પેટ ભરવા માટે કચરો વીણતી હતી વૃદ્ધ મહિલા, આ વ્યક્તિ એ કંઈક આ રીતે બદલ્યું તેનું જીવન, વીડિયો જોઈને તમારી આંખમાં પણ આવી જશે આંસૂ

વિશેષ

ઈન્ટરનેટની દુનિયા પર દરરોજ આપણને કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. કેટલાક વિડીયો એવા હોય છે કે જેમાં તમામ લોકોનું ભરપૂર મનોરંજન કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિડીયો એવા હોય છે જે આપણને ઈમોશનલ કરી દે છે. સાથે જ કેટલાક વીડિયો દિલને સ્પર્શી જાય છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ છે.

આ વીડિયોમાં એક બ્લોગર ને 75 વર્ષની વૃદ્ધ મહિલાને કચરો ઉપાડવામાં મદદ કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધ મહિલા શાકભાજી વિક્રેતા તરીકે નવું જીવન શરૂ કરે છે. આ વીડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો ઈમોશનલ થઈ ગયા છે.

કચરો ઉપાડનાર વૃદ્ધ મહિલાનું બદલાઈ ગયું જીવન: સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે મૂળ રીતે બ્લોગર તરુણ મિશ્રા દ્વારા 3 ઓગસ્ટ ના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ભલે આ વીડિયો ક્લિપ થોડી સેકન્ડની છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા ડસ્ટબિનમાંથી કચરો ઉઠાવતા જોવા મળી રહી છે. તે બ્લોગરને કહે છે કે તે થોડા પૈસાને બદલે વેચી દે છે. વૃદ્ધ મહિલાની દુર્દશા જોઈને, બ્લોગરે તેને શાકભાજી વિક્રેતા તરીકે નવો ધંધો શરૂ કરવામાં મદદ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લોગર તે વૃદ્ધ મહિલાના ઘરે જાય છે અને પછી તેને બજારમાં લઈ જાય છે. તે ધંધો શરૂ કરવા માટે વૃદ્ધ મહિલાને ગાડી, તોલ મશીન અને શાકભાજી ખરીદવામાં મદદ કરતા જોવા મળી રહ્યો છે. બ્લોગર ઘર પર પોતાની દૈનિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે કરિયાણાનો સામાન ખરીદતા વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ના ઓફિસર અવનીશ શરણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પ્રેરક પોસ્ટ શેર કરતા રહે છે. IAS ઓફિસર અવનીશ શરણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. IAS ઓફિસર અવનીશ શરણે આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શન આપ્યું છે “ઈન્સાનિયત.” આ વીડિયોને 3 લાખ 57 હજારથી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવી ચુક્યોછે. સાથે જ આ વીડિયોને 21 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ છે જેમણે આ હૃદય સ્પર્શી વિડિયો પર પોતાના રિએક્શન આપ્યા છે.

એક યુઝરે કમેંટ કરતા લખ્યું છે કે, “આ યુવક દ્વારા આ વૃદ્ધ મહિલા માટે કામ કરવાનો દિલને સ્પર્શ કરનાર આત્મિક અને આશીર્વાદ આપનાર પ્રયત્ન.” સાથે જ એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે “ઘણા લોકો ચેરિટી કરે છે પરંતુ તેઓએ શીખવું જોઈએ કે અન્યને મદદ કરવા અને તેમને સ્વ-રોજગાર બનાવવા માટે આ શ્રેષ્ઠ વિચાર હોઈ શકે છે.” તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સ છે જેમણે પોતાના અલગ-અલગ રિએક્શન આપ્યા છે.