ભારતીય ક્રિકેટ ટીમમાં લવ સ્ટોરીઝ કોઈ નવી વાત નથી. સચિન તેંડુલકરથી લઈને વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોએ લવ મેરેજ કર્યા છે. ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન શર્મા, કેએલ રાહુલે તેમના પ્રેમનો હાથ પકડીને તેમને જીવનસાથી તરીકે પસંદ કર્યા.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની સ્વિંગની ધારથી મોટી ટીમોને પરાજિત કરી દીધી હતી, પરંતુ જ્યારે વાત તેમના જીવનની પીચની આવે છે ત્યારે તે પોતે જ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. ભુવીને ભારતીય પેસ બેટરીના ધાકડ બોલરોમાં શામેલ કરવામાં આવે છે. વર્ષ 2017 માં, તેમણે પોતાના બાળપણના પ્રેમ નુપુર નાગર સાથે લગ્ન કર્યા.
ભુવનેશ્વર કુમાર અને નુપુર નાગરની લવ સ્ટોરી પણ ઓછી રસપ્રદ નથી. ભુવી મેરઠના ગંગા નગરના રહેવાસી છે. આ વિસ્તારમાં પત્ની નુપુર પણ તેના પરિવાર સાથે રહેતી હતી. બંનેના પિતા ઉત્તર પ્રદેશ પોલીસમાં નોકરી કરતા હતા. તેમનો પ્રેમ માત્ર 13 વર્ષની ઉંમરે જ ખીલ્યો હતો.
એક ઈન્ટરવ્યુ દરમિયાન ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે આ તે સમય હતો જ્યારે મોહલ્લાના બાળકો ઘરની બહાર સાથે રમતા હતા. ત્યારે તે અને નુપુર પણ સાથે રમવા આવતા. મહોલ્લાના બાળકો એકબીજાને ભાઈ-બહેન માનતા હતા. ભુવી અને નુપુરનો પણ એમ જ કહીને એકબીજા સાથે બાળપણમાં પરિચય કરાવવામાં આવ્યો હતો.
સાથે રમતા રમતા બંનેની મિત્રતા ગાઢ બનતી ગઈ. આ દરમિયાન ભુવનેશ્વર કુમારે નૂપુરને પ્રપોઝ કર્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન નૂપુરે જણાવ્યું હતું કે ભુવીએ તેને ત્રણ વખત પ્રપોઝ કર્યો હતો. ત્યારે તે માની હતી. પહેલી વખત ભારતીય બોલરે તેને ફોન પર ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. બીજી વખત તેમણે ફોન કર્યો. પછી છેલ્લે રૂબરૂ મળીને તેમણે નૂપુરને પોતાના દિલની વાત કહી.
નૂપુર પોતાની કારકિર્દીને લઈને જાગૃત હતી અને સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. સાથે જ ભુવીના ભવિષ્ય વિશે કોઈ જાણ ન હતી. ત્યાતે તે રણજી ક્રિકેટ પણ રમી રહ્યા ન હતા. છતાં પણ નૂપુર રિલેશનશિપ માટે તૈયાર થઈ ગઈ હતી. નુપુરે પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ધીરે ધીરે ભુવનેશ્વર કુમારની કારકિર્દીમાં તેજી આવી અને તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.
ઉત્તર પ્રદેશની ટીમ માટે રણજી ક્રિકેટ રમવાના કારણે ભુવનેશ્વર કુમાર અવારનવાર ઘરથી દૂર રહેતા હતા. જેના કારણે બંનેના સંબંધોમાં અંતર પણ આવી ગયું હતું. નૂપુરે જણાવ્યું હતું કે લોંગ ડિસ્ટંસ રિલેશનશિપને કારણે બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા અને ઘણી વખત આ લવ-બર્ડ્સ વચ્ચેની વાતચીત પણ લાંબા સમય સુધી બંધ થઈ ગઈ હતી.
ભુવનેશ્વર કુમારે પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું કે તેનો અને નુપુરનો પરિવાર ક્યારેય તેમની સિક્રેટ લવ સ્ટોરીને પકડી શક્યો નહિં. ભુવીના પરિવારને કોઈ બહારની વ્યક્તિની મદદથી તેમની લવ સ્ટોરી વિશે ખબર પડી. ભારતીય બોલરનો પરિવાર લગ્ન માટે માની ગયો પરંતુ નુપુરના પરિવાર તરફથી ઘણી સમસ્યાઓ આવી. ભુવી અને નુપુરે મળીને પરિવારોને સમજાવ્યા હતા. અને છેવટે બંનેએ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા.