ખૂબ જ ગ્લેમરસ છે બિગ-બી ના નાના ભાઈની પત્ની, સુંદરતામાં આપે છે જયા અને એશ્વર્યાને માત, જુવો તેની તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં જ્યારે પણ દિગ્ગજ કલાકારોની વાત આવે છે ત્યારે અમિતાભ બચ્ચનનું નામ સૌથી પહેલા આવે છે. અમિતાભને બોલિવૂડના મહાનાયક અને શહનશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દરેક ફિલ્મમાં તેની એક્ટિંગના જલવા ફેલાવે છે. અત્યાર સુધીની સેંકડો ફિલ્મોમાં એક્ટિંગ કરી ચુકેલા અમિતાભ બચ્ચને દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. આજે વિદેશમાં પણ તેમની ફેન ફોલોવિંગ છે. બાળકોથી લઈને વડીલો સુધી તેમના ફેવરિટ કલાકારમાં બિગ-બીનું નામ જરૂર આવે છે. 76 વર્ષની ઉંમરે આજે પણ સુપરહીરો બોલીવુડના નવા કલાકારોને ટક્કર આપી રહ્યા છે. અમિતાભ બચ્ચનને તેની ફિલ્મ્સમાંથી ‘એંગ્રી યંગ મેન’ નું બિરુદ મળ્યું છે.

અ વખત જીતી ચુક્યા છે રાષ્ટ્રીય એવોર્ડ: લોકો અમિતાભ બચ્ચનને બિગ-બી પણ કહે છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે તેમને 3 વખત રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, તે 14 વખત ફિલ્મફેર એવોર્ડ પણ પોતાના નામે કરી ચુક્યા છે. ભારત સરકાર તરફથી અમિતાભ બચ્ચનને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે અમિતાભ બચ્ચનના ઘરના દરેક વ્યક્તિ પ્રખ્યાત છે, પરંતુ આજની પોસ્ટમાં, અમે તમને એક એવા સભ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ભાગ્યે જ જાણતા હશો.

અમિતાભનો નાનો ભાઈ છે અજિતાભ: વાત કરીએ અમિતાભ બચ્ચનના પરિવારની તો તેમના ઘરમાં પુત્ર અભિષેક બચ્ચન, પુત્રી શ્વેતા નંદા, પુત્રવધૂ એશ્વર્યા રાય, પત્ની જયા બચ્ચન અને પૌત્રી આરાધ્યા છે. સાથે વાત કરીએ તેમના ભાઈની તો અમિતાભનો એક નાનો ભાઈ છે, નામ અજિતાભ બચ્ચન છે. અમિતાભ બચ્ચનના ઘરના દરેક સભ્ય વિશે દુનિયા જાણે છે, પરંતુ તેના ભાઈ અને ખાસ કરીને તેની પત્ની વિશે બહુ ઓછા લોકો જાણે છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભની પત્નીનું નામ રમોલા બચ્ચન છે. વાત કરીએ રમોલા બચ્ચનની સુંદરતા વિશે તો તે લુકમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે અને સુંદરતાની દ્રષ્ટિએ જયા બચ્ચનને ટક્કર આપતા જોવા મળે છે.

ખૂબ જ સુંદર છે જયા બચ્ચનની દેવરાની: જયા બચ્ચન પણ તેમના સમયની સુંદર અભિનેત્રી હતી. પરંતુ સમય જતાં તેની સુંદરતા ઢળતી ગઈ અને આજે તે એકદમ વૃદ્ધ લાગે છે. જોકે તેની ઉંમરની અન્ય અભિનેત્રીઓ જેમ કે રેખા પોતાને મેંટેન રાખે છે. પરંતુ જયા પોતાની તરફ વધુ ધ્યાન આપતી નથી. જ્યારે તેમની દેવરાણી રામોલા બચ્ચનની સુંદરતા જોતા જ બને છે. ઉંમરના આ તબક્કે પણ તે પોતાને મેંટેન રાખે છે અને ખૂબ જ ગ્લેમરસ જોવા મળે છે. જણાવી દઈએ કે રમોલા બચ્ચન વ્યવસાયે એક સફળ બિઝનેસવુમન છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. રમોલા અને અજિતાભ બચ્ચનને કુલ 4 બાળકો છે, છતા પણ તે યંગ અને ગ્લેમરસ લાગે છે.