બાળપણમાં ખૂબ જ સુંદર દેખાતી હતી “ધ કપિલ શર્મા શો” ની ભૂરી, જુવો તસવીરો

બોલિવુડ

ધ કપિલ શર્મા શો એક એવો શો રહ્યો છે. જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો રહ્યો છે. ફરી એકવાર ટૂંક સમયમાં ટીવી પર તેના કમબેકની સંભાવના છે. આવી સ્થિતિમાં શો સાથે જોડાયેલા દરેક અપડેટ થી શો ના ચાહકો અપડેટ રહેવા ઈચ્છે છે. આ દરમિયાન ભૂરીના પાત્ર થી પ્રખ્યાત બનેલી સુમોના ચક્રવર્તીએ તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ધ કપિલ શર્મા શોમાં ભૂરીના નામથી પ્રખ્યાત બનેલી સુમોના ચક્રવર્તી એક અભિનેત્રી છે. શોમાં તેની અને કપિલ શર્માની નોઝોક દર્શકોને ખૂબ પસંદ આવે છે. જોકે સુમોના પહેલા પણ ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ આ શોનો ભાગ બન્યા પછી તેની ફેન ફોલોઇંગ ખૂબ જ વધી ગઈ છે.

સુમોના ચક્રવર્તીએ તાજેતરમાં તેની ખૂબ જ સુંદર તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેને શેર કરતા તેણે લખ્યું છે કે, બાળપણથી જ… લાફ આઉટ લોડ…લિવ, લવ, લોફ. આ સાથે, ઘણા રંગીન હાર્ટ ઇમોજીસ પણ બનાવ્યા. અભિનેત્રીએ તેની 6 તસવીર પોસ્ટ કરી છે. સૌથી પહેલી તસવીર તેના બાળપણની છે.

દરેક તસવીરમાં સુમોના ખિલખિલાટ હસી રહી છે. સુમોનાની દરેક તસવીર તેના ચાહકોને આકર્ષિત કરે છે. કેટલીક વાર એથનિક તો કેટલીક વાર વેસ્ટર્ન ડ્રેસમાં સુમોનાનો હસતો ચેહરો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. સુમોનાની દરેક સ્ટાઈલ એવી છે કે જેના પર તેના ચાહકો જાન લૂટાવી રહ્યા છે. જણાવી દઈએ કે ચાહકો તેમની તસવીર પર લાઈક્સ અને કમેંટનો વરસાદ કરી રહ્યા છે.

સુમોનાની તસવીર પર કમેંટ કરતાં, એક યુઝરે લખ્યું ક્ર, “તમારી સ્માઈલ ખૂબ જ સુંદર છે.” તો અન્ય એક યૂઝરે લખ્યું કે, “આ રીતે જ હસતા રહો તમે.” આ ઉપરાંત એક અન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે, “હસતા ખૂબ જ સારા લાગો છો તમે.” એક યૂઝરે કમેંટમાં લખ્યું છે કે, “બાળપણની તસવીર એક નંબર છે.”

જણાવી દઈએ કે આ પહેલા પણ સુમોનાએ તેના વેકેશનની ઘણી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કેટલીક તસવીરોમાં તે મોનોકિની પહેરીને સમુદ્રને જોઈ રહી છે, તો કેટલીક તસવીરોમાં તે બરફથી ઘેરાયેલી જોવા મળી રહી છે. આ બધી તસવીરો જૂની છે અને તેને શેર કરતી વખતે તેને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કુદરત ફરવાની જગ્યા નથી. આ ઘર છે.”

જણાવી દઈએ કે સુમોના ચક્રવર્તીએ પોતાની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત 1999 માં આવેલી ફિલ્મ ‘મન’ થી કરી હતી. આ ઉપરાંત તે સલમાન ખાનની ફિલ્મ ‘કિક’માં પણ જોવા મળી હતી. આ સાથે તે સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ માં પણ ભૂમિકા નિભાવી ચુકી છે. આ સિરિયલમાં તેણે ‘નતાશા’ ની ભૂમિકા નિભાવી હતી. બીજી બાજુ જો આપણે તેના જન્મસ્થળની વાત કરીએ તો તેનો જન્મ 24 જૂન 1988 ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો.

ગયા મહિને પણ સુમોના ચક્રવર્તીએ તેના વર્કઆઉટ પોશ્ચરમાં એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું હતું કે, “લાંબા સમય પછી મેં યોગ્ય રીતે વર્કઆઉટ કર્યું છે, હું બેરોજગાર છું, પરંતુ માર ઘરનું પેટ પાળવામાં સક્ષમ છું. હું ક્યારેક પોતાને પ્રીમેસ્ટ્રુઅલ સિંડ્રોમના કારણે દોષિત માનું છું. આ સમય દરમિયાન હું ક્યારેક અસ્વસ્થ, ઉદાસ અને ઈમોશનલ અનુભવું છું. આ સાથે અભિનેત્રીએ કહ્યું હતું કે તે વર્ષ 2011 થી એન્ડોમેટ્રિઓસિસ બીમારી સામે સંઘર્ષ કરી રહી છે. જણાવી દઈએ કે આ રોગ સાથે ગર્ભધારણ ન થવાની સમસ્યા વધે છે. તેણે તે દરમિયાન કહ્યું હતું કે હવે તે તેના ચોથા સ્ટેઝ પર છે.