ચેન્નાઇના સીઈઓનું મોટું નિવેદન, ધોનીને લઈને કહી આ વાત, જાણો કોણ હશે આગામી સીઝનના CSKના કેપ્ટન

રમત-ગમત

આઈપીએલ 2020 ની 13 મી સીઝનમાં બધી ટીમો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા કોશિશ કરી રહી છે પરંતુ આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ કંઈ ખાસ કરી શકી નથી. આ સીઝન મહેન્દ્રસિંહ ધોની માટે ભયાનક સ્વપ્ન જેવી સાબિત થઈ છે. ફ્રેન્ચાઇઝી આઈપીએલ ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. મહેન્દ્રસિંહ ધોનીની ટીમના નબળા પ્રદર્શનને કારણે ક્રિકેટના કોરિડોરમાં ચર્ચાઓ ચાલી રહી છે. જોકે જોવામાં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સનો આઈપીએલમાં રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. ચેન્નાઈની ટીમે જ્યારે પણ આ લીગમાં ભાગ લીધો છે ત્યારે તે પ્લે ઓફ સુધી જરૂર પહોંચી છે પરંતુ આ વખતે તેમની સ્થિતિ સારી નથી. પ્રથમ વખત ચેન્નાઈ છેલ્લા ચારનો ભાગ નહીં બને. રવિવારે રાજસ્થાન રોયલ્સએ મુંબઇ ઈન્ડિયન્સને પરાજિત કર્યા પછી જ ધોનીની આર્મીની અંતિમ આશા પૂર્ણ થઈ ગઈ છે. આ સીઝનમાં ચેન્નાઇના નિરાશાજનક પ્રદર્શનને કારણે ચાહકો ખૂબ નારાજ છે, ચેન્નઈની ટીમ ટેબલમાં સૌથી નીચે છે.

ધોનીની ટીમ સીએસકેના નબળા પ્રદર્શનના કારણે ધોનીના ભાવિષ્ય પર પણ સવાલો ઉભા થવા લાગ્યા છે. ધોની પણ આ સીઝનમાં કંઇ ખાસ કરી શક્યો નથી અને બાકીના ખેલાડીઓ પણ તેમના પ્રદર્શનથી ચાહકોને પ્રભાવિત કરી શક્યા નથી, જેના પછી એવું માનવામાં આવે છે કે આગામી સીઝનની ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ નવા રંગમાં જોવા મળી શકે છે એટલે કે કેપ્ટન સહિતના ઘણા ખેલાડીઓ બદલી શકે છે. આ દરમિયાન ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથને એક મોટું નિવેદન આપ્યું છે. ચેન્નાઈના સીઈઓએ આગામી સિઝનમાં ટીમના કેપ્ટનનું નામ જાહેર કર્યું.

ચેન્નાઈના સીઈઓએ જણાવ્યું કોણ હશે આગામી સીઝનમાં ટીમનો કેપ્ટન: જોકે ચેન્નઈની ટીમે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતે પણ સારું પ્રદર્શન કરી શક્યો નથી. મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર 39 વર્ષ થઈ ગઈ છે અને તેના ભવિષ્ય વિશે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન ચેન્નાઈના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની 2021 માં પણ ટીમની કપ્તાની સંભાળશે. વિશ્વનાથને કહ્યું, મને પૂરો વિશ્વાસ છે કે 2021 માં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની કરશે. તેણે આપણા માટે 3 આઈપીએલ ખિતાબ જીત્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી. કોઈ અન્ય ટીમનું આવું પ્રદર્શન નથી રહ્યું. ખરાબ વર્ષનો અર્થ એ નથી કે આપણે બધું બદલવાની જરૂર નથી. તેમણે આગળ વધુમાં જણાવ્યું હતું કે “આ વર્ષે અમે અમારી ક્ષમતા અનુસાર પ્રદર્શન કર્યું નથી. અમે તે મેચ હારી ગયા જે અમારે જીતવી જોઈએ. આ જ કારણે આપણે પાછળ રહી ગયા. સુરેશ રૈના અને હરભજન સિંહમાં કોવિડ આવવાથી અમરી ટીમનું સંતુલન બગડી ગયું.

સીએસકે થઈ પ્લે ઓફથી બહાર: આપને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં 12 મેચોમાં ફક્ત 4 મેચ જીતી છે. બાકીની આઠ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ફ્રેન્ચાઇઝી પ્લેઓફ રેસમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં ધોનીની સાથે અન્ય ખેલાડીઓએ પણ ચાહકોને નિરાશ કર્યા છે. મહેન્દ્રસિંહ ધોનીનું બેટ આ સિઝનમાં શાંત રહ્યું. ધોનીએ 12 મેચમાં માત્ર 199 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 118.45 હતો.

Leave a Reply

Your email address will not be published.