બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત કપલ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્નને લગભગ 6 વર્ષ થઈ ગયા છે. આ કપલ ચાહકોની સૌથી ફેવરિટ જોડી છે અને અવારનવાર તે સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે. હવે તાજેતરમાં, બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેના 6 વર્ષ જૂના લગ્નની એક અનસીન તસવીર અને વીડિયો ક્લિપ શેર કરી છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં કરણ સિંહ ગ્રોવર પત્ની બિપાશા બાસુની માંગમાં સિંદૂર ભરતા જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો આ વાયરલ વીડિયો.
‘અલોન’ના સેટ પર એકબીજાની નજીક આવ્યા હતા કરણ અને બિપાશા: જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણની પહેલી મુલાકાત ફિલ્મ ‘અલોન’ના સેટ પર થઈ હતી. કહેવાય છે કે અલોન ફિલ્મમાં કામ કરતી વખતે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ત્યાર પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, કરણ અને બિપાશાએ 30 એપ્રિલ 2016 ના રોજ બંગાળી પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. બિપાશા સાથે લગ્ન કરતા પહેલા કરણ બે અન્ય લગ્ન કરી ચુક્યા હતા.
તેમણે પ્રખ્યાત અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે બીજા લગ્ન કર્યા. આ પહેલા પણ તેણે અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ બંને અભિનેત્રીઓ સાથે તેના લગ્ન તૂટી ગયા. ત્યાર પછી તેના જીવનમાં બિપાશા બાસુએ પ્રવેશ કર્યો અને હવે બંને એકબીજા સાથે સુખી જીવન જીવી રહ્યા છે, જ્યારે બિપાશા બાસુના આ પહેલા લગ્ન છે.
બિપાશાએ શેર કર્યો એક અનસીન વીડિયો: 30 એપ્રિલના રોજ, આ કપલ એ પોતાના લગ્નની છઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહી. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પરિવારના સભ્યો વચ્ચે લગ્નની વિધિ કરતા જોવા મળે છે. સાથે જ વીડિયોમાં કરણ સિંહ ગ્રોવર બિપાશાની માંગમાં સિંદૂર ભરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ બંને વચ્ચે રોમેન્ટિક સ્ટાઈલ જોવા મળી રહી છે અને બંને માટે એકબીજાનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો પણ કમેન્ટ કરીને આ કપલની પ્રસંશા કરી રહ્યા છે.
પત્નીની પ્રસંશામાં બોલ્યા કરણ: જણાવી દઈએ કે આ વીડિયોને શેર કરતા બિપાશા બાસુએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારા ચહેરા પર આ સ્માઈલ લાવવા બદલ તમારો આભાર, જ્યારથી તમે મળ્યા ત્યારથી આ ખુશી ચાર ગણી વધી ગઈ છે, તમારા માટે મારો પ્રેમ વધુ વધી ગયો છે.” સાથે જ કરણ સિંહ ગ્રોવરે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાની પત્ની બિપાશાની પ્રસંશા કરતા કહ્યું હતું કે, “તે બહારથી જેટલી સુંદર છે એટલી જ અંદર પણ છે. તેની પાસે એક વિશાળ હૃદય છે. જે દરેક પાસે નથી.”
તેની આગળ કરણે કહ્યું હતું કે, “જ્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થાય છે, ત્યારે હું માફી માંગુ છું કારણ કે તે મારી ભૂલ હોય છે. બિપાશાએ પણ કહ્યું કે તે વધુ માફી માંગે છે કારણ કે તે વધુ ભૂલો કરે છે. જોકે સંબંધમાં તમારે માફ કરીને આગળ વધવું જોઈએ. તેનાથી સંબંધ વધુ મજબૂત બની રહે છે.”
કરણ અને બિપાશાની ફિલ્મો: જણાવી દઈએ કે, કરણ સિંહ ગ્રોવરે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી. તે ‘કુબૂલ હૈ’ જેવી ટીવી સિરિયલમાં કામ કર્યા પછી ફિલ્મી દુનિયામાં કામ કરવા લાગ્યા. તેણે પોતાની કારકિર્દીમાં ‘અલોન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથે જ બિપાશા બાસુએ વર્ષ 2001માં અબ્બાસ મસ્તાનની ફિલ્મ ‘અજનબી’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેણે ‘નો એન્ટ્રી’, ‘રાઝ’, ‘ધૂમ 2’, ‘ઓમકારા’, ‘દમ મારો દમ’ અને ‘રેસ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.