પોતાના પતિ કરણ સિંહ કરતા ઘણી વધારે કમાણી કરે છે બિપાશા બસુ, જાણો કોની પાસે છે કેટલા પૈસા

બોલિવુડ

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ગઈકાલે તેમની 5 મી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ કપલે 30 એપ્રિલ 2016 ના રોજ લગ્ન કર્યાં હતાં. બિપાશા બસુએ પહેલી વાર લગ્ન કર્યાં હતા જ્યારે કરણસિંહ ગ્રોવરે ત્રીજી વાર લગ્ન કર્યા હતા. આ પ્રસંગે અભિનેત્રી બિપાસાએ પોતાના પતિ કરણને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણી તસવીરો શેર કરીને અભિનંદન આપ્યા છે. આ સાથે કરણે પણ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પત્ની સાથેની ઘણી તસવીર શેર કરી છે.

જો આજે બિપાશાના કામ વિશે વાત કરીએ તો તે ફિલ્મોથી ઘણી દૂર છે. તેને છેલ્લે 2015 માં આવેલી ફિલ્મ ‘અલોન’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે તેના પતિ કરણસિંહ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં હતા. કરણ સાથે લગ્ન કરનાર બિપાશા ઇન્ડસ્ટ્રીમાં તેનાથી ખૂબ જ સિનિયર એક્ટર છે. અનુભવની બાબત હોય કે પ્રોપર્ટીની બાબત બંનેમાં બિપાશા બસુ કરણ કરતા ઘણી આગળ છે. કરણ સિંહ ગ્રોવર કરતા બિપાશા ની પ્રોપર્ટી 7 ગણી વધારે છે.

એક ખાનગી વેબ સાઈટના અહેવાલ અનુસાર 2020 માં બિપાશાની કુલ સંપત્તિ લગભગ 15 કરોડ ડોલર એટલે કે લગભગ 111 કરોડ રૂપિયા હતી. આ બાબતમાં કરણ સિંહ તેનાથી ઘણા પાછળ છે. તેમની કુલ સંપત્તિ 2 મિલિયન ડોલર છે, જે માત્ર 14 કરોડ રૂપિયા છે. કરણ સિંહ ગ્રોવર માત્ર લગ્નની બાબતમાં જ તેમના કરતા આગળ છે. જ્યારે તેની પત્ની અન્ય ઘણા સ્ત્રોત દ્વારા તેમનાથી ઘણી વધુ કમાણી કરે છે.

બિપાશા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. આ કારણે, તે રીબોક, એરિસ્ટ્રોક્રેટ લગેજ, ફા ડાયોડ્રેંટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ અને શોલ્ડર શેમ્પૂ સહિતની ઘણી કંપનીઓનો ચહેરો રહી ચુકી છે. તે તેનાથી પણ ઘણી કમાણી કરે છે. બિપાશા પાસે ઓડી 7, પોર્શ, ફોક્સવેગન બીટલ જેવી લક્ઝરી કારનું કલેક્શન છે. આ ઉપરાંત તે મુંબઇના પોશ એરિયામાં બે મકાનોની માલિક પણ છે. આટલું જ નહિં, તેની પાસે કોલકતામાં પણ એક ઘર છે.

બિપાશાએ તાજેતરમાં જ ‘લવ યોરસેલ્ફ બ્રેક ફ્રી’ નામની ડીવીડી પણ લોંચ કરી હતી, જેમાં તે લોકોની ફિટનેસના ફાયદાઓને જણાવે છે. આ ઉપરાંત બિપાશા ઘણા સ્ટેજ શો પણ કરે છે. બિપાશા એક સ્ટેજ શો માટે લગભગ 2 કરોડ ચાર્જ કરે છે. એટલું જ નહીં, આ અભિનેત્રી 40 થી વધુ મૈગઝીન્સના કવર પેજનો ચહેરો પણ રહી ચૂકી છે. બિપાશા હિન્દી સિનેમા ઉપરાંત તમિલ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જ્યારે તેના પતિ કરણે ફિયર ફેક્ટર, આઈડિયા રોક્સ ઇન્ડિયા અને ઝારા નચકે દિખા જેવા શોમાં કામ કર્યું છે.