માતા લક્ષ્મીની મોટી બહેન છે અલક્ષ્મી, કરે છે આવા ઘરમાં વાસ, માનવામાં આવે છે ગરીબીની દેવી

ધાર્મિક

સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી ઘણા રત્નો નીકળ્યા હતા અને માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનમાં માતા લક્ષ્મી પહેલા તેમની મોટી બહેન પ્રગટ થઈ હતી, જેને અલક્ષ્મીના નામથી ઓળખવામાં આવે છે. ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથન વિશે ઉલ્લેખ કરતા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરેખર, સમુદ્ર મંથનમાં લક્ષ્મી મા પહેલા અલક્ષ્મી બહાર આવી હતી. તેથી તેને લક્ષ્મીની મોટી બહેન માનવામાં આવે છે. અલક્ષ્મીની સાથે ઘણી કથાઓ જોડાયેલી છે અને આ કથાઓ નીચે મુજબ છે.

અલક્ષ્મી સાથે જોડાયેલી પહેલી કથા: કેટલીક દંતકથાઓ અનુસાર અલક્ષ્મીએ પ્રગટ થયા પછી વિષ્ણુ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ વિષ્ણુજીએ અલક્ષ્મીના બદલે લક્ષ્મી સાથે લગ્ન કર્યા. જેના કારણે અલક્ષ્મી ખૂબ ગુસ્સે થઈ ગઈ. એવું પણ માનવામાં આવે છે કે અલક્ષ્મીના ક્રોધને શાંત કરવા માટે, વિષ્ણુએ તેમને પીપળના ઝાડમાં બિરાજમાન થવાના આશીર્વાદ આપ્યા હતા અને તેમને વચન આપ્યું હતું કે તે દર શનિવારના દિવસે માતા લક્ષ્મી સાથે તેને મળવા માટે પીપળા પર આવશે. આ જ કારણ છે કે શનિવારે પીપળના ઝાડની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.

અલક્ષ્મી સાથે જોડાયેલી બીજી કથા: અલક્ષ્મી દેવી સાથે જોડાયેલી અન્ય દંતકથા અનુસાર, અલક્ષ્મી ગરીબીની દેવી છે અને તે સમુદ્ર મંથનમાંથી બહાર આવ્યા પછી તેના લગ્ન મહર્ષિ સાથે થયા હતા. દંતકથાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન કેટલાક રત્નો પણ બહાર આવ્યા, જેમાં દેવી અલક્ષ્મી એક હતા. માન્યતાઓ અનુસાર અલક્ષ્મી મદિરા લઈને સમુદ્રમાંથી બહાર આવી હતી અને આ મદિરા રાક્ષસોને આપવામાં આવી હતી. દેવી અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક નામના મહર્ષિ સાથે થયા હતા. લગ્ન પછી જ્યારે ઉદ્દાલક તેને આશ્રમમાં લઈ ગયો, ત્યારે અલક્ષ્મીએ આશ્રમમાં પ્રવેશ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેના પ્રવેશને કારણે, ઘરમાં પૈસાનું નુક્સાન થશે અને ઘરમાં કોઈ સુખ નહીં આવે.

દેવી અલક્ષ્મીના જણાવ્યા અનુસાર તે માત્ર તે જ ઘરમાં રહે છે જે ગંદા રહે છે, જ્યાં ઝઘડા થાય છે અને અધર્મ અથવા ખોટા કામ ઘરના લોકો દ્વારા કરવામાં આવે છે. જેઓ પોતાનું ઘર સ્વચ્છ રાખે છે અને દરરોજ ભગવાનની પૂજા કરે છે, દેવી અલક્ષ્મી ત્યાં પ્રવેશ કરી શકતા નથી. કારણ કે આ ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.

જરૂર રાખો ઘરની સફાઈ: તેથી તમે લોકો પણ તમારા ઘરને રોજ સાફ રાખો અને પૂજા કરો. આ કરવાથી, અલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. જો તમે તમારા ઘરમાં ગંદગી ફેલાવીને રાખો છો અને ઘરની સફાઈ યોગ્ય રીતે નથી કરતા તો ઘરમાં અલક્ષ્મી વિરજમાન થઈ જાય છે અને ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે.