મોના શોખીન છો અને જૂની ફિલ્મો પણ જુવો છો. તો પછી આવી સ્થિતિમાં, તમને ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ નો એક સીન જરૂર યાદ હશે, જેમાં ભગવાન હનુમાનની મૂર્તિ ગુંડાઓની પિટાઈ કરે છે અને આ દરમિયાન એક અંગ્રેજ બજરંગ બલીના જયકાર લગાવી રહ્યો હોય છે. હા, તે કોઈ અન્ય નહીં પરંતુ ‘બોબ ક્રિસ્ટો’ હતા. જેનો જન્મ 1938માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં થયો હતો અને ક્રિસ્ટોનું સાચું નામ રોબર્ટ જોન ક્રિસ્ટો હતું.

જોકે પછી બોબ ભારત તરફ વળ્યા અને પછી અહીં આવીને તેમણે ભારતીય ફિલ્મ ઈંડ્સ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું અને ‘ગુમરાહ’, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’, ‘નમક હલાલ’, ‘કાલિયા’, ‘હાદસા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. નોંધપાત્ર છે કે 80 અને 90 ના દાયકામાં બોબ ક્રિસ્ટો બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. મોટાભાગની ફિલ્મોમાં તેમનું પાત્ર વિદેશી ડોન અથવા સ્મગલરનું હતું. પરંતુ શું તમે જાણો છો કે બોબ ક્રિસ્ટો પરવીન બોબીના પ્રેમમાં પોતાની એન્જિનિયરની નોકરી છોડીને ભારત આવ્યા હતા. જો નથી જાણતા તો ચાલો જાણીએ સંપૂર્ણ સ્ટોરી.

જણાવી દઈએ કે બોબ ક્રિસ્ટોના જન્મ પછી તેમના પિતા વર્ષ 1943માં જર્મની ચાલ્યા ગયા હતા અને તે ત્યાં પોતાની દાદી અને કાકી સાથે રહેવા લાગ્યા. આ દરમિયાનની એક વાત જે ખાસ હતી તે એ છે કે તે સમય દરમિયાન જર્મનીમાં વર્લ્ડ વૉર ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં બોબે ત્યાં અભ્યાસની સાથે થિયેટર પણ શરૂ કર્યું હતું અને પોતાની પહેલી પત્ની હેલ્ગા સાથે તેમની મુલાકાત પણ થિએટર દરમિયાન જ થઈ હતી.

ત્યાર પછી તેમણે હેલ્ગા સાથે લગ્ન કર્યા હતા અને હેલ્ગાને ત્રણ બાળકો થયા. જેમાં એક પુત્ર ડોરિયસ અને બે પુત્રીઓ મોનિક અને નિકોલ છે. પરંતુ પછીથી તેની પત્ની હેલ્ગા એક કાર અકસ્માતનો શિકાર બની અને પછી તેમણે પોતાની પહેલી પત્ની હેલ્ગાના મૃત્યુ પછી બીજા લગ્ન નરગીસ સાથે કર્યા અને બોબની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પાછળ એક રસપ્રદ સ્ટોરી છે.

નોંધપાત્ર વાત એ છે કે એક વખત બોબ ક્રિસ્ટોએ પહેલી વખત પરવીન બોબીને ટાઈમ મેગેઝીનના કવર પર જોઈ હતી. પછી તે પરવીન બોબીથી એટલા પ્રભાવિત થયા કે તેમને મળવાની ઈચ્છા સાથે તે ભારત આવ્યા અને અહીં આવ્યા પછી તેમની મુલાકાત કેટલીક ફિલ્મી લોકો સાથે થઈ અને તેમના દ્વારા જ બોબ ક્રિસ્ટોની પહેલી મુલાકાત પરવીન બોબી સાથે થઈ. આટલું જ નહીં જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કહેવાય છે કે તે સમયે બંનેની મિત્રતા થઈ ગઈ અને પરવીન બોબી એ બોબ ક્રિસ્ટો ને ફિલ્મોમાં કામ કરવાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો. સાથે જ બોબ ક્રિસ્ટોએ પોતાની શ્રેષ્ઠ કારકિર્દી દરમિયાન 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

છેલ્લે જણાવી દઈએ કે બોબ ક્રિસ્ટોએ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ખૂંખાર ભુમિકા જ નિભાવી. આટલું જ નહીં તેમણે હિન્દી સિનેમાની સાથે-સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને છેલ્લી વખત તે ફિલ્મ ‘વીર સાવરકર’માં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેણે અંગ્રેજ ઓફિસર વિલિયમ હર્ટની ભૂમિકા નિભાવી હતી. સાથે જ વર્ષ 2011 માં તેમણે દુનિયાને હાર્ટ એટેકના કારણે અલવિદા કહી દીધું હતું.