બિગ બોસ ફેમ ગૌરવ ચોપરાએ શેર કરી તેના દીકરાની પહેલી ઝલક, જુઓ તસવીર

બોલિવુડ

ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અને બિગ બોસનો સ્પર્ધક ગૌરવ ચોપરાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે ઘણા શોમાં એક્ટિંગ કરીને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં, અભિનેતાએ તેના માતાપિતાને એકસાથે ગુમાવ્યા હતા. માતાપિતાના મૃત્યુને કારણે ગૌરવ ચોપરા સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો, પરંતુ, આ મહિને લાંબા સમય પછી તેના ઘરે ખુશી આવી છે. તાજેતરમાં જ ગૌરવની પત્નીએ પહેલા બાળકને જન્મ આપ્યો છે. પુત્રના જન્મથી ગૌરવ અને પત્ની હિતીશા ખૂબ જ ખુશ છે. તેની ખુશી બમણી કરવા માટે અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પુત્રની પહેલી ઝલકની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

ગયો મહિનો રહ્યો દુખદ: જણાવી દઈએ કે અભિનેતા ગૌરવનું જીવન ખૂબ જ ઉદાસીભર્યું રહ્યું છે. ખાસ કરીને, છેલ્લો એક મહિનો તેમના માટે ખૂબ જ દુખદ રહ્યો હતો. આ મહિનામાં જ તેણે તેના માતા અને પિતાને એકસાથે કાયમ માટે ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં હવે સપ્ટેમ્બર મહિનો તેમના માટે અપેક્ષા બનીને સામે આવ્યો છે. આ મહિનાની 14 મી તારીખે, તેના ઘરમાં નાના મહેમાનનું આગમન થયું છે. આવી સ્થિતિમાં ગૌરવ અને પત્ની હિતીશા ખૂબ જ ખુશ છે અને તેની આ ખુશીને ચાહકો સાથે શેર કરીને બમણી કરી રહ્યા છે.

પુત્રની તસવીર કરી શેર: આજના આધુનિક સમયમાં દરેક અભિનેતા અને અભિનેત્રી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે ખુશીની વાત આવે છે તો, સૌ પ્રથમ, દરેક અભિનેતા તેને ચાહકો સાથે જરૂર શેર કરે છે. ગૌરવે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેના પુત્રની ક્યૂટ તસવીર શેર કરી છે. તસવીરની સાથે તેણે એક કેપ્શન પણ આપ્યું છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “મેરે ઘર આયા એક નન્હા કુંવર… ચાંદની કે હસીન રથ પર સ્વર.. મને યાદ છે ‘ઉતરન’ની સીરિજનું આ ગીત જ્યારે અમે અમારા બાળકનું સ્વાગત કર્યું હતું, ત્યારે હું એ જાણતો ન હતો કે પિતા બનવાની રિયલ ફીલિંગ શું છે? કાશ! હું તે સમયે આ અહેસાસને સમજી શક્યો હોત.”

એન્જલ બનીને આવ્યો પુત્ર : આગળ ગૌરવે લખ્યું, “અમે આ નાના એન્જલનું સ્વાગત કર્યું છે જે અમારી સૂકી જમીન પર અનમોલ વરસાદ ની જેમ આવ્યો છે.” મને લાગ્યું કે મારે આ સુંદર ક્ષણ તમારા બધા સાથે શેર કરવી જોઈએ. માતાપિતાને ગુમાવવા તોડી નાખનારો અહેસાસ હતો પછી આ ભગવાનની ભેટ, નિર્દોષ, ક્યુટનેસના બંડલને મેળવવું આ બધું એક મહિનામાં થયું છે. હવે આ બધી બાબતો અમુક અંશે સમજી શકાય છે. “

Leave a Reply

Your email address will not be published.