જયાને પત્ની બનાવતા પહેલા દિલ્હીની આ છોકરી પર આવ્યું હતું બિગ-બી નું દિલ, પોતે જ કર્યો હતો ખુલાસો

બોલિવુડ

સદીના સુપરસ્ટાર તરીકે જાણીતા અમિતાભ બચ્ચનની સ્ટાઈલ ખૂબ જ અનોખી છે. અમિતાભ બચ્ચન આજે એટલે કે 11 ઓક્ટોબરે 78 વર્ષના થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમને તેના ચાહકો તરફથી ઘણા અભિનંદન દુનિયાભરથી મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ઘણી વાર તે તેની જિંદગીના પાના ઉલટાવતા જોવા મળ્યાછે. ગયા વર્ષે અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ દરમિયાન પણ તેમના જીવન સાથે જોડાયેલી અનેક મનોરંજક પળો દર્શકોની સામે રાખી હતી. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે જયા બચ્ચન પહેલા દિલ્લીમાં ડીટીસી બસમાં કોઈ છોકરી પર તેમની આંખો બે-ચાર થઈ ગઈ હતી.

ડીટીસીની બસમાં: કેબીસીને હોસ્ટ કરતી વખતે અમિતાભ બચ્ચને એક એપિસોડ દરમિયાન આ રમૂજી કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે તે સમયે તે દિલ્હીમાં અભ્યાસ કરતા હતા. ત્યારે તેમને ડીટીસીની બસોમાં મુસાફરી કરવી પડતી હતી. બન્યું એવું કે અમિતાભ બચ્ચન દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના કારણે તેમને આ યાદ આવ્યું હતું. ગોસ્વામી તુલસીદાસ કી ચૌપાઇ રઘુકકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાએ પર … ના જાએ। અહિં ક્યો શબ્દ આવવો જોઈએ, આ સવાલ હતો. તેનો સાચો જવાબ વચન હતો.

ચૌપાઈ સાથે જોડાયેલી યાદ: અમિતાભ બચ્ચન ની એક ખૂબ જ સુંદર યાદ આ ચૌપાઈ સાથે જોડાયેલી હતી. બિગ બીએ કહ્યું હતું કે ત્યારે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાં તે અભ્યાસ કરી રહ્યા હતા. ડીટીસી બસમાં ત્યારે તે મુસાફરી કરતા હતા. દરરોજ બસમાં તેમને આ દરમિયાન એક છોકરી મળતી હતી.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે ડીટીસી બસમાં ત્યારે કનૉટ પ્લેસની તે આતુરતાથી રાહ જોતા હતા. તે એટલા માટે કારણ કે અહીંથી ઘણી સુંદર છોકરીઓ અને મહિલાઓ બસમાં ચઢતી હતી. અન્ય કોલેજ જેવી કે મિરાંડા હાઉસ વગેરેની છોકરીઓ અહિંથી આ બસમાં મુસાફરી કરતી હતી. અમિતાભ બચ્ચનને આ દરમિયાન એક છોકરી સારી લાગવા લાગી હતી.

આ શોમાં અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું હતું કે તે છોકરી સાથે ક્યારેય પણ ખુલીને વાત ન કરી. જો કે, જ્યારે ઘણા વર્ષો વીતી ગયા અને એકવાર અચાનક તેની સાથે તેમની મુલાકાત થઈ તો અમિતાભે તેમના દિલની વાત તે છોકરી સામે રાખી.

પ્રાણ જાય પણ વચન ન જાય: બિગ બીએ જણાવ્યું હતું કે તે સમયે પ્રાણ નામનો તે છોકરીનો બીજો મિત્ર પણ હતો. બંને હંમેશાં સાથે બસમાં ચઢતાં. જો કે, છોકરીના મનમાં આ જ હતું કે પ્રાણ જાય પણ વચન ના જાએ. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે પછી છોકરીએ જ તેમને કહ્યું કે તે પણ તેમના વિશે લાગણી અનુભવે છે. અમિતાભ બચ્ચન માટે તે પ્રાણને છોડવા માટે પણ તૈયાર હતી.

Leave a Reply

Your email address will not be published.