બિગ બોસ OTT-2 માં આ વખતે ધૂમ મચાવશે આ 10 સ્ટાર્સ!, જાણો નિયા શર્માથી લઈને અન્ય કોના-કોના નામ છે શામેલ

બોલિવુડ

બિગ બોસ ટીવીનો એક પ્રખ્યાત શો બની ચુક્યો છે. તેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. ગયા વર્ષથી જ એક નવું વર્ઝન મેકર્સે શરૂ કર્યું હતું. આ વર્ઝન OTT પ્લેટફોર્મ પર જોવા મળ્યું હતું. તેની ટીઆરપી પણ ખૂબ સારી રહી હતી.

ફરી એકવાર બિગ બોસ ઓટીટીની નવી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લી વખતની જેમ આ વખતે પણ કેટલાક સ્ટાર્સની પસંદગી કરવામાં આવી છે. અમે તમને તે 10 સ્ટાર્સના નામ જણાવીએ છીએ જેમને મેકર્સે આમંત્રણ મોકલ્યું છે.

શોએબ ઈબ્રાહીમ: દીપિકા કક્કર સાથે લગ્ન કરીને પ્રખ્યાત થયેલા અભિનેતા શોએબ ઈબ્રાહિમ બિગ બોસ ઓટીટી મેકર્સના લિસ્ટમાં શામેલ છે. તે આ વખતે બિગ બોસના આ સ્પેશિયલ વર્ઝનમાં એન્ટ્રી કરી શકે છે. મેકર્સ તેમની ટીઆરપીને કેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શોએબ ઘણી વખત તેની પત્ની દીપિકાના કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તેમની પત્ની દીપિકાએ બિગ બોસ 12ની ટ્રોફી જીતીને ખૂબ ખ્યાતિ મેળવી હતી.

મુનવ્વર ફારૂકી: વિવાદિત કોમેડીના કારણે લાઈમલાઈટમાં આવનાર મુનવ્વર ફારૂકીનું નસીબ પણ આ દિવસોમાં બુલંદ ચાલી રહ્યું છે. તેમણે તાજેતરમાં લોકઅપ શો જીત્યો છે. ત્યાર પછી તેને ‘ખતરો કે ખિલાડી’ શોમાં ઓફર પણ મળી હતી. હવે બિગ બોસના મેકર્સ પણ તેને લેવા માટે આતુર છે. આ શોની ઓફર તેની પાસે પણ પહોંચી છે.

સનાયા ઈરાની: ટીવી એભિનેત્રી સનાયા ઈરાની પણ બિગ બોસ મેકર્સના લિસ્ટમાં શામેલ છે. તે ઘણા વર્ષોથી ટીવી પર જોવા મળી નથી, છતાં પણ તેની ટીઆરપીમાં ઘટાડો આવ્યો નથી. આ વખતે તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુરભી ચંદના: પોતાના શો નાગીનમાં પોતાની સુંદરતાથી અભિનેત્રી સુરભી ચંદના પણ લોકોના દિલ જીતી ચુકી છે. તે બિગ બોસમાં પણ જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ મેકર્સ તેને OTT-2માં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.

નિયા શર્મા: પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા પણ બિગ બોસ ઓટીટી સીઝન 2 માં જોવા મળવાની છે. તેને શોમાં આવવાની ઓફર મોકલવામાં આવી ચુકી છે. તે પહેલી સીઝનમાં ગેસ્ટ તરીકે પણ જોવા મળી હતી.

મુનમુન દત્તા: બિગ બોસ OTT 2માં આ વખતે અભિનેત્રી મુનમુન દત્તા પણ ધૂમ મચાવી શકે છે. અવારનવાર વિવાદોમાં રહેતી આ અભિનેત્રી પણ મેકર્સની નજરમાં છે. આ શો માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.

સિદ્ધાર્થ નિગમ: નાની ઉંમરમાં જ પોતાની ઓળખ બનાવી ચુકેલા અભિનેતા સિદ્ધાર્થ નિગમ પણ મેકર્સના લિસ્ટમાં શામેલ છે. અલાદ્દીન સિરિયલથી લોકોમાં ઓળખ બનાવવામાં સફળ થયેલા અભિનેતાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આકાંક્ષા પુરી: આકાંક્ષા પુરી પણ આ વખતે બિગ બોસ ઓટીટીમાં જોવા મળી શકે છે. તે પારસ છાબરાની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. જો કે, તેણે ઘણી વખત બિગ બોસમાં આવવાની ઓફર રિજેક્ટ કરી છે.

પ્રેરણા સહજપાલ: પ્રતિક સહજપાલે બિગ બોસથી ખૂબ નામ કમાવ્યું. હવે તેની બહેન પ્રેરણા સહજપાલને પણ બિગ બોસ મેકર્સ ઘરમાં લાવવા ઈચ્છે છે. પ્રતિકની ખ્યાતિનો લાભ લેવા તે પ્રેરણાને આમંત્રણ મોકલી ચુક્યા છે.

બશીર અલી: આ સિઝનમાં પ્રખ્યાત મોડલ બશીર અલી પણ ધૂમ મચાવી શકે છે. મેકર્સ આ દિવસોમાં મોડલ સાથે વાતચીતમાં વ્યસ્ત છે. આશા છે કે, તેમને પણ ઘરમાં કેદ કરવામાં સફળતા મળે.