આર્થિક લાભ મેળવવા માટે શરીરના આ અંગ પર બાંધો કાળો દોરો, પૈસાથી ભરાઈ જશે તમારું ઘર

ધાર્મિક

કાળા દોરો બાંધવા સાથે ઘણા લાભ જોડાયેલા છે. શરીરમાં આ દોરાને બાંધવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. સામાન્ય રીતે કાળો દોરો ગળા, હાથ, કમર, પગ અથવા કાંડા પર બાંધવામાં આવે છે. લાલ કિતાબ અનુસાર કાળા દોરો પહેરવો ખૂબ ફાયદાકારક છે. જો કે કાળો દોરો પહેરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જો આ નિયમો હેઠળ દોરો પહેરવામાં આવે તો જ લાભ મળે છે.

 

ખરાબ નજરથી બચાવે: કાળો દોરો પહેરવાથી ખરાબ નજરથી રક્ષણ મળે છે. જે લોકોને સરળતાથી નજર લાગી જાય છે. તે લોકો કાળો દોરો જરૂર પહેરો. ખરાબ નજરથી બચવા માટે પગમાં કાળો દોરો પહેરો. બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે આ દોરો તેમના હાથમાં બાંધી દો.

શનિ ગ્રહ રહે શાંત: કાળા દોરાનો સંબંધ શનિ ગ્રહ સાથે પણ માનવામાં આવે છે. આ દોરો પહેરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત બને છે અને શનિ દોષથી પણ મુક્તિ મળે છે. ખરેખર શનિ કાળા રંગના પરિબળ છે. તેથી કાળા રંગનો દોરો પહેરવો ફાયદાકારક માનવામાં આવે છે. જો કે આ દોરો તમે માત્ર શનિવારે જ પહેરો. આ દોરો પહેરતા પહેલા તેને શનિદેવના ચરણોમાં અર્પણ કરો, ત્યાર પછી પૂજા કરો. પૂજા કર્યા પછી કાળો દોરો પહેરો. તેને માત્ર ગળા અને હાથમાં જ પહેરો.

આર્થિક લાભ માટે: ઘણા લોકો આર્થિક લાભ માટે પણ કાળો દોરો પહેરે છે. કાળો દોરો પહેરવાથી પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આર્થિક લાભ મેળવવા માટે મંગળવારે જમણા પગમાં કાળો દોરો બાંધી દો.

સ્વાસ્થ્ય માટે: કાળો દોરો સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. જે લોકોને પેટમાં દુખાવો થાય છે. તે લોકોએ આ દોરો તેમના પગના અંગૂઠામાં બાંધવો જોઈએ. આ કરવાથી પેટનો દુખાવો ઓછો થાય છે અને આરામ મળે છે. આટલું જ નહીં પગમાં કાળો દોરો બાંધવાથી પગની ઇજાઓ પણ દૂર થાય છે. જે બાળકોની રોગ પ્રતિકારરક શક્તિ નબળી હોય છે. તો તેમના અંગૂઠામાં કાળો દોરો બાંધી દો. આ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

ખરાબ નજરથી ઘરને બચાવવા માટે: ઘરને ખરાબ નજરથી બચાવવા માટી કાળો દોરો મુખ્ય દરવાજા પર બાંધી દો. આ કરવાથી ઘરની રક્ષા ખરાબ નજરથી થાય છે. આ ઉપાય હેઠળ તમે કાળા દોરામાં લીંબુ-મરચું બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી શકો છો અને તેને સમય સમય પર બદલતા રહો. આ દોરાને ધંધાના સ્થળ પર પણ બાંધી શકાય છે. ધંધાના સ્થળ પર આ દોરો બાંધવાથી ધંધામાં પ્રગતિ મળે છે.

રાખો આ બાબતોનું ધ્યાન: શરીરના જે ભાગ પર કાળો દોરો બાંધી રહ્યા છો તે ભાગ પર કોઈ અન્ય દોરો ન હોવો જોઈએ. જો તમે પહેલાથી જ કોઈ દોરો પહેરેલો છે, તો તેને કાઢી નાખો અને પછી કાળો દોરો પહેરો. કાળો દોરો બાંધવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. કાળા દોરાને અભિમંત્રિત કર્યા પછી જ પહેરવો જોઈએ. તે અભિમંત્રિત કરવા માટે તમે કોઈ જ્યોતિષની મદદ લઈ શકો છો. એક વાર આ દોરો પહેર્યા પછી વારંવાર ન ખોલો. આ કરવાથી, તેની અસર ઓછી થવા લાગે છે. કાળો દોરો બાંધનાર વ્યક્તિએ રુદ્ર ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર આ મુજબ છે. ‘ૐ તત્પુરુષાય વોદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્॥’