6 વર્ષથી કોઈ ફિલ્મમાં નથી કર્યું કામ છતાં પણ આટલા અધધ કરોડની માલિક છે બિપાશા, જાણો તેની કુલ સંપત્તિ વિશે

બોલિવુડ

બોલિવૂડની ‘બ્લેક બ્યુટી’ કહેવાતી અભિનેત્રી બિપાશા બાસુનો આજે જન્મદિવસ છે. બિપાશાનો જન્મ 7 જાન્યુઆરી, 1979ના રોજ નવી દિલ્હીમાં થયો હતો અને આજકાલ બિપાશા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે એક લક્ઝરી જીવન જીવે છે. જણાવી દઈએ કે લાઈફસ્ટાઈલની બાબતમાં કોઈથી ઓછી નથી. આટલું જ નહીં તેણે 17 વર્ષની ઉંમરમાં જ પોતાની મોડલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

સાથે જ પોતાની બે દાયકાની કારકિર્દીમાં, બિપાશાએ ઘણી ફિલ્મો કરી જેમાં તેની ભુમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બાળપણમાં તેને કોઈ પસંદ કરતું ન હતું કારણ કે તે ખૂબ જ કાળી અને મોટી હતી. આટલું જ નહીં, સ્થિતિ એવી હતી કે કોલેજમાં પણ તેના મિત્રો તેને કાળા રંગ માટે ચીડવતા હતા. ચાલો જાણીએ આવી સ્થિતિમાં બિપાશા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

જણાવી દઈએ કે હવે બિપાશા બાસુ 42 વર્ષની થઈ ગઈ છે અને તે છેલ્લા 6 વર્ષથી ફિલ્મોમાં જોવા નથી મળી. બિપાશા છેલ્લે વર્ષ 2015માં આવેલી ફિલ્મ અલોનમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે તેમાં તેની સાથે કરણ સિંહ ગ્રોવરે પણ કામ કર્યું હતું, જે પછી તેનો પતિ બન્યો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ બિપાશા પતિ કરણ કરતા 7 ગણી વધુ અમીર છે.

આટલું જ નહીં સેલિબ્રિટી નેટવર્થ ના રિપોર્ટ મુજબ બિપાશા બાસુની નેટવર્થ લગભગ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 111 કરોડ રૂપિયા છે, જ્યારે તેની સરખામણીમાં પતિ કરણ સિંહ ગ્રોવરની સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે માત્ર 15 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે બિપાશા બાસુ ફિટનેસને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તે રીબોક, એરિસ્ટ્રોકેટ લગેજ, ફા ડિયોડ્રેંટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ સહિત ઘણી કંપનીઓ માટે જાહેરાત કરી ચુકી છે અને તેનાથી તેણે મોટી રકમની કમાણી કરી છે.

જણાવી દઈએ કે બિપાશા પાસે મુંબઈના પોશ વિસ્તારમાં બે ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. આ ઉપરાંત કોલકાતામાં પણ તેનું એક ઘર છે. કાર કલેક્શનની વાત કરીએ તો બિપાશા પાસે ઓડી-7, પોર્શે, વોક્સવેગન બીટલ જેવી લક્ઝરી કાર છે.

સાથે જ જણાવી દઈએ કે બિપાશા બાસુ ઘણા સ્ટેજ શો પણ કરે છે, જેના માટે તે લગભગ 2 કરોડ રૂપિયા પ્રતિ શો ચાર્જ કરે છે. આ ઉપરાંત જણાવી દઈએ કે બિપાશા 40 થી વધુ મેગેઝીનના કવર પેજ પર પણ જોવા મળી ચુકી છે. બિપાશા ફિટનેસને લઈને પણ ખૂબ જાગૃત છે. સાથે જ થોડા સમય પહેલા તેણે ‘લવ યોરસેલ્ફ બ્રેક ફ્રી’ નામની ડીવીડી પણ લોન્ચ કરી હતી.

સાથે જ વાત બિપાશાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો, બિપાશાએ 2001માં થ્રિલર ફિલ્મ ‘અજનબી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

ત્યાર પછી તેણે સુપરહિટ હોરર ફિલ્મ ‘રાઝ’ (2002)માં પણ કામ કર્યું. આ ફિલ્મ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ હતી. ત્યાર પછી બિપાશાએ આ જોનરની ઘણી ફિલ્મો કરી અને આજે પણ હોરર ફિલ્મો બિપાશાની પહેલી પસંદ છે.

આ ઉપરાંત છેલ્લે જણાવી દઈએ કે બિપાશાએ એક વખત એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે સુપરમોડલ કોન્ટેસ્ટ જીત્યો હતો. ત્યારે દરેક ન્યૂઝપેપર પર તેના સમાચાર છપાયા કે કોલકાતાની શ્યામ છોકરી વિનર બની.

કોઈએ મારું ટેલેંટ ન જોયું. અહીં સુધી કે મારા ઘરમાં પણ મારા શ્યામ રંગની ચર્ચા થતી હતી. મારા શ્યામ રંગને કારણે મને અન્ય અભિનેત્રીથી અલગ સમજવામાં આવી. આ દરમિયાન મને સ્કિન કેર એન્ડોર્સમેન્ટની ઘણી ઑફર્સ મળી પરંતુ મેં તેને હંમેશા ઠુકરાવી દીધી.