કોવિડમાં ગુમાવ્યા માતા-પિતા, એક રૂમથી શરૂ કર્યું વીડિયો બનાવવાનું, હવે એક વર્ષમાં આટલા અધધધ કરોડની કમાણી કરી રહ્યા છે ભુવન બામ

Uncategorized

યુટ્યુબ આજના સમયમાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ કમાણીનું પણ એક મોટું માધ્યમ બની ચુક્યું છે. દેશ-દુનિયામાં લાખો-કરોડોની સંખ્યામાં ઘણા એવા લોકો છે જેમની કમાણીનું માધ્યમ માત્ર યૂટ્યૂબ છે. તે લોકો અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવે છે અને તેમાંથી સારી કમાણી કરે છે.

દેશ-દુનિયામાં ઘણા યૂટ્યૂબર ખૂબ જ લોકપ્રિય છે. સાથે જ ભારતના ટોપ યુટ્યુબરની વાત કરીએ તો તેમાં ભુવન બામનું નામ પણ શામેલ છે. ભુવન બામ આપણા દેશના સૌથી લોકપ્રિય અને ફેવરિટ યુટ્યુબર્સમાંથી એક છે. તેમના યુટ્યુબ પર લાખો ફોલોઅર્સ છે. જણાવી દઈએ કે તેમની યુટ્યુબ ચેનલનું નામ BBKiVines છે.

આજે ભુવન બામ જે પણ સ્થાને છે, તેમની પાસે જે કંઈ પણ છે અને તેઓ જેટલી લક્ઝરી લાઈફ જીવે છે તે બધું યૂટ્યૂબના કારણે જ છે. આ પહેલા તેમનું જીવન ખૂબ સંઘર્ષ અને મહેનત વચ્ચે પસાર થયું છે. આજે દરેક સુખ-સુવિધા સાથે જીવન જીવતા ભુવન એક રૂમમાં બેસીને યુટ્યુબ માટે વીડિયો બનાવતા હતા. જ્યારે આજે ભારતમાં અને વિદેશમાં પણ લોકો તેમને પસંદ કરે છે.

BBKiVines ના છે 2.5 કરોડથી વધુ છે સબ્સ્ક્રાઇબર્સ: ભુવન બામની YouTube ચેનલ BBKiVines ના 25 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. સાથે જ ભુવન અત્યાર સુધીમાં પોતાની યુટ્યુબ ચેનલ પરથી 183 વીડિયો અપલોડ કરી ચુક્યા છે. તેમના તમામ વીડિયોને ચાહકો અને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળે છે. તેના વીડિયોને લાખો-કરોડોની સંખ્યામાં વ્યૂઝ મળે છે.

ભુવન બામની યુટ્યુબ પરથી કમાણી: એક સમયે નાના રૂમમાં બેસીને યુટ્યુબ વીડિયો બનાવવાની શરૂઆત કરનાર ભુવન બામ આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. સોશિયલ બ્લેડ (socialblade.com) નામની વેબસાઈટનું માનીએ તો ભુવન પોતાની યુટ્યુબ ચેનલ પરથી દર મહિને 11 હજાર ડોલરથી 175 હજાર ડોલરની વચ્ચે કમાણી કરી લે છે. સાથે જ GQ ઈન્ડિયાનો એક રિપોર્ટ જણાવે છે કે ભુવન એક વર્ષમાં લગભગ 10 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. માહિતી મુજબ, યુટ્યુબે તેમની ચેનલને B+ કેટેગરીમાં મૂકી છે. જણાવી દઈએ કે ભુવન પોતાની ચેનલ પર એડલ્ટ કોમેડી અને ડ્રામા આધારિત વીડિયો અપલોડ કરે છે. ભુવનની કોમેડી દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. ખાસ વાત એ છે કે ભુવન પોતે અલગ-અલગ પાત્રોમાં જોવા મળે છે. તે મહિલા પણ બની જાય છે.

ઘણી બ્રાન્ડ્સના એમ્બેસેડર છે ભુવન બામ: ભુવન બામની કમાણીનું માધ્યમ માત્ર યુટ્યુબ જ નથી, પરંતુ તે ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સમેન્ટ કરીને પણ સારી એવી કમાણી કરે છે. હાલમાં તે ઘણી બ્રાન્ડ્સના એમ્બેસેડર છે. તે જાહેરાતોમાંથી દર વર્ષે 4 કરોડ રૂપિયાની કમાણી કરે છે. માહિતી મુજબ ભુવન આર્ક્ટિક ફોક્સ, બેર્ડો, લેન્સકાર્ટ, મિવી, ટિસોટ અને ટેસ્ટી ટ્રીટ વગેરેની જાહેરાત કરે છે. જ્યારે તે મિંત્રામાંથી વર્ષે 5 કરોડ રૂપિયા કમાઈ લે છે.

ઇન્સ્ટાગ્રામ પર પણ છે તગડી ફેન ફોલોઈંગ: યુટ્યુબની જેમ ભુવન ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર પણ ભુવનની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. જણાવી દઈએ કે ઈન્સ્ટા પર ભુવનની ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સુપરસ્ટાર જેવી છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને 1 કરોડ 41 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મોમાં પણ કર્યું કામ: ભુવન અત્યાર સુધીમાં ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુક્યા છે. સાથે જ તે શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે તેની વેબ સિરીઝ ઢિંઢોરા આવી હતી જેને દર્શકો તરફથી મિશ્રિત રિસ્પોંસ મળ્યો હતો.

કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવ્યા: ગયા વર્ષે જૂન મહિનામાં કોરોનાને કારણે ભુવન બામે પોતાના માતા અને પિતા બંનેને ગુમાવ્યા હતા. માતા-પિતાના મૃત્યુની માહિતી તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આપી હતી અને તે દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.