બિગ બોસ 15 ના સ્પર્ધકની ફી જાણીને ઉડી જશે તમારા હોંશ, જાણો ક્યા સ્પર્ધકને આપવામાં આવી રહી છે સૌથી વધુ ફી

મનોરંજન

ટીવીના સૌથી વિવાદિત શો બિગ બોસની 15 મી સીઝન શનિવાર 2 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન શોને હોસ્ટ કરી રહ્યા છે. બિગ બોસમાં જેટલા પણ સેલેબ્સ સ્પર્ધક બનીને આવે છે તેને દર અઠવાડિયે ઘરમાં રહેવા માટે પૈસા મળે છે. તેમને કેટલી અકમ આપવાની છે તે તેમની લોકપ્રિયતા અને માર્કેટ વેલ્યૂ પર આધાર રાખે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે કયા સ્પર્ધકને સૌથી વધુ પૈસા આપવામાં આવી રહ્યા છે.

જય ભાનુશાલી: જય ભાનુશલી ટીવી ઈંડસ્ટ્રીના જાણીતા હોસ્ટ છે. તે ઘણી સિરિયલો પણ કરી ચુક્યા છે. ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ તેમની પ્રતીક સહજપાલ સાથે તુ-તૂ-મૈં થઈ ગઈ હતી. તેમને બિગ બોસ 15 માં દર અઠવાડિયે 11 લાખ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે.

તેજસ્વી પ્રકાશ: ‘જોફે રિશ્તો કે સુર’ ફેમ રાગિની મહેશ્વરી ઉર્ફ તેજસ્વી પ્રકાશ પણ બિગ બોસ 15 માં આવી છે. તે શોમાં ખૂબ મનોરંજન કરી રહી છે. તેમને ઘરમાં દર અઠવાડિયે 10 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

અફસાના ખાન: પંજાબી સિંગર અફસાના ખાન પણ બિગ બોસનો ભાગ છે. તેની તુલના લોકો બિગ બોસ 13 ની શહનાઝ ગિલ સાથે પણ કરી રહ્યા છે. તે બિગ બોસમાં રહેવા માટે દર અઠવાડિયે 10 લાખ રૂપિયા લઈ રહી છે.

કરણ કુન્દ્રા: ટીવીના પ્રખ્યાત અભિનેતા કરણ કુન્દ્રા પણ બિગ બોસની 15 મી સીઝનમાં પોતાના જલવા ફેલાવી રહ્યા છે. ઘણા ટીવી શો અને કેટલીક ફિલ્મો કરી ચૂકેલા કરણને દર અઠવાડિયે 8 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

શમિતા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બિગ બોસ ઓટીટીની બીજી રનર અપ છે. તેથી તે બિગ બોસ 15 માં પણ જોવા મળી રહી છે. તેમને દર અઠવાડિયે 5 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ પહેલા તે બિગ બોસ 3 માં પણ હતી પરંતુ બહેન શિલ્પાના લગ્નને કારણે વચ્ચે જ શો છોડીને ચાલી ગઈ હતી.

અકાસા સિંહ: ‘સનમ તેરી કસમ’ ફિલ્મનું ‘ખીચ મેરી ફોટો …’ ગીત ગાઈને પ્રખ્યાત થયેલી અકાસા સિંહને શોમાં દર અઠવાડિયે 5 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

ડોનલ બિષ્ટ: ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ ડોનલ બિષ્ટને દર અઠવાડિયે 4 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. તે ટીવી સિરિયલ એક દિવાના થામાં શરણ્યા અને રૂપ મર્દ કા નયા સ્વરૂપમાં ઈશિકા પટેલની ભૂમિકા નિભાવીને પ્રખ્યાત થઈ હતી.

ઉમર રિયાઝ: ઉમર બિગ બોસ 13 ના રનર-અપ આસીમ રિયાઝના ભાઈ છે. તે વ્યવસાયે એક ડોક્ટર પણ છે. જોકે હવે તે મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેમને દર અઠવાડિયે 3 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

મીશા અય્યર: ‘એસ ઓફ સ્પેસ’ ફેમ મિશા અય્યરને બિગ બોસ 15 માં ભાગ લેવા માટે દર અઠવાડિયે 2 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.

નિશાંત ભટ્ટ: બિગ બોસ ઓટીટીના ફાઇનલિસ્ટ નિશાંત ભટ્ટને બિગ બોસ 15 માં 2 લાખ રૂપિયા દર અઠવાડિયે આપવામાં આવી રહ્યા છે.

પ્રતિક સહજપાલ: ટીવી અભિનેતા અને મોડેલ પ્રતિક સહજપાલ બિગ બોસ 15 માં દર અઠવાડિયે 2 લાખ રૂપિયા લઈ રહ્યા છે.