કોઈ આલીશાન મહેલથી ઓછું નથી બિગ બોસનું નવું ઘર, જુવો બાથરૂમથી લઈને બેડરૂમ સુધીની તસવીર

બોલિવુડ

જેમ કે તમે બધા જાણો જ છો કે ટીવીની દુનિયાનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસની નવી સીઝન 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે. અને અપેક્ષા કરતા વધારે, લોકોનો પ્રેમ મળી રહ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો બિગ બોસનું ઘર જોવા માટે ખૂબ ઉત્સુક રહે છે. ખાસ કરીને આ લોકો માટે, અમે બિગ બોસના ઘરની કેટલીક ખાસ તસવીરો લાવ્યા છીએ જેમાં તમને બાથરૂમથી લઈને બેડરૂમ સુધીની બધી તસવીરો જોવા મળશે. નોંધનીય વાત એ છે કે દરેક વખતની તુલનામાં આ વખતે શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને વધુ લક્ઝરી સુવિધા આપવામાં આવી રહી છે. જી હા, આ વખતે શોપિંગ મોલ્સ, રેસ્ટોરાન્ટ અને થિયેટર જેવી સુવિધાઓ પણ સ્પર્ધકોને આપવામાં આવી રહી છે. ચાલો જોઇએ બિગ બોસના ઘરની સુંદર તસવીરો.

તમને જણાવી દઈએ કે તમે બિગ બોસનું જે સુંદર ઘર જોવા જઈ રહ્યા છો તેના નિર્માતા ઓમંગ કુમાર છે, તેમણે જ આ ઘરને ડિઝાઈન કર્યું છે. ઘરની સુંદર દિવાલો અને ક્યાં કઈ પેઇન્ટિંગ લગાવવામાં આવશે તે બધામાં ઓમંગનું જ મગજ છે.

આ ઘર વિશે વાત કરતા ઓમંગ કહે છે કે તેમણે અને પ્રોડક્શન ડિઝાઇનર વનિતા ઓમંગે આ ઘરની ડિઝાઇન વિશે અઢી મહિના પહેલા વિચારવાનું શરૂ કર્યું હતું. આ ઘરને કોરોના જેવા મહામારીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

તેમના કહેવા મુજબ, અમે અહિં તે સુવિધાઓ પણ રાખવા ઇચ્છતા હતા જે કોરોના ચક્કરમાં ગયા દિવસોમાં લોકોને ઘણી યાદ આવી હતી. ખરેખર દેશવ્યાપી લોકડાઉનને કારણે, લોકોએ સ્પા, મોલ અને થિયેટરને ખૂબ મિસ કરી રહ્યા હતા, આ જ કારણ છે કે ઘરમાં આ બધી સુવિધાઓ આપવામાં આવી છે.

ઘરની અંદર જે એન્ટ્રીનો દરવાજો છે તેને એક આંખ જેવો ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેની પાછળ ઓમંગ કહે છે કે તે હરીફને નવી દુનિયામાં લઈ જવાનું કામ કરશે. આ સિવાય ઘરના દરેક ખૂણાને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે બિગબોસની થીમને અનુરૂપ છે.

ઘરની અંદર રાખેલી દરેક ચીજ એક અલગ સ્ટોરી જણાવે છે. ઘરમાં થોડી વધારે જગ્યા છોડવામાં આવી છે જેની જરૂર ટાસ્ક ટાસ્ક દરમિયાન પડી શકે છે. જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે, આ વખતે આ શોનો સેટ મુંબઇના ફિલ્મ સિટીમાં લગાવવામાં આવ્યો છે. કોરોનાને કારણે આ શોના નિર્માતા ઘણી સાવધાની રાખી રહ્યા છે.

આ સાથે, આ ઘરને સજાવવા માટે આ વખતે ઘણી મહેનત કરવી પડી છે, આ વખતે આખું ઘર એક અલગ જ રીતે શણગારેલું છે. જો તમે ઘરના બેડરૂમને જુવો તો આ વખતે તમને સિંગલ બેડ જોવા મળશે, આ ઉપરાંત લિવિંગ રૂમની જગ્યા પણ તેમાં વધુ જોવા મળી રહી છે. આ સિવાય લિવિંગ રૂમમાં રાખેલા સિલવર રંગના સોફા તેની સુંદરતામાં વધારો કરવાનું કામ કરી રહ્યા છે.

કોરોનાને સખ્તાઇથી લેતા, શોના નિર્માતાઓએ નિર્ણય કર્યો છે કે આ વખતે ફક્ત એક સિંગલ બેડ જ રાખવામાં આવશે, તે સિવાય કોઈ પણ સ્પર્ધક કોઈ પણ સ્પર્ધક સાથે તેનો બેડ શેર કરશે નહીં. એટલું જ નહીં બિગ બોસના ઘરમાં રહેતા લોકો પ્લેટ ગ્લાસથી લઈને પાણીની બોટલ પણ શેર કરી શકશે નહિં.

Leave a Reply

Your email address will not be published.