દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે બર્ડ ફ્લૂ, જાણો શું છે તેના લક્ષ્ણ?

હેલ્થ

કોરોના વાયરસનો કહેર આજે પણ છે અને આ દરમિયાન બીજી બીમારીએ લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં બર્ડ ફ્લૂના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ જોઈને મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ દ્વારા થાય છે, જે પક્ષીઓ, પ્રાણીઓ સહિત માણસો માટે ખૂબ જોખમી છે. બર્ડ ફ્લૂથી ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવવાથી અન્ય પ્રાણીઓ અને માણસોને પણ ચેપ લાગે છે. જણાવી દઈએ કે આ ખતરનાક વાયરસની જપટમાં આવવાથી જીવ પણ જઈ શકે છે. તો ચાલો જાણીએ બર્ડ ફ્લૂના લક્ષણો, સારવાર અને બચાવ વિશે.

આ છે બર્ડ ફ્લૂનાં લક્ષણો: જો તમને કફ, ઝાડા, તાવ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, વહેતું નાક અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો, આ બર્ડ ફ્લૂના સ્પષ્ટ લક્ષણો છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જાણો શા માટે થાય છે બર્ડ ફ્લૂ: જોકે બર્ડ ફ્લૂ ઘણા પ્રકારના છે, પરંતુ H5N1 પહેલો એવો એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને ચેપ લગાડે છે. જણાવી દઈએ કે આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ 1997 માં હોંગકોંગમાં જોવા મળ્યો હતો. તે સમયે બર્ડ ફ્લૂને પોલ્ટ્રી ફાર્મ સાથે જોડવામાં આવ્યો હતો, આવું એટલા માટે કારણ કે H5N1 પ્રાકૃતિક રીતે પક્ષીઓમાં જોવા મળતો વાયરસ છે જે પાલતૂ મરઘીમાં સરળતાથી ફેલાય છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોંની લાળ અથવા આંખોમાંથી નિકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. સંક્રમિત મરઘીને 165’F પર પકાવવામાં આવેલા માંસ અથવા ઈંડા ખાવાથી બર્ડ ફ્લૂ નથી ફેલાતો.

કોને છે બર્ડ ફ્લૂનું જોખમ: H5N1 લાંબા સમય સુધી જીવંત રહે છે. આવી સ્થિતિમાં દૂષિત સપાટી અથવા પક્ષીઓના સંપર્કમાં આવશો નહીં. જો તમે કોઈ પક્ષી અથવા દૂષિત સપાટીને સ્પર્શ કરો છો તો ચેપ ફેલાય શકે છે. બર્ડ ફ્લૂનું સૌથી વધુ જોખમ મરઘી પાલન સાથે જોડાયેલા લોકોને છે. આ સિવાય તે લોકોને તેનું જોખમ વધારે રહે છે, જે સંક્રમિત જગ્યા પર જાય હ્હે અથવા સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવે છે. સાથે કાચી અથવા અડધી પાકેલી મરઘી ખાનારા લોકોને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે.

શું છે સારવાર: અલગ-અલગ પ્રકારનાં બર્ડ ફ્લૂની સારવાર જુદી જુદી રીતે કરવામાં આવે છે. જોકે મોટાભાગના કેસોમાં દર્દીઓને એન્ટિવાયરલ દવાઓ આપવામાં આવે છે. જણવી દઈએ કે જો બર્ડ ફ્લૂના લક્ષણો દેખાયા પછી 48 કલાકની અંદર દવાઓ આપવામાં આવતી નથી, તો દર્દીનું મોત પણ થઈ શકે છે. બર્ડ ફ્લૂના કેસમાં, દર્દીને જ નહીં, પરંતુ ઘરમાં તેના સંપર્કમાં આવેલા બધા સભ્યોને પણ દવાઓ આપવી જરૂરી છે. ભલે તેમનામાં બર્ડ ફ્લૂના લક્ષણો હોય કે ન હોય.

કેવી રીતે બચવું: તેનાથી બચવા માટે, ખુલ્લા બજારમાં જવાનું ટાળો અને સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં ન આવો. અડધું પાકેલું ચિકન અથવા ઈંડાનું પણ સેવન ન કરો. આ ઉપરાંત સમય સમય પર હાથ ધોતા રહો.

Leave a Reply

Your email address will not be published.