અરુણાચલ પ્રદેશમાં છે આ દુનિયાનું સૌથી મોટું શિવલિંગ, જાણો કેવી રીતે થઈ હતી તેની રચના

ધાર્મિક

અરુણાચલ પ્રદેશ ખૂબ જ સુંદર રાજ્ય છે અને આ જગ્યાની પ્રાકૃતિક સુંદરતા જોતા જ બને છે. આ રાજ્યમાં આવતા લોકો અહીંની સુંદરતા જોઈને દંગ રહી જાય છે અને અહીંની વાદિઓને જોઈને તેમાં ખોવાઈ જાય છે. અરૂણાચલ પ્રદેશમાં પણ દુનિયાનું સૌથી મોટું કુદરતી શિવલિંગ છે અને આ શિવલિંગની ઉંચાઇ 26 ફૂટ છે. જે લોકો આ રાજ્યમાં આવે છે તે આ શિવલિંગના દર્શન કરવા માટે મંદિરે જરૂર જાય છે અને શિવલિંગ પર જળ ચળાવે છે.

આ રીતે કરી હતી શિવલિંગની શોધ: અરુણાચલ પ્રદેશની કરડા ટેકરી પર આવેલું આ મંદિર સિદ્ધેશ્વર નાથ મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિર સાથે જોડાયેલી દંતકથા અનુસાર, એક લાકડા કાપનાર વ્યક્તિએ આ શિવલિંગની શોધ કરી હતી. એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ 26 ફૂટ ઉંચું અને 22 ફૂટ પહોળું આ શિવલિંગ ચાર ફૂટ પૃથ્વીની નીચે છે અને આ શિવલિંગ સ્વયંભુ શિવલિંગ છે.

શ્રી સિદ્ધેશ્વરનાથ મંદિર ખૂબ જ સુંદર મંદિર છે અને આ મંદિરના પ્રવેશદ્વાર પર ભગવાન નંદીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની સાથે પાર્વતી અને કાર્તિકેય મંદિરો પણ છે. મંદિરના પંડિતના જણાવ્યા મુજબ શિવલિંગની નીચે સતત જલધારા પણ વહે છે અને આ મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. શિવલિંગની નીચે વહેતી પાણીની ધારાથી જ શિવલિંગનો અભિષેક થાય છે. એટલું જ નહીં, શિવલિંગ ઉપર જનોય જેવી આકૃતિ પણ છે.

શિવપુરાણમાં પણ મળે છે ઉલ્લેખ: આ શિવલિંગનું વર્ણન શિવ પુરાણમાં પણ મળે છે. શિવપુરાણના 17 મા અધ્યાયના રુદ્ર ખંડમાં, આ શિવલિંગ વિશે લખ્યું છે કે આ ભવ્ય શિવલિંગ લોકોને આકર્ષિત કરે છે અને આ શિવલિંગ ‘લિંગાલય’ નામની જગ્યા પર છે. જણાવી દઇએ કે પહેલા લિંગાલયને જ અરૂણાચલના નામથી ઓળખવામાં આવતું હતું.

થાય છે વિશેષ કાર્યક્રમનું આયોજન: સિદ્ધેશ્વરનાથ મંદિરમાં મહા શિવરાત્રી પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે અને દૂર-દૂરથી લોકો આ મંદિરમાં શિવલિંગ પર જળ ચળાવવા માટે આવે છે. આ મંદિરમાં શિવજીની સાથે તેના પરિવારની પણ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમવારે પણ આ મંદિરમાં ભીડ હોય છે.

કેવી રીતે પહોંચવું: અરુણાચલ પ્રદેશ સરળતાથી વિમાન અને રેલ દ્વારા પહોંચી શકાય છે. નહારલગુન રેલ્વે સ્ટેશન ઝીરોથી 120 કિલોમીટરના અંતરે છે અને ઝીરોથી આ મંદિરનું અંતર 6 કિલોમીટર છે. ઝીરો પહોંચ્યા પછી તમને અહીંથી મંદિર જવા માટે સરળતાથી ટ્રેન મળશે. ઇટાનગર ગુવાહાટી સુધી ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા પણ જઈ શકાય છે. ઇટાનગરથી ગાડી કરીને સરળતાથી આ મંદિર પહોંચી શકાય છે. આ મંદિરની પાસે ધાર્મશાળા પણ છે જ્યાં તમે રોકાઈ શકો છો. મંદિરની પાસે એક ખૂબ મોટું અને સુંદર બજાર પણ છે. જ્યાં તમે ખરીદી કરી શકો છો.